અન્ય

ડાળી પર કોલસા જેવો સડો

Macrophomina phaseolina

ફૂગ

ટૂંકમાં

  • ડાળીની આંતરિક પેશીઓમાં કાળા રંગનું વિકૃતિકરણ.
  • બળેલો દેખાવ.
  • ડાળીની બે ગાંઠ વચ્ચેના ભાગમાં કાળા કણ વાળી કડક તંતુમય પેશીઓ.
  • છોડ અકાળે પાકી જાય છે.
  • પાંદડા પીળા અને શિથિલ બની જાય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

આ માટી જન્મેલા ફૂગ, લક્ષણો દર્શાવ્યા વગર, અંકુરણના તબક્કે મૂળમાં આક્રમણ કરે છે અને ધીમે ધીમે થડ તરફ વધે છે. પાછળથી, પરિપક્વ ડાળીની આંતરિક પેશીઓમાં કાળા રંગનું વિકૃતિકરણ દેખાય છે જે તેમને એક બળેલો દેખાવ આપે છે, અને તેથી જ તેનું આવું નામ છે. સડો ધીમે ધીમે વાહક પેશીઓને બંદ કરે છે, અને ડાળીની બે ગાંઠ વચ્ચેના ભાગમાં કાળા કણ વાળી કડક તંતુમય પેશીઓ દેખાય છે. પરિવહન પેશીઓના નાશથી પાણી ઉણપ જેવા લક્ષણો દેખાય છે. છોડ અકાળે પાકી જાય છે અને, સાંઠા નબળા હોય છે જેથી ઘણી તે તૂટી જાય અથવા નમી પડે છે. ઉપરના પાંદડા પ્રથમ પીળા પડે છે અને પછી સુકાય જાય છે. મૂળ પર કથ્થાઈ રંગના, પાણી શોષાવાથી થતા જખમ જેવું દેખાય છે. ખુબ વધુ ચેપના કિસ્સાઓમાં, 50% કરતા વધારે છોડ તૂટી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

મેક્રોફોમીના રોગને નિયંત્રિત કરવા જૈવિક સારવાર તરીકે બાગાયતી ખાતર, લીમડાના તેલનો અર્ક અને રાઈના કેક ઉપયોગ કરી શકાય છે. મોતી બાજરી અને નીંદણ આધારિત કમ્પોસ્ટથી જમીનમાં સુધારો કરવાથી માટીમાં ફૂગની વસતીમાં 20-40% સુધી ઘટાડો થઇ શકે છે. વાવેતરના સમયે ટ્રાઇકોડર્મા વિરિડીનો (5 કિલો 250 કિલો વર્મિકમ્પોસ્ટ સાથે અથવા એફવાયએમ) ઉપયોગ પણ મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યારે પ્રથમ લક્ષણો જોવા મળે છે ત્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે, તેથી ફુનાશકનો પાંદડાં પર છંટકાવ એટલો અસરકારક રહેતો નથી. ફૂગનાશકથી સારવાર (ઉદાહરણ તરીકે મેન્કોઝેબ સાથે) કરેલ બિયારણ રોપની વૃદ્ધિ દરમિયાન રક્ષણ આપી શકે છે. બે વિભાજન માં 80 કિલો / હેકટર એમઓપી ની નાખવાથી છોડને મજબૂત બનાવી શકાય છે અને તેને વધુ આ ફૂગ સામે પ્રતિકારક પણ બનાવીશકાય છે.

તે શાના કારણે થયું?

ગરમ અને સૂકા વાતાવરણમાં ઝડપથી ફેલાતી, મેક્રોફોમીના ફાસિયોલીના, નામની ફૂગથી આ રોગ નિર્માણ થાય છે. તે ઠંડી દરમ્યાન ત્રણ વર્ષ સુધી યજમાન પાકના અવશેષો અથવા જમીનમાં ટકી રહે છે. મૂળ અને પરિવહન કરતી પેશીમાં ચેપ લાગવાથી પાણી અને પોષકતત્વોના પરિવહન પર અસર પડે છે, તેથી છોડનો ઉપરનો ભાગ સુકાઈ જાય છે, અકાળે પાકી જાય છે અને સાંઠા નબળા બને છે. ફૂગ ફેલાવો માટે વધુ સાનુકૂળ પરિસ્થિતિ જંતુઓ, ઈજાગ્રસ્ત મૂળ અને અંકુર, તેમજ બીજી વનસ્પતિઓનો રોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે. વનસ્પતિના વૃદ્ધિના પાછળના તબક્કમાં દુકાળ, માટીનું વધતું તાપમાન (28 ° સે) અને અતિશય ખાતરનો ઉપયોગથી લક્ષણો સ્થિતિ વધુ વણસે છે.


નિવારક પગલાં

  • દુકાળ સામે સહિષ્ણુ જાત ઉગાડો.
  • નમી ન પડે તેવી જાતનો ઉપયોગ કરો.
  • વાવેતર તારીખ એ રીતે નક્કી કરો જેથી ફૂલ આવ્યા બાદના તબક્કામાં સૌથી વધુ સૂકી મોસમ ન હોય.
  • છોડ વચ્ચે વિશાળ અંતર રાખો.
  • ખાસ કરીને ફૂલ આવ્યા બાદના સમયગાળા દરમિયાન, સિંચાઈ મારફતે માટીમાં સારા પ્રમાણમાં ભેજ જાળવી રાખો.
  • સંતુલિત ખાતર વાપરવાની ખાતરી રાખો અને અતિશય નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
  • ઉપજમાં મોટું નુકસાન ટાળવા માટે લણણી વહેલી કરો.
  • ત્રણ વર્ષ માટે બિન-યજમાન પાક જેવા કે નાના ઘઉં, ઓટ, ચોખા, જવ અને રાઈ સાથે પાકની ફેરબદલી કરો.
  • જમીનમાં રોગ પેદા કરતા જીવાણુ ઘટાડવા ખરા ઉનાળામાં ખેડ કરો.
  • આનથી કદાચ જમીનમાં ફૂગની વસ્તી ઘટાડી શકાય છે.
  • ખેડાણ પછી જમીન સૂર્યના તાપમાં તપાવવાથી અથવા લાંબા સમય સુધી પડતર રાખવાથી પણ અસરકારક બની શકે છે.
  • સ્થાનિક વિસ્તારોમાં મકાઈ વાવણી પહેલાં ખેડૂતોને જમીનમાં લીલા ખાતરને સમાવિષ્ઠ કરવાની સલાહ આપવામાં આવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો