Oidium caricae-papayae
ફૂગ
પ્રથમ પાંદડાની નીચેની સપાટી પર સફેદ પાઉડરી ફુગના આવરણ થી ઠંકાયેલા પાણી શોષાયેલા કણોવાળા ટપકા ,મોટેભાગે પાંદડાની નસોને અડીને, પાંદડાંના ડીટાં પર અને ફૂલોના પાયા પર દેખાય છે. ક્યારેક, પાંદડાની ઉપરની બાજુ સફેદ ફુગથી ઠંકાયેલા આછા લીલા-પીળા ટપકા ઉભરી આવે છે. આ ટપકા મૃત બદામી બને છે અને પાછળથી પીળા રંગની આભા દ્વારા ઘેરાઈ જાય છે. ગંભીરરીતે અસરગ્રસ્ત પાંદડા કરમાય છે અને અંદરની તરફ વળી જાય છે. ફળો પર વિવિધ આકારમાં સફેદ ફૂગ ની ચાદર દેખાય છે. સામાન્ય રીતે જૂના વૃક્ષો પર ચેપ ને કારણે ઓછું નુકસાન થાય છે. આમ છતાં, નાના કુમળા છોડમાં તે વધતી પેશીઓનું મૃત્યુ, પાનખર, ડાળી અને ફળપર જખમ અને મહત્વપૂર્ણ ઉપજને નુકસાન તરફ દોરી શકે છે.
વેટટેબલ સલ્ફર, સલ્ફર ડસ્ટ, અથવા ચૂનો સલ્ફર તેમજ પોટેશિયમ બાયકાર્બોનેટ આ રોગને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થયા છે. જોકે, જો ગરમ હવામાન દરમિયાન આ સારવાર કરવામાં આવે તો તે છોડ માટે ઝેરી હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, બેકિંગ પાવડર, લીમડાના તેલનો અર્ક અને સાબુનું દ્રાવણ ઉપયોગી હોઈ શકે છે. બધા કિસ્સાઓમાં, જો રોગ ગંભીર હોય તો આ સારવાર વધારે અસરકારક હોતી નથી.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.પપૈયા પર પાવડરી ફૂગ નિયંત્રણ કરવા માટે એઝોક્સીસ્ટ્રોબિન, મેન્કોઝેબ જેવા ફુગનાશકોનો ઉપયોગ કરી શકાય છે.
રોગ ઓઈડિયમ કેરીકે - પપૈયા ફૂગ ને કારણે થાય છે. ફૂગ ફક્ત પપૈયાના છોડ પર ટકે છે અને વધે છે. બીજકણ ખેતર વચ્ચે અને છોડથી છોડ માં પવન દ્વારા ફેલાય છે. દરેક વૃદ્ધિ ના તબક્કે પાંદડાઓ પર અસર થઇ શકે છે, પરંતુ જૂના પાંદડા વધુ સંવેદનશીલ હોય છે. ફૂગ છોડ કોષો ની બાહ્ય ત્વચાપર વસાહત કરે છે, જે લક્ષણોનું કારણ બને છે. રોગનો વિકાસ અને તેના લક્ષણોની ગંભીરતા ઓછા પ્રકાશનું સ્તર, ઊંચા પ્રમાણમાં ભેજ, મધ્યમ તાપમાન (18 થી 32 ° સે), અને દર વર્ષે 1500 થી 2500 મીમી સુધીના વરસાદ પર આધારીત છે.