Pyrenophora teres
ફૂગ
જાળી જેવા ટપકાંના બે દેખાવ છે: ટપકાં જેવો દેખાવ અને જાળી જેવો દેખાવ. તેના લક્ષણો સામાન્ય રીતે પાંદડા પર જોવા મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક તે પર્ણ દંડ પર્ણ અને દાણાના આવરણ પર પણ દેખાઈ શકે છે. જાળી જેવો દેખાવ ટાંકણીના અણી જેવા બદામી રંગના જખમ થી શરુ થાય છે જે વધે છે અને સમગ્ર પાંદડા પર સમગ્ર સપાટી પર પાતળી, ઘેરો બદામી રંગનીએ છટાઓ નિર્માણ કરે છે, અને વિશિષ્ટ જાળી જેવી ભાત બનાવે છે. જૂનું જખમ પર્ણની શિરા સાથે વિસ્તારવાનું ચાલુ રાખે છે અને ઘણી વખત તે પીળા રંગની કિનારી દ્વારા ઘેરાયેલ હોય છે. શરૂઆતમાં ટપકાં પીળી કિનારી થી ઘેરાયેલ, નાના, ઘન બદામી અંડાકાર જખમ હોય છે. પાછળથી, આ જખમ 3-6 મીમી વ્યાસના આછા કે ઘેરા બદામી રંગના ચાઠાં તરીકે વિકસે છે. ડૂંડાં પર પણ ચેપ લાગી શકે છે. નાની બદામી રંગની છટા, જાળી જેવા દેખાવ વગર, દાણાના છોતરા પર વિકાસ પામે છે, જે ઓછી ઉપજ અને ચીમળાયેલ બીજ પેદા કરે છે. દૂષિત કર્નલના પાયામાં અસ્પષ્ટ બદામી જખમ હોય છે.
માફ કરશો, અમને પેરેનોફોરા ટેરેસ માટે કોઇ જ વૈકલ્પિક સારવાર વિષે ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તેના વિષે તમે કંઈક જાણતા હોવ તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમારા તરફથી જાણવા માટે અમે ઉત્સુક છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાં પર ટ્રાઈઝોલ અને સ્ટ્રોબીલુરીન ધરાવતા ફુગનાશકનો છંટકાવ કરવાથી જાળીવાળા ચાઠાંના બંને સ્વરૂપોને નિયંત્રિત કરી શકાય છે. ટબુકોનેઝોલ વાપરવાનું ટાળો. વધુ વરસાદવાળા વાતાવરણમાં બે વખત છંટકાવ કરવો જરૂરી બની શકે છે. જ્યારે પણ શક્ય હોય, ફુગનાશકનો જુદા સ્વરૂપે ઉપયોગ કરવો, જેથી તેના પ્રત્યે પ્રતિકારનો વિકાસ થવાનું જોખમ ઘટાડી શકાય. બીજની સારવાર જ જાળીવાળા ચાઠાંના રોગ સામે જ અસરકારક છે.
જાળીવાળા ચાઠાં પેરેનોફોરા ટેરેસ ફુગના કારણે થાય છે. તે ઠંડી દરમ્યાન પાકના અવશેષો અને જાતે ઊગેલ છોડ પર નભે છે. ચેપવાળા બીજમાંથી પણ રોગ પેદા થઇ શકે છે, પરંતુ સામાન્ય રીતે તે ગૌણ બનાવ છે. હવાજન્ય રોગના બીજ અને વરસાદના છાંટા દ્વારા રોગ ફેલાય છે. પાકમાં પ્રાથમિક ચેપ 10ºC અને 25ºC વચ્ચેના તાપમાને અને અંદાજે છ કલાક સુધી ભેજવાળી પરિસ્થિતિ પછી લાગે છે. જ્યારે પણ શરતો અનુકૂળ હોય છે ત્યારે પ્રાથમિક ચેપના 14 થી 20 દિવસ બાદ પવન દ્વારા રોગના બીજ ફેલાય છે. ગંભીર ચેપના કિસ્સામાં પાંદડાંનો લીલો વિસ્તાર ઘટે છે અને છોડની ઉત્પાદકતા ઘટે છે તથા પાંદડા અકાળે નાશ પામે છે. થડમાં ફૂગનો વિકાસ થાય છે. લણણી પછી તે બચેલા અવશેષો પર અસ્તિત્વ ધરાવે છે, જ્યાંથી તે પછીની મોસમ દરમિયાન નવા ચેપની શરૂઆત કરે છે. જાળીવાળા ચાઠાં મુખ્યત્વે બીજનું વજન અને અનાજની ગુણવત્તા ઘટાડે છે.