ચોખા

ચોખાના દાંડીમાં (જ્યાં પાંદડાં દાંડી સાથે જોડાયેલ હોય) ફૂગ

Rhizoctonia solani

ફૂગ

ટૂંકમાં

  • સાંઠા પર લંબગોળ, પાણી શોષાવાનાં કારણે લીલા કે રાખોડી રંગના ઝખ્મ.
  • પાંદડાં અને સાંઠા પર બદામી કિનારી સાથે સફેદ કે રાખોડી રંગના જખમ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

પાણીના સ્તરની નજીકના સાંઠા (જ્યાં પાંદડાં જોડાયેલ છે તે જગ્યા) ઉપર જખમ નિર્માણ થવા તે રોગના પ્રારંભિક લક્ષણો છે. જખમ લંબગોળ, રાખોડી અથવા લીલા રંગના, 1-3 સે.મી. લાંબા અને પાણી શોષાવાથી નિર્માણ થતા જખમ જેવા દેખાય છે. આ જખમ અનિયમિત રીતે વિકાસ પામે છે અને ફરતે કથ્થઈ રંગની કિનારી સાથે રાખોડી અથવા સફેદ રંગના બને છે. જેમ જેમ રોગનો વિકાસ થાય છે, છોડના ઉપરના ભાગને ચેપ લાગે છે. આ ભાગ ઉપર, ઝડપથી વિકાસ પામતા જખમ જોવા મળે છે અને પાંદડા સંપૂર્ણપણે આછા રંગના બને છે. આના કારણે પાંદડાં અને સંપૂર્ણ છોડનો નાશ થાય છે. તેનાથી આગળ, છોડની સપાટી ઉપર ફુગજન્ય ફોલ્લીઓનું નિર્માણ થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કમનસીબે, આ સમયે જૈવિક નિયંત્રણ તરીકે કોઈ પણ અસરકારક પદ્ધતિઓ ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ચેપ અટકાવવા માટે, નીચેના ફુગનાશકનો ઉપયોગ કરો: હેક્સાકોનેઝોલ 5ઇસી (2 મિલી / લી) અથવા વેલીડેમાયસીન 3લી(2મિલી/લી) અથવા પ્રોપિકોનેઝોલ 25 ઇસી (1મિલી/લી) અથવા ટ્રાયફ્લોકસીસ્ટ્રોબીન + ટેબ્યુકોનેઝોલ (0.4ગ્રા/લી). 15 દિવસમાં બે વાર વારાફરતી છંટકાવ કરવો.

તે શાના કારણે થયું?

28 અને 32° સે વચ્ચેનું તાપમાન, નાઇટ્રોજનયુક્ત ખાતર નું વધુ પ્રમાણ અને સંબંધિત ભેજનું 85-100% વચ્ચેનું વધુ પ્રમાણ એ ચોખાના સાંઠામાં ફૂગના રોગ માટે અનુકૂળ પરિસ્થિતિ છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં, ચેપ અને રોગના ફેલાવાનું જોખમ વધુ રહે છે. બંધ પ્રકારની ટોચ ભેજવાળી પરિસ્થિતિ અને સંપર્કની તરફેણ કરે છે. કેટલાંક વર્ષો સુધી ફૂગ નિષ્ક્રિય સ્ક્લેરોટિયમ (કાળા રંગના કડક દ્રવ્ય) તરીકે જમીનમાં અસ્તિત્વ ધરાવે છે. જયારે ખેતરમાં ભરપૂર પાણી આપવામાં આવે ત્યારે તે સપાટી પર તરે છે. જયારે તે ચોખાના છોડ સાથે સંપર્કમાં આવે છે, ત્યારે ફૂગ પર્ણદંડ માં પ્રવેશે છે, અને ચેપની પ્રક્રિયા શરૂ કરે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોત તરફથી તંદુરસ્ત બીજની ખરીદી કરવાની ખાત્રી કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, આ રોગ પ્રત્યે પ્રતિકાર ક્ષમતા ધરાવતી પ્રજાતિ નો ઉપયોગ કરો.
  • તમારા ચોખાના રોપાની મોડેથી વાવણી કરો.
  • વાવણી સમયે વાવેતરનો દર ઓછો રાખવો અથવા રોપા વચ્ચે વધુ અંતર રાખવું.
  • નાઇટ્રોજનયુક્ત ખાતરની યોગ્ય અલગ-અલગ ભાગમાં વહેંચણી કરી અને પાકને સંતુલિત ખાતર પૂરું પાડવાની યોગ્ય યોજના કરવી.
  • પાક ની સ્થાપના માટે તેમની શ્રેષ્ઠ ગીચતા જાળવી રાખવી (સીધુ વાવેતર અથવા રોપણી દ્વારા).
  • ખાસ કરીને પાળા ઉપર યજમાન નિંદણનું નિયંત્રણ કરવું.
  • રોગચાળાનું પ્રમાણ અટકાવવા માટે ઋતુની શરૂઆતમાં ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી કરો.
  • લણણી પછી ખાપરા અને છોડ ના અન્ય કચરા નો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો