ઘઉં

સોનેરી ટપકાં

Pyrenophora tritici-repentis

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર પીળા કિનારી સાથે સોનેરી-કથ્થાઈ જખમ.
  • પાંદડાની અણી થી શરુ થઇ જખમ પાંદડાંના બાકીના ભાગ પર વિસ્તરે છે.
  • ગુલાબી અથવા લાલ અથવા કાળા રંગના દાણા.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

પાંદડા પર પીળાશ અથવા સુકારા અથવા બંને તરીકે લક્ષણો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પાંદડાંની ઉપલી અને નીચલી એમ બંને બાજુએ પ્રથમ સોનેરી બદામી, સુકાયેલ ધબ્બાઓ દેખાય છે. ત્યાર બાદ લેન્સ આકારના, વિવિધ આકારના આછાં લીલા કે પીળાશ પડતી કિનારી વાળા સોનેરી જખમ દેખાય છે. જખમનું કેન્દ્ર સુકાય અને રાખોડી બની શકે છે. વધુ ભેજવાળા વાતાવરણમાં ભીના પાંદડા સાથે જખમ ઘેરા રંગના કેન્દ્રો દર્શાવે છે. પ્રારંભિક ટપકાં ભેગા મળી મોટા ચાઠાં બનાવી શકે છો. જે પાંદડાનો નાશ અને છોડમાં પાનખર સર્જે છે. રોગ પેદા કરતા જીવાણુથી અનાજના દાણા ગુલાબી અથવા લાલ રંગના(લાલ ડાઘ) અથવા, અન્ય ફૂગના સહયોગથી, કાળા રંગની વિકૃતિ થઇ શકે છે. જોકે, દાણાના છોતરાંને અસર થતી નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જમીનમાં શત્રુ સૂક્ષ્મજીવોને પ્રોત્સાહન આપવા માટે સંતુલિત ખાતર વાપરો. અલ્ટરનેરીયા અલ્ટરનેતા, ફ્યુસિરિયમ પાણીડોરોસિયમ, એસીનેટોબેક્ટર કેલ્કોસેટિક્સ, સેરેસીઆ લીકવેફેસીન્સ અને સફેદ યીસ્ટ સોનેરી ટપકાંની ફૂગ સામે લડત આપે છે અને સંતોષજનક રીતે તેને ઘટાડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાયરેકલોસ્ટ્રોબીન, પીકોકસીસ્ટ્રોબીન, પ્રોપિકોનેઝોલ અને પ્રોથીયોકોનેઝોલ ધરાવતાફુગનાશકથી પાંદડાં પર છંટકાવ સોનેરી ટપકાંના રોગ સામે સારી કાર્યક્ષમતા દર્શાવે છે.

તે શાના કારણે થયું?

પેરેનોફોરા ટ્રીટીસી-રેપેન્ટીસ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. શિયાળા દરમિયાન તે ઘઉંની દાંડીઓ અથવા બીજ પર અસ્તિત્વ ધરાવે છે. વસંત દરમ્યાન પરિપક્વતા પછી રોગના બીજની રચના થાય છે અને છુટા પડે છે, અને તે પવન અને પાણીના છંટવાકથી વિખેરાય છે. તેમના મોટા કદને કારણે તે માત્ર ટૂંકા અંતર સુધી જ ફેલાય છે. તેઓ નીચલા પાંદડાને ચેપ લગાડે છે, જ્યાં તે વિકાસ પામે છે અને વધુ રોગના બીજ ઉત્પન્ન કરે છે જેથી ઉપરના પાંદડા અને અન્ય છોડ પર રોગ ફેલાય છે. ફુગથી નિર્માણ થેયલ ઝેરી દ્રવ્યને કારણે છોડમાં પીળાશ અને સુકારાના લક્ષણો ઉદ્દભવે છે, આ પ્રક્રિયા પ્રકાશ પર આધાર રાખે છે. 95% ઉપર ભેજનું પ્રમાણ રોગના બીજ કણોના ઉત્પાદનની તરફેણ કરે છે. પાંદડાંમાં ભીનાશ, વધુ પડતો ભેજ અને 2 દિવસ માટે 10 ° સે ઉપર તાપમાન ગૌણ ચેપની તરફેણ કરે છે. સોનેરી ટપકાંના રોગના ફેલાવા માટે 20-25 ડિગ્રી તાપમાન ઉત્તમ છે.


નિવારક પગલાં

  • ફૂગ વારંવાર ચેપગ્રસ્ત બિયારણની સામગ્રી દ્વારા ફેલાય છે તેથી પ્રમાણિત બીજ જ ખરીદો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોની વાવણી કરો.
  • ફૂગના વિકાસને અટકાવવા માટે તમારા છોડ વચ્ચે વધુ અંતર રાખો.
  • ફૂગ જમીનમાં રહેલ સુક્ષ્મસજીવો સાથે સ્પર્ધા કરવામાં સંવેદનશીલ હોય છે તેથી સોનેરી ટપકાંનું જોખમ ઘટાડવા લણણી પછી સંપૂર્ણ પણે ખેડ કરો.
  • દર બીજા કે ત્રીજા વર્ષે રાયડો, શણ, ક્રેમબે, અથવા સોયાબીન જેવા બિન-યજમાન છોડ સાથે પાકની ફેરબદલી કરો.
  • માંજર અને ફાલ આવવા વચ્ચેના સમયમાં છોડનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો.
  • લણણી પછી ખેડ કરો અને બધા છોડના અવશેષોનો નાશ કરો.
  • છોડની પ્રતિકારક્ષમતા વધારવા માટે સંતુલિત ખાતર વાપરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો