Microdochium sorghi
ફૂગ
આ રોગના લક્ષણો પાંદડા, તેના આવરણ અને ઝૂમખાંમાં દેખાય છે. પાંદડા પર, લાલાશ કથ્થઈ અને પાણી શોષાવાથી થતાં ટપકાં જેવું દેખાય છે, ક્યારેક ક્યારેક એક સાંકડી, આછા લીલા રંગની આભા પણ જોઈ શકાય છે. જેમજેમ તે મોટા થાય છે, તે એક લાલ કિનારીથી ઘેરાયેલો આછા કથ્થાઈ રંગના કેન્દ્રવાળું જખમ વિકસાવે છે. જો તે પર્ણની કિનારી પર હોય તો અર્ધગોળાકાર અને વચ્ચેની નસ પર હોય તો ગોળાકારે દેખાય છે. એક છોડીને એક આછા-ઘાટા રંગના કુંડાળા અથવા ઝોનેટ પેટર્ન ની લાક્ષણિકતા સ્પષ્ટ જોઈ શકાય છે. જયારે ચેપ ગંભીર હોય ત્યારે, આખરે જખમ જોડાઈને સમગ્ર પર્ણ ઢાંકી દે છે. પાંદડાંના આવરણ પર, વિવિધ લંબાઈ, આકાર અને કદના ઘાટા લાલ કે કાળા-જાંબલી કે કથ્થાઈ રંગના જખમ જોવા મળે છે. ચેપગ્રસ્ત પાંદડાનું આવરણ પીળા રંગનું બની જાય છે, સુકાઈ જાય છે અને મૃત્યુ પામે છે. જખમ માં અસંખ્ય ફૂગ(સ્ક્લેરોસિયા) ના ભાગ જોઈ શકાય છે. ચેપગ્રસ્ત પાંદડાંના ઝૂમખાં કરમાઈ જાય છે.
આ રોગ સામે જૈવિક નિયંત્રણના કોઈપણ રસ્તા ઉપલબ્ધ નથી. જો તમે રોગ થતો અટકાવાની કે ઘટાડવાની કોઈપણ પદ્ધતિ જાણતા હોવ તો, મહેરબાની કરી અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વધારાના ખર્ચને કારણે, મોટાભાગે ફુગનાશકથી કેમિકલ સારવારનો આગ્રહ રાખવામાં આવતો નથી. લણણી પછી પાકના કચરાની યોગ્ય વ્યવસ્થા અને પાકની ફેરબદલી એ રોગના વ્યવસ્થાપન માટે સૌથી સરળ શક્ય વિકલ્પ છે.
ચેપના લક્ષણો ગ્લોએઓસેરકોસ્પોરા સોરઘી ફૂગ ના કારણે નિર્માણ થાય છે, જે બીજ પર અથવા જમીનમાં કેટલાય વર્ષો સુધી ટકી શકે કારણે થાય છે. સ્ક્લેરોસિયા તરીકે ઓળખાતું ફુગનું સુષુપ્ત માળખું(જખમ પર નાના શ્યામ બિંદુઓ દેખાય છે) ચેપ માટે પ્રાથમિક સ્ત્રોત છે અને અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થતા તે ઉપદ્રવ શરુ કરે છે. ઉદાહરણ તરીકે ગરમ અને ભેજવાળું વાતાવરણ. રોગ પેદા કરતા જીવાણુ પાણીના છંટકાવથી કે પવન દ્વારા જૂના, જમીનથી નજીકના નીચા પાંદડા પર ફેલાય છે. અનુકૂળ પરિસ્થિતમાં, રોગ ફેલાઈને તમામ પાંદડા જખમ બનાવી શકે છે. જુવાર માં પર્ણ પર ઝોનેટ ટપકાંનો રોગ પેદા કરતા જીવાણુ મકાઈ અને બાજરી સહિત અન્ય ઘાસની પ્રજાતિઓ ને પણ અસર કરી શકે છે. આ બીજા યજમાન પછીની મોસમમાં જીવાણુ માટે સંગ્રાહક તરીકે વર્તી શકે છે.