Cercospora canescens
ફૂગ
રોગ પેદા કરતા જીવાણુની તાકાત અને છોડના પ્રકારને આધારિત લક્ષણો સહેજ જુદા હોય છે. પાકની વાવણી પછી 3-5 અઠવાડિયામાં, પાંદડા પર નાના બદામી રંગના ટપકાં પીળા રંગની આભા સાથે દેખાય છે. રોગના અંતિમ ચરણમાં, ટપકાં વધીને અસંખ્ય બની જાય છે અને લાલાશ-કથ્થઈ રંગ(ઘેરો બદામી) સાથે છોડ થોડો નબળો દેખાય છે. તે છોડના અન્ય ભાગો પર પણ વિકસી શકે છે, ખાસ કરીને લીલી શીંગો પર. અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ, પાંદડા પર અતિ ચેપ ના કારણે, ફૂલ અને શીંગ આવવાના સમયે ભારે પાનખર સર્જાઈ શકે છે. ફૂગ શીંગોની સપાટી પર અને અંદર વધે છે, તેમને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડે છે, અને ઘણી વખત ઉત્પાદનને 100% નુકશાન પહોંચાડે છે.
જો શક્ય હોય તો, બીજને ગરમ પાણીથી સારવાર આપો. લીમડાના તેલના અર્કની સારવાર પણ રોગની ગંભીરતા ઘટાડવામાં અસરકારક છે (વધુ પ્રમાણમાં શીંગો અને બીજ, તંદુરસ્ત શીંગો, વધુ વજન).
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ફુગનાશક સારવારની જરૂર હોય તો, 10 દિવસમાં બે વાર મેન્કોઝેબ, ક્લોરોથેલોનીલ @ 1 ગ્રા/લિ અથવા થિયોફેનેટ મિથાઇલ @ 1 મિલી ધરાવતા ઉત્પાદનનો ઉપયોગ કરવો.
પાંદડા ઉપર ટપકાંનો રોગ સેરકોસ્પોરા કેનેંસીન ફૂગ દ્વારા થાય છે, જે કાળા મગ અને લીલા મગને અસર કરે છે. ફૂગ બીજમાં જન્મે છે અને છોડના કચરામાં 2 વર્ષ જેટલા સમયગાળા સુધી જીવી શકે છે. મૂળ પ્રણાલીને અનુસરી ને તે માટીની અંદર લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. તે પણ વૈકલ્પિક યજમાનો અથવા નિંદણમાં પણ ઝડપથી વધે છે. છોડના નીચલા ભાગમાં ફેલાવો પાણીના છંટકાવ અને હવા મારફતે થાય છે. દિવસ અને રાત દરમ્યાન વધતું તાપમાન, ભેજવાળી જમીન, હવામાં ભેજનું વધુ પ્રમાણ અથવા ભારે તોફાની વરસાદ ફૂગના ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.