Puccinia sorghi
ફૂગ
પાંદડાની બંને બાજુએ સૂક્ષ્મ ટપકાં દેખાય છે અને ધીમે ધીમે તે નાના, પીળાશ પડતા બદામી, સહેજ ઉપસેલા ટપકામાં વિકાસ પામે છે. આ મુખ્યત્વે વિસ્તરેલ ટપકા પછીથી પાવડર જેવા, સોનેરી બદામી ફોલ્લીઓ ઉપલી અને નીચલી બાજુઓ પર અનિયમિત પટ્ટીઓમાં ફેરવાઇ જાય છે. છોડના વિકાસ સાથે કાળા રંગના થઈ જાય છે. અન્ય રસ્ટ રોગો ની સરખામણી માં દાંડીઓ, પાંદડાંના કોષો અથવા કુશ્કી જેવા છોડના અન્ય ભાગો પર સામાન્ય રીતે લક્ષણો જોવા મળતા નથી. જોકે, તેના કારણે દાંડીઓ નબળી અને પોચી વિકસે છે અને ઝુકેલી રહેવાની સંભાવના છે. પૂર્ણ વિકસિત પાંદડા કરતા નાના કુમળા પાંદડાની પેશી ફૂગના ચેપમાં વધુ સંવેદનશીલ છે. શરૂઆતના તબક્કા દરમિયાન ચેપી છોડના પાંદડાં પીળા દેખાય છે અને ખરી જાય છે ,જો ઉપલા પાંદડાને અસર થાય તો ઉપજને ખુબજ નુકસાન થાય છે.
ફૂસીનીયા સોરઘી સામે અત્યાર સુધી કોઈ વૈકલ્પિક સારવાર ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમે જો આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિશે કંઈપણ જાણતા હોવ તો અમને જણાવશો . અમે તમારા તરફથી જાણવા માટે ઉત્સુક છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સંવેદનશીલ જાતો પર ફુગનાશકો નો ઉપયોગ કરવામાં આવે તો તે ફાયદાકારક હોઈ શકે છે. જો હવામાન પરિસ્થિતિઓને કારણે રોગ ખૂબ જ ઝડપથી ફેલાતો હોય તો ,મોસમ ની શરૂઆતમાં પાંદડા પર ફૂગનાશકનો છંટકાવ કરવો.આ રોગના નિયંત્રણ માટે અસંખ્ય ફુગનાશકો ઉપલબ્ધ છે. મંકોઝેબ, પાયરાક્લોસ્ટ્રોબીન, પાયરાક્લોસ્ટ્રોબીન + મેટકોનાઝોલ , પાયરાક્લોસ્ટ્રોબીન + ફ્લક્ષાપાયરોક્ષેડ , એઝોક્સીસ્ટરૉબિન + પ્રોપિકોનાઝોલ, ટ્રિફ્લોક્સીસ્ટરૉબિન + પ્રોથીઓકોનાઝોલ સમાવતા ઉત્પાદનો રોગ નિયંત્રિત કરવા માટે વાપરી શકાય છે. સારવાર માટે નું એક ઉદાહરણ : જયારે ફોલ્લીઓ દેખાય કે તરતજ @ 2.5 ગ્રા / લી મંકોઝેબ નો છંટકાવ કરવો અને ફૂલ આવવાની શરૂઆત ત્યાં સુધી 10 દિવસના અંતરાલ પર પુનરાવર્તન કરો.
ફૂસીનીયા સોરઘી ફૂગ ના કારણે આ રોગ થાય છે. ફૂગ શિયાળા દરમ્યાન વૈકલ્પિક યજમાન (ઓક્ષલીસ ની એક પ્રજાતિ) માં રહે છે અને વસંત દરમ્યાન બીજકણ છુટા પાડે છે. બીજકણો પવન અને વરસાદ દ્વારા વધારે અંતર સુધી ફેલાય છે. તેઓ જયારે પાંદડા પર વિસ્થાપિત થાય છે ત્યારે ચેપ ફેલાવવાની શરૂઆત થાય છે. માધ્યમિક ચેપ એક છોડમાંથી બીજા છોડમાં પણ પવન અને વરસાદને કારણે થઇ શકે છે. રોગના વિકાસને ઊંચા પ્રમાણમાં ભેજ(લગભગ 100%), ઝાકળ, વરસાદ અને 15 અને 20 ° સે વચ્ચે નું ઠંડુ તાપમાન (વિસ્તારને આધારે બદલાય છે) વધુ અનુકૂળ આવે છે. જયારે બદલામાં ગરમ, શુષ્ક હવામાન ફૂગનો વિકાસ ધીમો અથવા પાછો પાડે છે અને રોગની અસરને અટકાવે છે.બીજ ઉત્પાદન અને મીઠી મકાઈ માટે ઉપયોગમાં લેવાતા છોડમાં વધારે સમસ્યા હોય છે. છોડ, પશુધનના ખોરાક માટે, ઔદ્યોગિક ઉત્પાદનો માટે, અથવા પ્રોસેસ્ડ ખાદ્ય સામગ્રી બનાવવા માટે ઉગાડવામાં આવતા છોડ ને સંબંધ નથી. છોડની ઓછી ઉત્પાદકતા અને નમીજવાને કારણે ઉપજમાં ઘટાડો થાય છે.