મકાઈ

પાંદડા પર એન્થ્રાક્નોઝ ફૂગ

Colletotrichum graminicola

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર નાના, અંડાકાર, પાણી શોષાયેલા જખમ.
  • બદામી કેન્દ્રો અને આછા જાંબુડી રંગની કિનારીવાળા ટપકા.
  • ફૂગના પટ્ટા આખા પાંદડાને આવરી લે છે.
  • ટોચ મૃત બને છે.
  • ડાળી સડે છે.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

છોડના પ્રકાર, પર્યાવરણીય પરિસ્થિતિઓ અને રોગકારક સુક્ષ્મ જીવાણુઓની તાકાત ચેપનું પરિણામ નક્કી કરે છે. સંવેદનશીલ જાતો પર, ચેપ ત્રણ અલગ અલગ તબક્કાઓમાં વર્ગીકૃત થયેલ હોય છે: પાંદડા પર ફૂગ, ટોચનું મૃત થવું,અને ડાળીમાં સડો. સૌ પ્રથમ નીચેના પાંદડા પર, નજીકના પાંદડાની ટોચ પર અથવા વચ્ચેની મુખ્ય દાંડી પર નાના, અંડાકાર, પાણી ભરાયેલા જખમ દેખાય છે અને પાછળથી ઉપરના પર દેખાય છે. તેઓ રાતા કેન્દ્રો અને આછા જાંબુડી રંગની કિનારીવાળા અર્ધપારદર્શક ટપકામાં વિકસે છે અને એકરૂપ થઈ ફુગના પટ્ટા બનાવે છે જે સમગ્ર પાંદડાને આવરી લે છે (પાંદડાની ફૂગ). છોડની વૃદ્ધિના પછીના તબક્કે, જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો મૃત પેશી પર ઘાટા, ઉપસેલા ફોલ્લા દેખાય છે. ડાળીઓ અને દાંડીની ઈજાઓ આંતરિક પેશીના વસાહતીકરણની તરફેણ કરે છે જે ટોચનું મૃત થવું અને ડાળી માં સડો જેવા અન્ય લક્ષણો તરફ દોરી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

અમને Colletotrichum graminicola સામે કોઇ અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિશે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી ઉપાય સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આજ સુધી, કોઈ અસરકારક ફુગનાશક ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

ફૂગ જમીનમાંના છોડના અવશેષો પર અસ્તિત્વ ધરાવે છે જ્યાંથી તે વસંત દરમ્યાન પવન અને વરસાદના છાંટાથી નીચલા પાંદડા પર વિસ્તરે છે. પાંદડાંના તણખલા પર વિકસતા જખમ ઉપલા પર્ણસમૂહ અથવા દાંડીઓ પર ફેલાવાનું ગૌણ કારણ બને છે. ડાળીની ઈજાને કારણે આંતરિક પેશીઓ પર વસાહતીકરણની શક્યતા વધી જાય છે. જો પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો તેના કારણે ટોચનું મૃત થવું અને ડાળી માં સડો જેવા અન્ય લક્ષણો દેખાય છે. પ્રમાણમાં ગરમ ​​તાપમાન (20 થી 30 ° C), લાંબા સમયગાળા માટે ઉચ્ચ સાપેક્ષ ભેજ અને વારંવાર વરસાદ ફૂગ (અને રોગ) ના જીવન ચક્રની તરફેણ કરે છે. ફૂગ છોડને બીજઅંકુરણના તબક્કે સંક્રમિત કરી શકે છે, પરંતુ જો ખેતરને યોગ્ય ફળદ્રુપ કરવામાં આવે તો તે ભાગ્યે જ ઉપજને નોંધપાત્ર નુકશાન કરે છે. ઝડપથી વિસ્તરતા પાંદડા લક્ષણો વિકસાવવા માટે ઓછા સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • જો તમારા બજારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો નું વાવેતર કરો.
  • બિન-યજમાન પાક (બિન-ઘાસ પાક અથવા સોયાબીનના) સાથે લાંબા ગાળાના પાકની ફેરબદલી ની યોજના કરો.
  • લક્ષણો ની હાજરી માટે ખેતરની ચકાસણી કરો, ઉદાહરણ તરીકે ડાળીમાં સડો.
  • જમીનમાં સંતુલિત ફળદ્રુપતા અને સ્થિર પીએચ સ્તર જાળવો.
  • ખેતરમાં સારી રીતે પાણી ના નિકાલની વ્યવસ્થા પુરી પાડો.
  • ખેતરમાં અને તેની આસપાસ નિંદણનું નિયંત્રણ કરો.
  • લણણી પછી ઊંડી ખેડ કરો અને અવશેષો દાટી દો .

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો