શેરડી

શેરડી પર મેસ

Sporisorium scitamineum

ફૂગ

ટૂંકમાં

  • છોડમાં કાળું, ચાબુક-જેવું માળખું વિકાસ પામે છે.
  • છોડનો વિકાસ અટકે છે.
  • પાતળા અને બરડ પાંદડા.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

શેરડીની વિકાસ પામતી ટોચ પરથી કાળું, ચાબુક-જેવું માળખું વિકાસ પામે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં અસરગ્રસ્ત છોડની ટોચથી ઉપર સુધી લંબાય છે. આ વિકાસ પામેલ ચાબુક જેવું માળખું છોડની અને ફૂગની પેશીઓનું મિશ્રણ હોય છે. ફૂગના બીજકણ ચાબુક જેવી પેશીઓમાં રહે છે. રોગના બીજકણ છુટા પડયા બાદ, માત્ર ચાબુક જેવું માળખું બાકી રહે છે. વધુમાં, છોડની વૃદ્ધિ અટકે છે અને પાંદડા પાતળા અને બરડ બની જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપગ્રસ્ત સાંઠાને દૂર કરો અને ચેપગ્રસ્ત છોડના બધા અવશેષોનો નાશ કરો. રોગ-મુક્ત રોપણીની સામગ્રીની ખાતરી કરવા માટે, તમે શેરડીના ટુકડાઓને 30 મિનિટ માટે 52 ° સે ગરમ પાણીમાં રાખવા જોઈએ. અથવા તમે કટાકાંને 50 ° સે ગરમ પાણીમાં 2 કલાક સુધી ડુબાડી શકો છો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવણી પહેલાં રોપાની બૅઝિમિડેઝોલ જેવા ફુગનાશકથી સારવાર કરવાથી ખેતરમાં રોગના બનાવના કિસ્સા ઘટાડી શકાય છે.

તે શાના કારણે થયું?

રોગના બીજકણ જે ચાબુક જેવી લાક્ષણિકતા તરીકે નિર્માણ પામે છે , તે પવન અને બીજા અનેક જંતુઓ દ્વારા ફેલાય છે. બીજી રીતે, ચેપગ્રસ્ત શેરડીના રોપાનો બિયારણ તરીકે ઉપયોગ કરવાથી પણ રોગનો ફેલાવો થાય છે. ગરમ અને ભેજવાળી અવસ્થા ચેપના જોખમની તરફેણ કરે છે. દૂષિત શેરડી કોઇપણ દેખીતા લક્ષણો વગર ઘણા મહિનાઓ સુધી ઊગી શકે છે. 2 અથવા 4 મહિના પછી (ક્યારેક એક વર્ષ સુધી), શેરડીની વિકાસ પામતી રોચ "ચાબુક" નિર્માણ કરે છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.
  • વાવેતર માટે રોગ-મુક્ત સામગ્રી વાપરો.
  • વિશાળ શ્રેણીમાં પાકની ફેરબદલી કરો.
  • સંવર્ધક બીજ ઉત્પાદન માટે ગરમીથી ઉપચારનો ઉપયોગ (50° C તાપમાને 150 મિનિટ માટે ભેજવાળી ગરમ હવાથી સારવાર - MHAT - અથવા 2 કલાક માટે 54° C તાપમાને ગરમ પાણીથી સારવાર) કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો