Fusarium oxysporum
ફૂગ
કેળાંની જાત, રોગ પેદા કરતા જીવાણુની શક્તિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને રોગના લક્ષણો સહેજ બદલાઇ શકે છે. રોગ પ્રથમ જુના પાંદડા પર અને પછી ધીમે ધીમે ઉપરની તરફ નવા પાંદડાં પર ફેલાય છે. પીળા અને ચીમળાયેલ પાંદડાં અને પાંદડાંના ડીટાં તથા આધારથી વિભાજીત થડ દ્વારા રોગની લાક્ષણિકતા જોવા મળે છે. રોગગ્રસ્ત પાંદડા કથ્થઈ, સુકાયેલ બને છે અને આખરે પાંદડાના ડીટાં પાસેથી તૂટી પડે છે અને થડની આસપાસ "સ્કર્ટ" જેવી રચના કરે છે. પીળાશ થી લાલશ પડતી છટાઓ થડ પર જોઈ શકાય છે જે પાયામાં વધુ તીવ્ર દેખાય છે. આડો છેદ લઈને જોતા આંતરિક પેશીઓમાં લાલ-કથ્થાઈ રંગની વિકૃતિ જોવા મળે છે, જે પેશીઓમાં ફૂગનો વિકાસ અને સડાના સંકેતો દર્શાવે છે. આખરે, જમીન ઉપર અને નીચેના છોડના તમામ ભાગમાં સડો થાય છે અને નાશ પામે છે.
ટ્રાઇકોડર્મા વિરિડી ફૂગ અથવા બેક્ટેરિયા સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ જેવા જૈવનિયંત્રણ એજન્ટો થી સારવાર એ રોગની ઘટના અને ગંભીરતા ઘટાડવાની અસરકારક પદ્ધતિઓ છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. અન્ય ફૂગના રોગોથી અલગ એકવાર ફયુસીરીયમ સુકારો નો રોગ જોવા મળ્યા બાદ, તેને ફુગનાશકથી નિયંત્રિત કરી શકાતું નથી. વાવેતરના 6 મહિના પછી, બાલતરુને ચોક્કસ ફુગનાશકમાં (10 ગ્રા/10 લિટર પાણી ) રાખવાથી અને બાદમાં દર બીજા મહિને જમીનને તેનાથી ભીંજવવાની ભલામણ કરવામાં આવે છે.
પનામા રોગ (ફ્યુસિરિયમ સુકારો તરીકે પણ ઓળખાય છે) ફુસિરિયમ ઓકસીપોરમ ફૂગની એક પેટાપ્રજાતિ દ્વારા નિર્માણ થાય છે જે દાયકાઓ સુધી જમીનમાં ટકી શકે છે. તે નાના મૂળતંતુઓ દ્વારા છોડમાં પ્રવેશે છે, આ પ્રક્રિયા પાણીના અયોગ્ય, નબળા નિકાલની વ્યવસ્થામાં વધુ દેખાય છે. તે થોડા અંતર સુધી જમીન પરના પાણી, વાહનો, સાધનો અને બુટ-ચપ્પલ દ્વારા ફેલાય છે. ઉપરાંત, વાવેતર માટે ની ચેપગ્રસ્ત સામગ્રીથી, રોગ સામાન્ય રીતે દૂર સુધી ફેલાય છે. વધતું તાપમાન એ રોગના ફેલાવા માટે એક મહત્વપૂર્ણ ઘટક છે. થડની વાહકપેશીઓમાં સડો નિર્માણ થવાથી પાણી અને પોષકતત્વોના પરિવહન પર પ્રતિકૂળ અસર પડે છે અને તેથી પાંદડાં પીળા પડે છે અને છોડની તાજગીમાં ઘટાડો થાય છે. જો બધી પરિસ્થિતિ મળી રહે તો, ફયુસીરીયમ સુકારો એ કેળાં નો ખૂબ વિનાશક રોગ બની શકે છે.