કેળા

કેળાંના અંત ભાગમાં સિગાર જેવો સડો

Trachysphaera fructigena

ફૂગ

ટૂંકમાં

  • ફળનો છેડો સુકો, કાળા-રાખોડી રંગનો બને છે.
  • વિકસિત ફૂગ અમગ્ર ફળને આવરી લે છે.
  • અસામાન્ય આકાર.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

ફળની અણી પર સૂકો રાખોડી થી કાળા રંગના સડાથી રોગની લાક્ષણિકતા દેખાય છે. ખરેખર ફૂગનો વિકાસ ફૂલ આવવાના તબક્કે શરૂ થાય છે અને ફળો પાકવાની પ્રક્રિયા નબળી પાડે છે. અસરગ્રસ્ત વિસ્તારો પર, બળેલી સીગારની રાખ જેવી, રાખોડી રંગની ફૂગનના આવરણનો વિકાસ થાય છે અને તેથી, આવું સામાન્ય નામ છે. સંગ્રહ અથવા પરિવહન દરમિયાન રોગ વધીને સમગ્ર ફળ પર લાગી શકે છે અને ફળ "શબ જેવી" પ્રક્રિયામાં પરિણામે છે. ફળો અસામાન્ય આકાર હોય છે, તેની સપાટી પર આવરણ સ્પષ્ટ હોય છે અને છાલ પર જખમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ફુગને નિયંત્રિત કરવા માટે ખાવાના સોડા આધારિત છંટકાવ કરી શકાય છે. આ દ્રાવણ બનાવવા માટે, 2 લિટર પાણીમાં 50 ગ્રામ સાબુ સાથે 100 ગ્રામ ખાવાનો સોડા ઓગાળવો. ચેપ અટકાવવા માટે પર આ મિશ્રણનો ચેપગ્રસ્ત શાખાઓ અને નજીકની શાખાઓ પર છંટકાવ કરવો. આનાથી કેળાની સપાટી પર પીએચ નું સ્તર વધી જાય છે અને ફૂગની વૃદ્ધિ અટકે છે. કોપરજન્ય ફૂગનાશકથી છંટકાવ પણ અસરકારક હોઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે આ રોગનું મહત્વ ગૌણ છે અને તેના માટે ભાગ્યે જ રાસાયણિક નિયંત્રણની જરૂર પડે છે. એક વાર અસરગ્રસ્ત ઘોણ પર મેન્કોઝેબ, ટ્રાયોફેનેટ, મિથાઈલ અથવા મેટાલેકસીલ છાંટી શકાય અને પછીથી પ્લાસ્ટિક સાથે આવરી લેવું જોઈએ.

તે શાના કારણે થયું?

કેળાંના અંત ભાગમાં સિગાર જેવા સડાનો રોગ મુખ્યત્વે ફૂગ ટ્રેચીસફેરા ફ્રૂક્તીજીના ફુગના કારણે અને ક્યારેક અન્ય ફૂગ (વર્ટિસિલિયમ થિયોબ્રોમે) દ્વારા ફેલાય છે. તે પવન અથવા વરસાદના છાંટાં દ્વારા તંદુરસ્ત પેશીઓ પર પરિવહન પામે છે. વરસાદી ઋતુ દરમિયાન ફૂલ આવવાના તબક્કામાં ફૂગ કેળા પર હુમલો કરે છે. તે ફૂલ મારફતે કેળ પર ચેપ લગાડે છે. ત્યાંથી પછી , તે ફળની ટોચ ફેલાય છે અને સૂકો સડો કે જે સિગારની રાખ જેવો દેખાય છે, અને તેથી તેનું સામાન્ય નામ એવું છે. ચેપ સામાન્યરીતે શરૂઆતના દિવસોમાં ફળના ઉદભવ બાદ અને, ખાસ કરીને ઊંચાઇવાળા વિસ્તારોમાં અને છાંયાવાળા વિસ્તારોમાં વાવેતર કર્યું હોય ત્યાં, ગરમ ભેજવાળી સ્થિતિમાં જોવા મળે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • છોડની ટોચ પર સારી હવાઉજાસ જાળવો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડની પેશીઓમાં નુકસાન થતું ટાળો.
  • સંભાળ અને સંગ્રહ દરમિયાન રોગની અસર ઘટાડવા માટે સાધનો અને સંગ્રહ સુવિધાઓને સંપૂર્ણપણે સ્વચ્છ કરો.
  • વરસાદથી કેળાના ફળોને રક્ષણ આપવા પ્લાસ્ટિકના આવરણનો ઉપયોગ કરો.
  • કેળમાં ભેજ એકત્રિત થતો ઘટાડવા વધારાના પાંદડા કાપી નાખવા.
  • ઘોણની રચના થયા બાદ ફૂલના વધારાના તમામ અવશેષો દૂર કરો.
  • ખાસ કરીને વરસાદની મોસમ દરમિયાન, નાશ પામતાં અથવા નાશ પામેલા તમામ પાંદડા નિયમિતતાથી દૂર કરો.
  • દૂષિત કેળાંને તરત દૂર કરવા જોઈએ.
  • ચેપગ્રસ્ત છોડના ભાગને બાળી અથવા જ્યાં કેળાંની ખેતી કરવામાં આવતી ન હોય તે વિસ્તારમાં દફનાવી દેવા.
  • રોગના બનાવ ઘટાડવા માટે ઠંડા (તુરંત 14 ° C તાપમાને ઠંડુ થાય) અને સૂકા સ્થળોએ સંગ્રહ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો