ચોખા

ચોખામાં કથ્થાઈ રંગના ટપકાં

Cochliobolus miyabeanus

ફૂગ

ટૂંકમાં

  • પરિપક્વ ઝાડ પર રાખોડીથી સફેદ રંગના કેન્દ્ર વાળા અને ફરતે લાલાશ પડતી કિનારીવાળા, ગોળાકાર, કથ્થાઈ રંગના સુકાયેલ ટપકા.
  • પાંદડા અને દાંડીમાં પીળાશ અને સુકાવું.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

વિવિધ પ્રકારના લક્ષણો દ્વારા રોગને દર્શાવી શકાય છે. જોકે, છોડની વૃદ્ધિના તબક્કા દરમિયાન તેના પર જોવા મળતા પીળા રંગની આભા સાથેના ગોળાકાર અથવા લંબગોળ આકારના, કથ્થાઈ રંગના ટપકા એ ચોક્કસ રીતે દેખાતાં લક્ષણો છે. જેમ જેમ તે મોટા બને છે, ટપકાંની વચ્ચે રાખોડી રંગના કેન્દ્રનો વિકાસ થાય છે અને ફરતે લાલાશ પડતાં કથ્થઈ રંગની કિનારી દ્રશ્યમાન બને છે. થડના રંગમાં જોવા મળતી વિકૃતિ એ તેનું અન્ય લક્ષણ છે. સંવેદનશીલ જાતો પર, જખમ 5-14 મીમી લંબાઈ સુધી વિકાસ પામી શકે છે અને પાંદડા કરમાઈ શકે છે. પ્રતિરોધક જાતો પર, પીળા-કથ્થઈ રંગના અને સોય જેટલાં કદના ટપકાં જોવા મળે છે. ફૂલ પર ચેપ લાગવાના કારણે ડૂંડામાં અનાજના દાણા અપૂર્ણ રીતે અથવા વિક્ષેપિત રીતે ભરાય છે તથા અનાજની ગુણવત્તામાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બીજ પર કોઈપણ પ્રકારનું સંક્રમણ ન હોય તેની ખાતરી કરવા માટે, બીજને 10 થી 12 મિનીટ માટે ગરમ પાણીમાં ડુબાડવા માટેની ભલામણ કરવામાં આવે છે. પરિણામને વધુ સુધારવા માટે, ગરમ પાણી (53-54 ° સે) થી સારવાર આપતા પહેલા, બીજને 8 કલાક સુધી ઠંડા પાણીમાં ડુબાડી રાખવા જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા પ્રતિબંધક પગલાં અને જૈવિક સારવારનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. બિયારણની ફૂગનાશક( દાખલા તરીકે ઇપ્રોડિયોન, પ્રોપિકોનેઝોલ, એઝોકસીસ્ટ્રોબીન, ટ્રાયફલોક્સીસ્ટ્રોબીન) થી સારવાર કરવી એ રોગને અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે.

તે શાના કારણે થયું?

કોચીલીઓબોલસ મિયાબીનસ (Cochliobolus miyabeanus) ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે બીજમાં ચાર કરતાં પણ વધુ વર્ષો સુધી ટકી શકે છે અને હવા જન્ય રોગનાં અણુ દ્વારા એક છોડ પરથી બીજા છોડ ઉપર ફેલાય છે. ખેતરમાં છોડી દેવામાં આવેલ પાક નો કચરો અને નીંદણ એ સામાન્ય રીતે રોગના ફેલાવા માટેના અન્ય માધ્યમ છે. કથ્થઈ રંગના ટપકાંનો રોગ પાકની વૃદ્ધિના કોઈ પણ તબક્કે નિર્માણ થઈ શકે છે, પરંતુ છોડનો વિકાસ થયા બાદ પરિપક્વતાના તબક્કા સુધી એના ચેપની ગંભીરતા વધુ હોય છે. પોષક તત્વોના સ્વરૂપે જમીનમાં યોગ્ય પ્રકારે ફળદ્રુપતા જાળવવાની યોજના ન કરવામાં આવે તો પણ ઘણીવાર ચેપનો ફેલાવો થાય છે. સિલિકોન ખાતરનો ઉપયોગ કરીને કથ્થઈ રંગના ટપકાના રોગનું નોંધપાત્ર રીતે નિયંત્રણ કરી શકાય છે. છાણીયું ખાતર અને રાસાયણીક ખાતરના મિશ્રણના ઉપયોગથી પણ થોડા ઘણા અંશે તેની ગંભીરતામાં ઘટાડો થાય છે. વધુ પડતો ભેજ (86-100%), લાંબા સમય માટે પાંદડા ભીના હોવા અને વધુ તાપમાન (16-36 ° સે) ફૂગ માટે ખૂબ જ અનુકૂળ રહે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • જે જમીનમાં સિલિકોન ઓછી માત્રામાં હોય તેમાં, વાવેતર પહેલાં કેલ્શિયમ સિલિકેટ સ્લેગ લાગુ કરો.
  • જો શક્ય હોય તો પ્રમાણિત સ્ત્રોત પાસેથી જ તમારા બીજ મેળવો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોની જ વાવણી કરો.
  • સંતુલિત પોષકતત્વો પુરા પાડવાની ખાતરી કરો અને જમીનમાં રહેલા પોષકતત્વોનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • અંકુરણ ફૂટવાના તબક્કાથી શરુ કરી રોગના લક્ષણો માટે ખેતરનું નિરીક્ષણ કરો.
  • તમારા ખેતર અને આસપાસના વિસ્તારમાંથી નિંદણનું નિયંત્રણ કરો અને દૂર કરો.
  • લણણી પછી ચેપ ગ્રસ્ત છોડને દૂર કરો અને સળગાવીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો