Setosphaeria turcica
ફૂગ
લક્ષણો પહેલા નીચેના પાંદડા પર નાના, અંડાકાર, પાણી ભરાયેલા ટપકા તરીકે દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, તે છોડના ઉપલા ભાગ પર દેખાવાના શરૂ થાય છે. જુના ટપકા ધીમે ધીમે નિસ્તેજ લીલી પાણી સોશાયેલ કિનારીવાળા અને વિશિષ્ટ ઘાટા ટપકા સાથે રાતા, લાંબા સિગાર આકારના મૃત જખમ માં વિકસે છે. આ જખમ પાછળથી એકરૂપ થાય છે અને પાંદડાની ધાર અને દાંડી નો એક મોટો ભાગ ઢાંકી દે છે, અને ક્યારેક મૃત્યુ અને નાશ તરફ દોરી જાય છે. જો મુખ્ય ડાળીના વિકાસ દરમિયાન છોડના ઉપરના ભાગોમાં ચેપ ફેલાય છે ત્યારે ઉપજને ગંભીર નુકસાન (70% સુધી) થઇ શકે છે.
ટ્રાઇકોડર્મા હરઝીયાનમ અથવા બેસિલસ સબટાઇટલિસ પર આધારિત જૈવિક- ફુગનાશક ચેપનું જોખમ ઘટાડવા માટે વિવિધ તબક્કે લાગુ પાડી શકાય છે. સલ્ફર દ્રાવણ નો છંટકાવ પણ અસરકારક છે.
સાવચેત ખેતીની પદ્ધતિઓ સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ની ભલામણ કરવામાં આવે છે. પ્રારંભિક પ્રતિબંધક ફૂગનાશકનો ઉપયોગ રોગને અંકુશમાં રાખવા માટે નો એક અસરકારક રસ્તો હોઈ શકે છે. અથવા તો, જ્યારે નીચલા છત્ર પર લક્ષણો દેખાય ત્યારે ઉપરના પાંદડાં અને કાનના રક્ષણ માટે ફુગનાશકો ને લાગુ પાડી શકાય છે. એઝોક્સીસ્ટ્રોબિન, પિકોક્સીસ્ટ્રોબિન, મંકોઝેબ, પાયરાકલોસ્ટ્રોબિન, પ્રોપિકોનાઝોલ, ટેટ્રાકોનાઝોલ પર આધારિત છંટકાવો લાગુ પાડો. પિકોક્સીસ્ટ્રોબિન + સાયપ્રોકોનાઝોલ , પાયરાકલોસ્ટ્રોબિન + મેટકોનાઝોલ, પ્રોપિકોનાઝોલ + એઝોક્સીસ્ટ્રોબિન, પ્રોથીઓકોનાઝોલ + ટ્રિફ્લોક્સીસ્ટ્રોબિન પર આધારિત ઉત્પાદનો લાગુ કરો. બીજની સારવારની ભલામણ કરવામાં આવતી નથી.
ફૂગ શિયાળા દરમ્યાન જમીનમાં અથવા છોડના કાટમાળમાં રહે છે. વરસાદ, રાત્રે ઝાકળ, ઉચ્ચ ભેજ અને મધ્યમ તાપમાન ફૂગના ફેલાવાને તરફેણ કરે છે.પવન અથવા વરસાદ દ્વારા તે પહેલા જમીન માંથી યુવાન મકાઇના છોડના નીચેના પાંદડા પર ફેલાય છે. વરસાદી વાતાવરણ અને ખેતરની નબળી પરિસ્થિતિ ખેતરની અંદર અને અન્ય છોડ પર તેના ફેલાવાની તરફેણ કરે છે. વૃદ્ધિની મોસમ દરમિયાન ચેપ માટે 18 થી 27 ° સે વચ્ચેનું તાપમાન શ્રેષ્ઠ હોય છે. પાંદડા ની ભીનાશનો 6 થી 8 કલાક લાંબો સમયગાળો પણ જરૂરી છે. જુવાર ફૂગનો અન્ય મનપસંદ યજમાન છે.