Rhynchosporium secalis
ફૂગ
જમીન માંથી ફૂટેલ પહેલું અંકુર, પાંદડા, પાંદડાની દાંડી, અનાજ પરના છોતરા, પુષ્પ, અને અનાજના ડૂંડાંની દાંડી પર ચોક્કસ પ્રકારના ડાઘ (અંકુર પર લાવેલ વાળ જેવું તત્વ) દ્વારા રીંકોસ્પોરિયમના ચેપને ઓળખવામાં આવે છે. પ્રારંભિક લક્ષણો તરીકે જુના પાંદડાની નસો અથવા સપાટી પર પીળાશ પડતા, અનિયમિત વિખરાયેલ અથવા ચતુષ્કોણીય ઘાવ (1-2 સે.મી.) દેખાય છે. પછી, આ ડાઘ પાણીપચ્યા રાખોડી રંગના બને છે. પાછળથી, ડાઘનું કેન્દ્ર સુકાઈને આછા રાખોડી, કથ્થાઈ કે સફેદ બને છે. તેની કિનારી ઘેરા કથ્થઈ રંગની અને ફરતે પીળાશ પડતી આભા ધરાવે છે. તે જેમ જેમ વિકાસ પામે છે તેમ તેમ, ઘાવ એકરૂપ થઇ મોટા લંબગોળ બને છે અને તે પાંદડાની નસો પૂરતા મર્યાદિત રહેતા નથી. ગંભીર ચેપના કિસ્સામાં અથવા પાછળના તબક્કે નાના પાંદડા અને ફૂલોને પણ ચેપ લાગી શકે છે. ફૂલો પરનો ચેપ તેના દાંડી પાસે આછા કથ્થાઈ કેન્દ્ર અને ફરતે ઘેરા કથ્થઈ રંગની કિનારી વાળા ઝખ્મની લાક્ષણિકતા ધરાવે છે.
માફ કરશો, અમને રહિંકોસ્પોરિયમ સેકાલિસ માટે કોઈપણ વૈકલ્પિક સારવાર વિશે અમે જાણતા નથી. આ રોગ સામે લડત આપવામાં મદદ કરે એવું તમે કંઈક જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારી પાસેથી જાણવા માટે ઉત્સુક છીએ.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ફૂગનાશક સાથે બીજની સારવાર કરવાથી ઋતુની શરૂઆતમાં નિર્માણ થતા રોગચાળાની સંભાવના ઘટાડી શકાય છે. સ્ટ્રોબિલ્યુરિન અને એનિલિનોપિરિમિડિન જૂથના વિવિધ પ્રક્રિયા કરતા ફૂગનાશકના મિશ્રણનો ઉપયોગ કરો.
રિન્કોસ્પોરિયમ એ બીજ-જન્ય ફૂગ છે, જે છોડના અવશેષો અથવા જાતે ઉગી નીકળેલ છોડ જેવા ચેપગ્રસ્ત યજમાનમાં એક વર્ષ સુધી ટકી શકે છે. રોગના બીજકણ થોડા અંતર સુધી વરસાદના ઝાપટાં દ્વારા અને થોડા અંશે પવન દ્વારા ફેલાય છે. 5 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાને રોગના બીજકણની રચના અને અને ચેપ નિર્માણ થઈ શકે છે. 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન અને 7 થી 10 કલાક સુધીની પાંદડામાં ભીનાશ એ અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ છે. લક્ષણો પ્રથમ દેખાય છે અને ઉંચા તાપમાને તે વધુ ગંભીર હોય છે. જો સૌથી ઉપરના અને તેની નીચેના બે પાંદડાને ચેપ લાગેલ હોય તો તેના પરિણામે ઉપજ ઘટે છે. જો ચેપ છુપાયેલ (લક્ષણહીન) હોય, તો એક ઋતુ માંથી બીજી ઋતુ દરમિયાન છોડના કચરામાં તે ટકી શકે છે.