મગફળી

ફીલોસ્ટીકટ પાંદડા પર ના ટપકા

Nothophoma arachidis-hypogaeae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર ઘાટા માર્જિન સાથે આછા રાતા જખમ હોય છે.
  • છિદ્રો વાળા પાંદડાના જખમ ભૂખરા રંગના બની જાય છે, સુકાય જાય છે, અને ખરી પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક

મગફળી

લક્ષણો

પાંદડા પર અનિયમિત રાતા પ્રકાશિત જખમ (૧.૫ થી ૫ મીમી) લાલ રંગના માર્જિનથી ઘેરાયેલા દેખાય છે. જેમ રોગ વિકસે છે, જખમ નુ કેન્દ્ર ભૂખરા રંગ નુ બની જાય છે અને સૂકાઈ જાય છે કેટલાક કિસ્સાઓમાં આખરે ખરી પડે છે. પાંદડાને એક છિદ્ર છોડીને ચીંથરેહાલ દેખાવ આપે છે. જખમ ભેગા મળી ને મોટા, અનિયમિત, નેક્રોટિક પેચો બનાવે છે. રોગગ્રસ્ત પેશીઓની અંદર કાળા મરી જેવા ફૂગના બીજ પાંદડા ની બન્ને બાજુ જોઇ શકાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને આ ફૂગના રોગ માટે કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. જો તમને કોઈ એવી વસ્તુની ખબર હોય જે આ રોગ સામે લડવામાં મદદ કરી શકે, તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. તમારી પાસેથી આગળની સુનાવણીની રાહ જોયશુ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફીલોસ્ટીકટ પાંદડા ના ટપકા થી નુકસાન સામાન્ય રીતે ન્યૂનતમ હોય છે, તેથી ફૂગનાશક દવાઓ ભાગ્યે જ ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

જમીનમાં ચેપગ્રસ્ત પાકના ભંગારમાં ફૂગ લગભગ એક વર્ષ વ્યવસ્થિત રહી શકે છે. સામાન્ય રીતે માટીમાંથી તે છોડના ક્ષતિગ્રસ્ત અને નેક્રોટિક પેશીઓને ચેપ લગાવે છે જે અન્ય રોગોથી પ્રભાવિત હોય છે અથવા ખેતી કામ દરમિયાન નુકશાન પામેલા (ગૌણ ચેપ)છોડ થી ચેપ લાગતો હોય છે. તે પછી તંદુરસ્ત પેશીઓમાં ફેલાય છે અને વિશિષ્ટ લક્ષણો બતાવે છે. ફૂગના વિકાસ અને રોગની પ્રગતિ માટે મહત્તમ પરિસ્થિતિઓ તાપમાન ૨૫-૩૦ ° સે અને પીએચ મૂલ્યો ૫.૫-૬.૫ ની વચ્ચે હોય છે. ફીલોસ્ટીકટ પાંદડા ના ટપકા ને મગફળીનો મોટો રોગ માનવામાં આવતો નથી.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ખેતર કામ દરમિયાન છોડને ઇજા ન પહોચે તેની કાળજી લો.
  • રાત્રે ભીની માટીની સ્થિતિ ટાળવા માટે સવારે સિંચાઈ કરો.
  • લણણી પછી પાકનો કાટમાળ કાઢી તેને બાળી નાખો.
  • જમીનના પીએચ મૂલ્યોમાં વધારો કરવા માટે ખેતર મા ચુનો છાંટવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો