સ્ટ્રોબેરી

વનસ્પતિ ફૂગ

Botrytis cinerea

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા, અંકુર, ફળો અથવા શીંગો પર ભૂખરા રંગની ફૂગ.
  • પેશીઓ પર ફંગલ વૃદ્ધિના રૂંવાટીવાળા અને ભૂખરા રંગના ડાઘ.
  • અસરગ્રસ્ત છોડના ભાગોનું નમવું, છીકણી રંગનું થવું અને ભીના થઇ જવું.
  • ડાળીઓનું મરી જવું અને કેન્કરની રચના થવી.

માં પણ મળી શકે છે

27 પાક

સ્ટ્રોબેરી

લક્ષણો

પાંદડા, કળીઓ, શીંગો અથવા ફળો પર ફૂગનો વિકાસ એ સૌથી વિશિષ્ટ લક્ષણ છે. શરૂઆતમાં, જમીનને અડેલ અથવા ઈજા પામેલ ભાગમાં છૂટાછવાયા છીકણી રંગના અને પાણીવાળા જખમ દેખાય છે.આ પેશીઓ પર ફંગલ વૃદ્ધિથી રુવાંટીવાળા અને ભૂખરાથી છીકણી રંગના ડાઘ વિકસે છે. પછીથી, નાના ફળો અને શીંગો પર ફૂગ વિકસે છે, તેમને એક અસ્પષ્ટ દેખાવ આપે છે. વૈકલ્પિક રીતે, લક્ષણો સંગ્રહ તબક્કા દરમિયાન દેખાય છે. બંને કિસ્સાઓમાં, ગંભીર નુકસાન થઇ શકે છે. બાગાયતી પાકની સંવેદનશીલ જાતોના કિસ્સામાં મૂળ પાંદડા અને ડાળીઓનો સડો પાકની સંપૂર્ણ નિષ્ફળતાનું કારણ બને છે. પ્રસંગોપાત, થડવાળા પાકમાં શાખાઓ મરી જાય છે અને કેન્કરની રચના થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

મોટા ભાગના પાકોમાં સ્પર્ધાત્મક ફૂગ ટ્રીચોડર્મા હર્ઝિઅનમ ધરાવતાં જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ અસરકારક છે. લેટસના પાક પર ઉપયોગ કરવા માટે સ્ટ્રેપ્ટોમીસીસ ગ્રીઝોવાયરાઇડ્સ પર આધારિત ઉત્પાદનો પણ ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ ફૂગ લણણીના સમયે નજીકના યજમાન છોડ પર આશરો મેળવે છે, તેથી તેના પર રસાયણોનો ઉપયોગ પણ ખાસ અસર કરતો નથી અને તેની અસર પાક પર થાય છે, આમ તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. શરૂઆતના તબ્બકામાં લાગેલ ચેપના કિસ્સામાં, તેના ફેલાવાને નિયંત્રિત કરવા માટે ક્લોરોથોલોનીલવાળા સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે. ફ્લુઝિનામ પર આધારિત અન્ય ફૂગનાશક દવાઓ, અને થિઓફેન્ટ-મિથાઈલ પણ કામ કરી શકે છે. જ્યારે ફૂગનાશકોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રતિકારનો ઉદ્ભવ થવો એ સામાન્ય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો માટીજન્ય ફૂગ બોટ્રીટીસ સિનેરિયાથી થાય છે, જે છોડના તમામ ભાગો પર વિકસિત થઈને ચેપ લગાઈ શકે છે. ભેજવાળા વાતાવરણ, વારંવાર વરસાદ અને ઠંડુ તાપમાન આ લક્ષણોની તરફેણ કરે છે. ફૂગના વિકાસ, છોડના વસાહતીકરણ અને રોગની પ્રગતિ માટે નોંધાયેલ શ્રેષ્ઠ તાપમાનની શ્રેણી ૧૫ થી ૨૦° સે છે. ખેતરમાં કામ કરતી વખતે પાંદડા અથવા છોડના જે ભાગો પર યાંત્રિક ઈજા થઇ હોય તેને ચેપ જલ્દી લાગે છે. નીચલા ભાગના પાંદડા સૌથી વધુ સંવેદનશીલ હોય છે. અતિશય સિંચાઇ અને ગાઢ છત્ર એ ફુગના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ આપીને રોગના સ્તરમાં વધારો કરી શકે છે.


નિવારક પગલાં

  • ખેતરમાં ડ્રેનેજની સારી વ્યવસ્થા કરો અને અયોગ્ય સિંચાઈ ટાળો.
  • પ્રમાણિત સ્રોતોમાંથી આવતી વાવેતરની તંદુરસ્ત સામગ્રીનો ઉપયોગ કરો.
  • પ્રતિરોધક અથવા સહિષ્ણુ જાતો વાપરો.
  • વહેલી વાવણી કરો અથવા વહેલા પાકતી જાતોનો ઉપયોગ કરો.
  • છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • ફૂગના જીવનચક્રને નબળું બનાવવા અને તેની વૃદ્ધિ ઘટાડવા માટે લીલા ઘાસના ખાતર (મલ્ચ)નો ઉપયોગ કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત છોડની અસરગ્રસ્ત પેશીઓને દૂર કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને ઇજા ન થાય તેની ખૂબ કાળજી લો.
  • વધારે પડતું ખાતર ન નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો