Oidium mangiferae
ફૂગ
અસરગ્રસ્ત વૃક્ષ ના ભાગો પર લાક્ષણિક સફેદ, પાવડરી ફૂગની વૃદ્ધિની નાની પટ્ટીઓ દેખાય છે. રોગના પછીના તબક્કે, ફૂગ પેશીઓના વિશાળ વિસ્તારો આવરી લે છે. જુના પાંદડા અને ફળો પર આછા જાંબુડી - કથ્થઈ રંગની છટા દેખાઈ શકે છે. તાજાં પાંદડાં અને ફૂલો પર સંપૂર્ણ સફેદ ફૂગના બીજનું આવરણ થઈ શકે છે, કથ્થઈ અને શુષ્ક બની જાય છે, અને છેવટે મૃત્યુ પામે છે. તેમાં વિકૃતિ પણ થઈ શકે છે, દા.ત. નીચેની તરફ વળી જવું. ફળો પર સફેદ પાવડરનું આવરણ થઈ શકે છે અને પ્રારંભિક તબક્કામાં તેમાં ફાટ પડે છે અને ચેતનવંતી પેશી પ્રદર્શિત કરે છે. અસરગ્રસ્ત ફળો નાના અને વિકૃત રહે છે, અને પરિપકવતા સુધી પહોંચતા નથી.
બેસિલસ લીચેનીફોર્મિસ સમાવતી જૈવ - ફુગનાશકો નો છંટકાવ પાઉડરી ફૂગનો ચેપ ઘટાડે છે. પરોપજીવી ફૂગ એમ્પએલોમ્યૂસેસ ક્યુઇસક્યુઅલીસ તેના વિકાસને દબાવવા માં અસરકારક સાબિત થયું છે. સલ્ફર, કાર્બોનિક એસિડ, લીમડાના તેલ, કોએનિન અને એસ્કોર્બિક એસિડ પર આધારિત પાંદડાં પર છંટકાવ થી વૃક્ષની સારવાર ગંભીર ચેપ રોકી શકે છે. વધુમાં, દૂધ કુદરતી ફૂગનાશક છે. તેને પાઉડરી ફુગને નિયંત્રિત કરવા માટે છાશ ના સ્વરૂપમાં લાગુ પાડી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મોનોપોટેસિયમ ક્ષાર, હાયડ્રોડેસલ્ફરાઇઝડ કેરોસીન, એલિફેટિક પેટ્રોલિયમ દ્રાવક , મેન્કોઝેબ અને મયકલોબુટાનીલ સમાવતા ફુગનાશકો ને કેરી માં પાઉડરી ફૂગ ની સારવાર માટે વાપરી શકાય છે. શ્રેષ્ઠ અસર માટે, મોર આવતા પહેલા અથવા મોર આવવાની શરૂઆતના ખૂબ જ પ્રારંભીક તબક્કામાં સારવાર થવી જોઈએ. 7-14 દિવસો ના નિયમિત અંતરાલે સતત લાગુ પાડવાની પદ્ધતિ ની ભલામણ કરવામાં આવે છે.
રોગ પેદા કરતા જીવાણુ ઋતુની વચ્ચે જૂના પાંદડાઓ પર અથવા નિષ્ક્રિય કળીઓ પર અસ્તિત્વ ધરાવે છે. દાંડી અને મૂળ સિવાયના વૃક્ષના તમામ તત્વો ની યુવાન પેશી ફૂગ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થાય છે, ત્યારે છુપાયેલ જીવાણુઓ માંથી પાંદડા હેઠળ અથવા કળીઓ માં બીજકણ મુક્ત થાય છે અને તે પવન અથવા વરસાદ દ્વારા અન્ય વૃક્ષો પર ફેલાય છે. ગરમ દૈનિક તાપમાન 10-31 ° સે અને રાત્રિનું નીચું તાપમાન, સાથે 60-90% સંબંધિત ભેજનું પ્રમાણ જોડાઈને, સાનુકૂળ પરીસ્થિતિ થાય છે.