ઘઉં

સેપ્ટોરિયા ટ્રીટીસી થી ડાઘ

Zymoseptoria tritici

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર આછા રાખોડી થી ઘેરા કથ્થાઈ રંગના ડાઘા.
  • ગંભીર કિસ્સાઓમાં ડાઘા ની અંદર કાળા રંગના સુગંધિત દ્રવ્યો, ક્યારેક સંપૂર્ણ પાંદડાં ઉપર જખમ જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

નીચેના પાંદડાં ઉપર પીળાશ પડતા ટપકા એ સેપ્ટોરિયા ટ્રીટીસી ચાઠાં ના રોગના પ્રારંભિક લક્ષણો છે જે અંકુર ફુટયા બાદ તુરંત જ દેખાય છે. જેમ જેમ તે મોટા થાય છે, આ ટપકા આછામાંથી ઘેરા કથ્થાઈ રંગના ચાઠાં બનાવે છે અને તે લંબગોળાકારે અથવા પટ્ટીઓ જેવા આકારે પાંદડાની સંપૂર્ણ સપાટી ઉપર ફેલાય છે. તે ઓછા પ્રમાણમાં, થડ અને ડૂંડા મા પણ નિર્માણ થઈ શકે છે. જખમની અંદર નાના કાળા રંગની સુગંધિત સંસ્થાઓ તેમને કાણા જેવો લાક્ષણિક દેખાવ આપે છે. બાદમાં, સમગ્ર પાંદડા મોટા, બદામી કાટ જેવા જખમથી ઘેરાય જાય છે અને પીળા રંગની આભાથી ઘેરાયેલ માત્ર થોડી લીલી પેશીઓ બાકી રહે છે. છેલ્લે, પાંદડા સુકાય છે અને નાશ પામે છે. કાળા સુંગંધિત સંસ્થાઓ ગેરહાજરીમાં સમાન ચાઠાવાળા લક્ષણો અન્ય રોગ અથવા પોષણની ઉણપથી થઇ શકે છે જેમ કે ઝેરી એલ્યુમિનિયમ અથવા જસતની ઊણપ. છોડની વૃદ્ધિના અંતિમ ચરણમાં ચેપ લાગ્યા પછી બે થી ત્રણ અઠવાડિયામાં પ્રથમ વખત લક્ષણો જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નિયંત્રિત રીતે જૈવનિયંત્રણ એજન્ટોનો એમ. ગ્રેમીનીકોલા સામે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાઇકોડર્મા જૂથની ફૂગ અને સ્યુડોમોનાડસ અને બેસિલસની કેટલીક પ્રજાતિઓ ઘઉંને પાંદડાં પર ટપકાંના રોગ સામે રક્ષણ આપે છે અથવા રોગનો વિકાસ અવરોધે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એમ. ગ્રામીનીકોલની ઘણી પ્રજાતિએ ઝડપથી ફુગનાશક પ્રત્યે, ખાસ કરીને સ્ટ્રોબીલુરીન કક્ષાના રસાયણ, પ્રતિકાર વિકસાવેલ છે. આર્થિક થ્રેશોલ્ડ અપેક્ષિત ઊપજમાં નુકશાન, ઘઉંની બજાર કિંમત અને ફૂગનાશકના ઉપયોગના ખર્ચ પર આધાર રાખે છે. એઝોલ જૂથના ફુગનાશક સામાન્યરીતે પાંદડાં પર છંટકાવ તરીકે ઉપયોગ કરી શકાય છે. કરબોકસેમાઇડ અથવા બેન્ઝોફેનોન નો વૈકલ્પિક ફુગનાશક તરીકે ઉપયોગ કરવાથી પ્રતિકારનો વિકાસ અટકાવી શકાય છે.

તે શાના કારણે થયું?

માયકોસફેરેલ ગ્રામીનીકોલ ફૂગના કારણે રોગ નિર્માણ થાય છે. તે ઠંડી દરમ્યાન જમીનની સપાટી પર છોડના કચરામાં, યજમાન ઘાસ, સ્વૈચ્છિક ઉગી નીકળેલ વનસ્પતિમાં અને પાનખરમાં વાવેતર કરાયેલ પાકોમાં ટકી રહે છે. રોગના બીજ વરસાદના ઝાપટાં અને પવન મારફતે લાંબા અંતર સુધી ફેલાય છે. રોગના પ્રારંભિક લક્ષણો જુના પાંદડા ઉપર દેખાય છે અને જેમ જેમ રોગ ના કણો ઉપરની તરફ ફેલાય છે તેમ તેમ ઉપર ના પાંદડા ઉપર જખમ દેખાવાનું શરૂ થાય છે. જો નવા અંકુરીત પાંદડાં અને તેની નીચેના બે પાંદડાં અસર પામે તો ઓછી ઉપજ આવે છે. તાપમાન પર આધાર રાખીને ફૂગ નું જીવન ચક્ર પૂર્ણ થવા માટે ૧૫ થી ૧૮ દિવસ લાગે છે. ૧૫ ડિગ્રી સેન્ટિગ્રેડ થી ૨૫ ડિગ્રી સેન્ટિગ્રેડ વચ્ચે નું તાપમાન અને છૂટું વરસતું પાણી અથવા લાંબા સમયનું ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે. 4 ° C નીચે તેનું જીવનચક્રના નાશ પામે છે. સફળ રીતે ચેપ માટે, ઓછામાં ઓછા 20 કલાક સુધી ભેજનું ઉંચુ સ્તર જરૂરી છે. ભેજવાળી વસંત અને ઉનાળો આદર્શ છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તેવી સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • ઋતુમાં મોડેથી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • હવાની સારી અવરજવર માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • વૃદ્ધિ માટેના નિયમનકારો અને નાઇટ્રોજનનો મધ્યમ સ્તરે ઉપયોગ કરવો.
  • ખેતરની નિયમિતપણે ચકાસણી કરો.
  • જાતે ઉગી નીકળેલ પાકો અને નીંદણનું નિયંત્રણ કરો.
  • એક અથવા બે વર્ષ માટે બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • સપાટી હેઠળ છોડના અવશેષો દફનાવવા માટે ઊંડી ખેડ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો