કેળા

પીળા રંગની સિંગાટોકા ફૂગ

Mycosphaerella sp.

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી પર આછા લીલા રંગની રેખાઓ.
  • વિસ્તરેલ જખ્મ સાંકડી, કથ્થઈ ટપકાવાળી કાટજેવી લાલ રંગની છટાઓ બનાવે છે.
  • પીળી, પાણી શોષાયેલ કિનારી સાથે લાલ છટાઓ.
  • પાંદડાની કિનારી સાથે કથ્થઈ થી કાળા મોટા મૃત વિસ્તારો.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

પ્રારંભિક લક્ષણો ત્રીજા કે ચોથા ખુલ્લા પાંદડા પર જોઈ શકાય છે. ઉપરના પાંદડાની ધાર પર ,ગૌણ નસો ને સમાંતર નાની, આછા પીળા રંગની રેખાઓ (1-2 મીમી લાંબી) દેખાય છે. પછી આ રેખાઓ સાંકડી, બદામી અથવા ઘેરા લીલા રંગની તકલી આકારની ફોલ્લીઓ વિકસાવે છે. આ જખમ નસોને સમાંતર વધુ વિસ્તૃત બને છે અને પાણી શોષાયેલ કેન્દ્રો અને પીળા રંગની આભા સાથે (4 થી 12 મીમી લંબાઈ) કાટ જેવા લાલની લંબગોળ છટાઓની રચના કરે છે. છટાઓના કેન્દ્ર ધીમે ધીમે રાખોડી-કથ્થાઈ થી કથ્થાઈ બને છે, અને સુકારાની નિશાની બતાવે છે. પાંદડાની કિનારી પાસે, તેઓ એકત્ર થઇ વિશાળ પીળા પટ્ટાઓથી ઘેરાયેલ કાળા અથવા કથ્થઈ રંગના ઝખ્મ નિર્માણ કરે છે. પાંદડાના ફાટવાથી તેનો દેખાવ ખરબચડો બને છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ સાથે ટ્રાઇકોડર્મા એટ્રોવિરીડે પર આધારિત જૈવિક-ફુગનાશકમાં રોગને નિયંત્રિત કરવાની ક્ષમતા છે અને ખેતરમાં ઉપયોગ માટે તેની ચકાસણી પર કરવામાં આવી છે.કાપણી કરાયેલ ખેતરમાં બોર્ડેક્સ નો છંટકાવ કરવાથી છોડના આ ભાગો પર રોગનો ફેલાવો અવરોધી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યારે રોગ વધુ ફેલાયો ન હોય ત્યારે મેન્કોઝેબ,કેલિક્ષિન અથવા ક્લોરોથેલોનીલ ધરાવતાં ફુગનાશકોથી પાંદડાં પર છંટકાવ કરી શકાય છે. પ્રોપિકોનેઝોલ, ફેનબ્યુકોનેઝોલ અથવા એઝોકસીસ્ટ્રોબીન જેવા પ્રણાલીગત ફુગનાશક પણ વારાફરતી આપવાથી સારું પરિણામ મળે છે.વારાફરતી આપવું એ ફૂગમાં પ્રતિકાર નિર્માણ થતો અટકાવવા માટે મહત્વપૂર્ણ છે.

તે શાના કારણે થયું?

પીળા રંગના સીગાટોકા માયકોસફરેલા મ્યુઝિકોલા ફૂગ ના કારણે નિર્માણ થાય છે અને તે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. તે કેળાના સૌથી વિનાશક રોગો પૈકી એક છે. તે વધુ ઊંચાઇએ અને ઠંડા તાપમાને, અથવા હુંફાળા વાતાવરણ અને વધુ ભેજ સાથે ઉષ્ણકટીબંધીય પ્રદેશોમાં વરસાદના સમય દરમિયાન વારંવાર જોવા મળે છે. નાશ પામેલ અથવા જીવંત છોડની પેશીઓમાં ફૂગ ટકી રહે છે, અને રોગના બીજકણ નિર્માણ કરે છે કે જે પવન અથવા વરસાદના છાંટા મારફતે ફેલાય છે. લગભગ 27° સે તાપમાન ફૂગની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે અને તાજાં પાંદડાં તેના પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. રોગ છોડ ઉત્પાદકતા ઘટાડે છે, ઉપરાંત તે કેળાના ઘોણના કદને અસર કરે છે અને ફળ પાકવાનો સમયગાળો ટૂંકાવે છે.


નિવારક પગલાં

  • પાણી ના નિકાલ ની સારી વ્યવસ્થા થી જમીન માંથી ઊંચા ભેજની સ્થિતિ ટાળો.
  • પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો (નોંધ લો કે આ નકારાત્મક રીતે સ્વાદ પર અસર કરી શકે છે).સારા હવાઉજાસની ખાતરી કરવા માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • ખેતર અને તેની આસપાસ માંથી નિંદણ સાફ કરો.
  • વૃક્ષોના સંતુલિત પોષણની ખાતરી કરો.ઉપદ્રવને ઘટાડવા માટે પોટેશિયમથી ભરપૂર ખાતરનો ઉપયોગ કરો.
  • જમીન પર ફુગના વિકાસના સમાધાન માટે નાઇટ્રોજન ના સ્ત્રોત તરીકે યુરિયા લાગુ કરો.
  • ચેપગ્રસ્ત પાંદડા કાપી લો, પછી તેમને વાવેતર થી બહાર બાળી દો અથવા તેમને દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો