કેરી

આંબા માં સુકારો

Botryosphaeria rhodina

ફૂગ

ટૂંકમાં

  • ઝાડની છાલ, ડાળી અને પાંદડા ઘેરાં રંગના બને છે અને નબળા પડે છે.
  • પાંદડા ઉપર તરફ વળે છે અને ખરી પડે છે.
  • પાનખર નિર્માણ થાય.
  • શાખા અને ડાળીમાંથી ગુંદરનો સ્ત્રાવ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

આંબામાં બોટ્રીઓસ્ફેરિયા રહોડીના ફૂગનો ચેપ પોતાની જાતને શુષ્ક શાખામાં પ્રદર્શિત કરે છે અને તેનાથી સંપૂર્ણપણે પાનખર નિર્માણ થઈ શકે છે. રોગના પ્રાથમિક તબક્કામાં, છાલના રંગમાં વિકૃતિ આવે છે અને ઘાટા રંગની બને છે. પછીના તબક્કામાં, યુવાન શાખાઓ પાયામાંથી નબળી પડે છે અને પાંદડાને અસર થાય ત્યાં સુધી વિસ્તરે છે. પેશીઓ કથ્થાઈ રંગની બનવાથી, પાંદડા ઉપર તરફ વળે છે અને છેવટે વૃક્ષ પરથી ખરી પડે છે. નાશના છેલ્લા તબક્કામાં, ડાળીઓ અને શાખાઓમાંથી ગુંદરનો સ્ત્રાવ થાય છે. શરૂઆતમાં, ગુંદરના નાના ટીપાં દેખાય દેખાય છે, પરંતુ જેમ જેમ રોગ વિકસે છે તે સમગ્ર શાખા અથવા થડને આવરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, વૃક્ષની છાલ અથવા આખી ડાળીમાં તિરાડ પડે અને નાશ પામે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઝાડના અસરગ્રસ્ત ભાગોને તરત જ દૂર કરો અને નાશ કરો. રોગ પેદા કરતાં જીવાણુની સંપૂર્ણ નાબૂદીની ખાતરી કરવા માટે આસપાસની તંદુરસ્ત શાખાઓને કાપી લેવી.

રાસાયણિક નિયંત્રણ

કાપણી પછી, ઘાવ પર 0.3% સાંદ્રતા વાળું કોપર ઓક્સીકલોરાઇડ લાગુ કરો. ઝાડમાં ચેપનો દર ઘટાડવા વર્ષમાં બે વખત બોર્ડેક્સનું મિશ્રણ લાગુ કરો. થીઓફેનેટ-મિથાઈલ ધરાવતા છંટકાવ બી. રહોળીના સામે અસરકારક સાબિત થયા છે. ઝાડ પર બાયફેથ્રિનની સારવાર કરી છાલ પરના ફૂદાં અથવા કાણા પાડનાર ઈયળને નિયંત્રણમાં રાખો.

તે શાના કારણે થયું?

બોટ્રીઓસ્ફેરિયા રહોડીના છોડના સુકાયેલ પેશીઓમાં લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. તે થડ અને શાખાઓ પર રહેલ ઘાવ મારફતે આંબાના ઝાડની વાહક પ્રણાલીમાં પ્રવેશ કરે છે. ચેપ લાગવા માટેની ચોક્કસ પદ્ધતિ સંપૂર્ણપણે સમજી શકાઈ નથી. જંતુઓ (ફૂદાં) દ્વારા નિર્માણ થયેલ ઝખ્મ અથવા ખેતરમાં કામ કરતી વખતે થયેલ યાંત્રિક ઇજાઓ શક્ય પ્રવેશ સ્થાન છે. ડાળી પરની મૃત છાલમાં રહેલ રોગકણ એ ચેપ માટેનો પ્રાથમિક સ્ત્રોત હોઈ શકે છે. વૃદ્ધિના સમય દરમ્યાન તે વૃક્ષો પર જ રહે છે અને લણણીના સમયગાળામાં તેનો ફેલાવો થાય છે. લોખંડ, જસત અને મેંગેનીઝની ઉણપ રોગ ફાટી નીકળવા માટેની તરફેણ કરી શકે છે. પાણી અને ઠંડીનો તણાવ પણ આ રોગ સાથે સંબંધ ધરાવે છે. આ રોગ વર્ષ દરમ્યાન કોઇપણ સમયે થઇ શકે છે, પરંતુ તે વૃદ્ધિના અંતિમ તબક્કા દરમ્યાન સૌથી વધુ પ્રચલિત છે.


નિવારક પગલાં

  • તમારા વૃક્ષોને તંદુરસ્ત રાખો અને તેમને નિયમિતરીતે પાણી આપો.
  • ઠંડીના તણાવ અથવા પોષકતત્વોની ઉણપ વાળા સંવેદનશીલ વિસ્તારોમાં રોપણી કરશો નહિ.
  • પ્રારંભિક તબક્કે શક્ય એવા ચેપને ઓળખવા માટે નિયમિતપણે વાડીનું નિરીક્ષણ કરો.
  • વૃક્ષોને નુકશાન કે ઝખ્મ થતાં ટાળો કે જે ફૂગના પ્રવેશ માટે મુખ્ય જગ્યા બની શકે છે.
  • નાશ પામેલ વૃક્ષની સામગ્રી વાડી માંથી તરત જ દૂર કરો.
  • સંતુલિત ખાતર પૂરું પાડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો