Oculimacula yallundae
ફૂગ
બીજાંકુરણ તબક્કા દરમિયાન ચેપ છોડ ના મૃત્યુ માં પરિણમી શકે છે. દાંડી ના પાયામાં ગોળ, આંખ આકારના જખમ દેખાય છે. તેમને તણખલાં જેવા-રંગના કેન્દ્રો હોય છે અને તે લીલાશ પડતી ઘેરા બદામી રિંગ્સ દ્વારા ઘેરાયેલ હોય છે. ઘણા કિસ્સાઓમાં, આંખજેવા ટપકા જમીનથી નજીકના પાંદડાંના આવરણ પર ઉપસે છે. આ જખમ સાથે મળીને વધે છે અને દાંડી ને લપેટાઈ જાય છે, તેનો લાક્ષણિક ગોળ આકાર ગુમાવી શકે છે. આ પાણી અને પોષકતત્વો ની ગ્રહણશક્તિ ઘટાડે છે અને તેને કારણે સફેદ , ફાલમાં કરમાશ,અને ઉપજને નુકશાન થઈ શકે છે. જેમ રોગ વિકસે છે, તેમ દાંડી ને નબળી પાડે છે અને તેને નમાવી દે છે. મૂળ "આંખજેવા ટપકા" થી અસરગ્રસ્ત થતા નથી અને ઉપર વર્ણવ્યા અનુસાર કંઈ લક્ષણો બતાવતા નથી.
માફ કરશો, અમને ઓક્યુલીમક્યુલા યાલુન્ડે માટે કોઇ જ વૈકલ્પિક સારવાર વિષે ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તેના વિષે તમે કંઈક જાણતા હોવ તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમારા તરફથી જાણવા માટે અમે ઉત્સુક છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.અનેક ફુગનાશકો આરોગ્ય અથવા પર્યાવરણ માટે જોખમી છે અને તેથી તે વાપરવા માટેની ભલામણ કરવામાં આવતી નથી. બોસ્કલીડ અને ટ્રીઆઝોલ પ્રોથીઓકોનાઝોલ પર આધારિત ફુગનાશકો સૌથી વધુ અસરકારક છે. સિપ્રોડિનીલ પણ અસરકારક છે, પરંતુ તે અન્ય અનાજના રોગો માટે બહુ મર્યાદિત નિયંત્રણ શ્રેણી ધરાવે છે.
રોગ ઓક્યુલીમક્યુલા યાલુન્ડે ફૂગ ને કારણે થાય છે. તે લાંબા ગાળા માટે જમીનમાં પાકના કચરામાં ટકી શકે છે (2 વર્ષ કે તેથી વધુ).પ્રાથમિક લક્ષણો વસંત દરમ્યાન સાનુકૂળ પરીસ્થિતિમાં જ્યારે બીજ વરસાદ કે પવન દ્વારા છોડના અવશેષો પરથી પાક પર ફેલાય છે ત્યારે દેખાય છે. ફૂગ દ્વારા માત્ર છોડના મૂળભૂત વિસ્તારોમાં ચેપ લાગ્યો હોય છે. હળવી અને ભેજવાળી હવામાન પરિસ્થિતિઓ (ઝાકળ, ધુમ્મસ), અને પાનખર અને વસંત ઋતુમાં વારંવાર વરસાદ ફૂગ અને ચેપની પ્રક્રિયા ના જીવન ચક્રને ટેકો આપે છે. એકવાર જખમ દાંડીમાં પ્રવેશ કરી લે છે, ત્યારે ઉચ્ચ તાપમાન રોગના વિકાસની તરફેણ કરે છે. રાઈ અને ઓટ જેવા અન્ય અનાજ સાથે પાકની ફેરબદલી તેના વિતરણ ને પ્રોત્સાહન આપે છે અને ચેપ થવાની સંભાવનામાં વધારો કરે છે.