પપૈયા

પપૈયા પર કથ્થઈ ટપકા

Corynespora cassiicola

ફૂગ

ટૂંકમાં

  • જૂના પાંદડાઓ પર નાના કથ્થઈ ટપકા દેખાય છે અને ધીમે ધીમે ઉપરની તરફ વધે છે.
  • ટપકા મોટા થાય છે અને પીળા રંગની આભા ઘેરી કિનારીવાળા આછા રાખોડી થાય છે.
  • તેનું કેન્દ્ર મૃત બને છે અને (શોટ-છિદ્ર) ખરી જાય છે.
  • ભીના હવામાન દરમિયાન ફળો પર કથ્થઈ ડૂબી ગયેલ ફોલ્લીઓ દેખાઈ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

પપૈયા

લક્ષણો

શરૂઆતમાં,જૂના પાંદડાઓ પર નાના કોણીય બદામી ટપકા દેખાય છે અને ધીમે ધીમે ઉપર વધે છે. રોગના વિકાસ સાથે, ટપકા મોટા થાય છે અને પીળા રંગની આભા થી સંપૂણ ઘેરાયેલા ઘેરી કિનારીવાળા આછા રાખોડી થાય છે. તેનું કેન્દ્ર મૃત બને છે અને (શોટ-છિદ્ર) ખરી જાય છે, પાંદડાને એક ખરબચડો દેખાવ આપે છે. ભીનું પરિસ્થિતિમાં, ટપકા ખૂબ મોટી વૃદ્ધિ પામે છે અને એક સાથે જોડાય છે , લક્ષ્ય જેવા પાસા વિકસાવે છે. ક્યારેક ક્યારેક પાંદડાંની દાંડી અને ડાળી પર લંબગોળ, ઘાટા ટપકા પણ દેખાય છે. સામાન્ય રીતે ફળો પર લક્ષણો વિકસતા નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, લાંબા સમય સુધી ભીના હવામાન દરમિયાન ,કથ્થઈ ડૂબી ગયેલ ફોલ્લીઓ દેખાઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પાંદડા પર જખમના આકારને નિયંત્રિત કરવા માટે સિલોન તજ (0.52 એમએલ / એમએલ) ના આવશ્યક તેલના અર્ક ને લાગુ કરી શકાય છે. ફળોને ચેપ લાગે તે પહેલા પાકની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, અન્યથા સારવારની કોઈ અસર થતી નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.જો લક્ષણો તીવ્ર હોય તો,ઉદાહરણ તરીકે, જો પાંદડા પર વ્યાપક પ્રમાણ માં સડો થાય છે ,તો મંકોઝેબ, તાંબુ અથવા ક્લોરોથલોનીલ સમાવતા ફુગનાશકો નો સમયાંતરે ઉપયોગ આ રોગ ને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ફૂગનાશક બેન્ઝીમિડાઝોલ માટે થોડોક પ્રતિકાર થયો છે.

તે શાના કારણે થયું?

કોરીનેસ્પોરા કેસ્સિઈકોલ ફુગને કારણે રોગ થાય છે. તે ઉષ્ણકટિબંધીય અને તેની આજુબાજુ ના વિસ્તારમાં સૌથી સામાન્ય છે. તે મુખ્યત્વે કાકડી અને ટામેટા માં રોગ પેદા કરતા જીવાણુ છે અને ક્યારેક ક્યારેક પપૈયાને અસર કરે છે. તે પાંદડાની નીચેના ભાગમાં વિકાસ પામતા બીજ દ્વારા ફેલાય છે. બીજ પવન અને વરસાદ દ્વારા એક છોડથી બીજા છોડ પર ફેલાય છે. ભીનું અને ભેજવાળુ હવામાન ભારે ઉપદ્રવ ની તરફેણ કરે છે. પાંદડા માં વ્યાપક સડો ઉપજનું નુકસાન અને ફળની ગુણવત્તા માં ઘટાડો પરિણમી શકે છે. ગૌણ યજમાનો માં ઘણા નીંદણ તેમજ એવોકાડો, બ્રેડફ્રુટ, કસાવા, સોયાબીન અથવા રીંગણનો સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • આ રોગ પપૈયા પર પૂરતા પ્રમાણમાં ગંભીર નથી તેથી કોઈપણ સુરક્ષાત્મક પગલાનું સમર્થન કરવામાં આવતું નથી.
  • ટમેટા અને કાકડી ના ખેતર ની નજીક પપૈયા નું વાવેતર ટાળો.
  • નીંદણનું યોગ્ય સંચાલન પાક થી પાક પર રોગનું સંક્રમણ અટકાવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો