જુવાર

જુવારના પાંદડાં પર ખરબચડા ટપકાં

Ascochyta sorghi

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર નાના લાલ ટપકાં ફૂલે છે અને નાની કાળા રંગની ફોલ્લી બનાવે છે.
  • તેના ફૂટવાથી, તેઓ પાંદડાં પર કાળી કિનારી વાળા સફેદ રંગના મુખ બનાવે છે.
  • ઝખ્મ પર નાનો, કાળો, કડક અને ઊપસેલા ફુગના ભાગો દેખાય છે, જે તેમને ખરબચડો દેખાવ આપે છે.
  • આખરી તબક્કે, પાંદડાનો નાશ થઇ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

જુવાર

લક્ષણો

ચેપના પ્રારંભિક તબક્કામાં, પાંદડા પર લાલ નાના ટપકાં દેખાય છે. આ ટપકાં ધીમે ધીમે ઉપસે છે અને નાની કાળી ફોલ્લીઓનું નિર્માણ થાય છે, મુખ્યત્વે પાંદડાની ઉપરની સપાટી પર દેખાય છે. તે આખરે તૂટે છે, અને તેઓ પાંદડાં પર કાળી કિનારી વાળા સફેદ રંગના મુખ બનાવે છે. પછીના તબક્કે, જખમ લંબગોળાકારે મોટા થતા રહે છે અને ઘાટાં કેન્દ્રવાળા જાંબલી કે ઘેરા લાલ રંગના બને છે. તેઓ પણ એકરૂપ થઈ શકે છે, અને એક સાંકડી, ઘાટી લાલ રેખાથી ઘેરાયેલ ખુબ જ ઘેરા ચાઠાં રચે છે. ઝખ્મ પર નાનો, કાળો, કડક અને ઊપસેલા ફુગના ભાગો દેખાય છે, જે તેમને ખરબચડો દેખાવ આપે છે. તે પાયકનીડીયા તરીકે પણ ઓળખાય છે, તેઓ ક્યારેક તંદુરસ્ત લીલા પાંદડાની સપાટી પર પણ જોઈ શકાય છે. તેવું જ જખમ પાંદડાંના આવરણ પર અને ક્યારેક સાંઠા પર પણ હોઈ શકે છે. છેલ્લે, પાંદડા નાશ પામે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને એસ્કોચિતા સોરઘી પરોપજીવી માટે કોઇ અસરકારક જૈવિક સારવાર ખબર નથી. જો આ રોગની ઘટના અને / અથવા ગંભીરતામાં ઘટાડો કરવામાં મદદ કરી શકે તેના વિષે તમે કંઈપણ જાણતા હોવ તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગનો ફેલાવો ઘટાડવા માટે કોપર આધારિત બોર્ડેક્સના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. તેમ છતાં પણ નોંધ લો કે, આનાથી છોડમાં ઝેરી પ્રતિક્રિયા પણ થઇ શકે છે.

તે શાના કારણે થયું?

એસ્કોચિતા સોરઘી ફૂગ, જે પાકના કચરામાં જોવા મળે છે, તેના દ્વારા રોગના લક્ષણો નિર્માણ થાય છે. ભેજનું ઊંચું પ્રમાણમ ફોલ્લીમાં રોગના બીજકણ ઉત્પન્ન કરી ચેપની તરફેણ કરે છે. રોગ પેદા કરતા જીવાણુ, જુવાર વાવતા તમામ વિસ્તારો, સમગ્ર અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપના મોટાભાગના વિસ્તારો, માં જોવા મળે છે. જોકે, સામાન્ય રીતે એ. સોરઘી પાકને ખુબ જ ઓછું નુકશાન પહોંચાડે છે અને જુવારના ઉત્પાદન પર એકંદરે ખૂબ જ ઓછી અસર કરે છે. ખરબચડા પાંદડાની હાજરીનું આર્થિક મહત્વ, જુવારમાં પ્રતિકારક લક્ષણોનું સંવર્ધન થવાના કારણે ઓછું માનવામાં આવે છે. આ પાક ઉપરાંત, એસ્કોચિતા સોરઘી જોહ્ન્સન ઘાસ (હલપેનસે જુવાર), સુદાન ઘાસ (સુદાનીસ જુવાર), અને જવ (હોર્ડીયમ વલ્ગર) જેવા અનાજના પાકો ને પણ અસર કરે છે.


નિવારક પગલાં

  • સ્વચ્છ અને તંદુરસ્ત બિયારણના ઉપયોગની ખાતરી કરો.
  • સંવેદનશીલ જુવારની જાતોનું વાવેતર ટાળો.
  • હવાની અવરજવર માટે બે ચાસ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • રોગના લક્ષણો માટે નિયમિત રીતે ખેતરનું નિરીક્ષણ કરો.
  • વધુ પડતી અને ઉપરથી પડતા પાણી વાળી સિંચાઈ ટાળો.
  • વિવિધતાપૂર્વક પાકની ફેરબદલી કરો.
  • ખેતરમાં અને આસપાસમાં સુદાન ઘાસ, જવ અથવા જોહ્ન્સન ઘાસ જેવા વૈકલ્પિક યજમાનો ટાળો.
  • પાંદડા ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • ખેતરમાં સ્વરછતાના ધોરણ જાળવો.
  • ઠંડી દરમ્યાન ટકી રહેતા માળખા અને છોડના કાટમાળમાં ટકી રહેતા પરોપજીવીને અટકાવવા ઊંડી ખેડ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો