ઘઉં

ઘઉંના થડમાં કાટ

Puccinia graminis

ફૂગ

ટૂંકમાં

  • થડ, પાંદડાંના આવરણ અને ક્યારેક પાંદડાં પર લાલાશ પડતાં, અંડાકાર અને પાઉડર જેવી ફોલ્લીઓ.
  • ફોલ્લીઓ વૃદ્ધિ પામે છે અને એકરૂપ થઈ વિશાળ વિસ્તારો આવરી લે છે, જે છોડની બાહ્ય ત્વચાને ખરબચડો દેખાવ આપે છે.
  • થડ નબળું પડે છે અને ભારે પવન અને વરસાદમાં છોડ પડી શકે છે.
  • નબળો છોડ અન્ય જીવાણુઓ દ્વારા ચેપ માટે સંવેદનશીલ બની જાય છે.
  • જો રોગ દાણા ભરાયા પહેલા ગંભીર સ્વરૂપ લે તો ઉત્પાદનને ખુબ જ નુકસાન થઇ શકે છે.

માં પણ મળી શકે છે

2 પાક

ઘઉં

લક્ષણો

ચેપ લાગ્યા બાદ પ્રારંભિક લક્ષણો 7 થી 15 દિવસોમાં દેખાય છે. થડ પર, પાંદડાની સપાટી, પાંદડાંની અંદર, અને ક્યારેક ફાલ પર રાતા-બદામી રંગની, વિસ્તરેલ અંડાકાર ફોલ્લીઓ જોવા મળે છે. મુખ્યત્વે ડાળી અને પાંદડાની સપાટી પર અસર થાય છે. પાવડર જેવી ફોલ્લીઓ ઘણી વાર વૃદ્ધિ પામે છે અને એકરૂપ થઇ મોટા વિસ્તારને આવરી લે છે. જેનાથી છોડના અસરગ્રસ્ત બાહ્ય ભાગો ને ખરબચડો દેખાવ આપે છે. જો ચેપ ગંભીર હોય તો, થડ નબળું બને છે અને છોડ ભારે પવન અથવા વરસાદમાં નમી પડે અથવા તૂટી શકે છે. ફૂગ પાણી અને પોષકતત્વોના પરિવહનને અવરોધે છે અને પાણીનો વ્યય થાય છે, છોડની સ્ફૂર્તિ ઘટે છે અને અનાજમાં પોષકતત્વોના પરિવહનમાં ઘટાડો થાય છે. અનાજના દાણા ચીમળાયેલ આવે છે, જેથી ઉપજમાં ઘટાડો થાય છે. સમગ્ર છોડ નબળો બને છે, જેથી અન્ય જીવાણુઓ પ્રત્યે ચેપનું જોખમ વધી જાય છે. દાણો ભરાતાં પહેલા જો રોગ ગંભીર રીતે લાગુ પડે તો ઉત્પાદનમાં ખુબ જ નુકશાન થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, પૂસીનીયા ગ્રામિનિસ સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ટબુકોનાઝોલ અથવા પ્રોથીઓકોનાઝોલ ધરાવતા ફુગનાશકનો ફૂગ નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે. પ્રતિબંધક સારવાર માટે, ટ્રાઈઝોલ અને સ્ટ્રોબીલુરીન ધરાવતા ફુગનાશકનો ઉપયોગ કરી શકાય છે. સ્ટ્રોબીલુરીન પ્રત્યે થોડો પ્રતિકાર જોવા મળ્યો છે.

તે શાના કારણે થયું?

લક્ષણો પૂસીનીયા ગ્રામિનિસ ફૂગ, એક પરોપજીવી કે જેને જીવવા માટે જીવંત છોડના ભાગની જરૂર છે, તેના કારણે નિર્માણ થાય છે. રોગના બીજ પવનથી દૂર ફેલાય છે અને જ્યારે છુટા પાણી સાથે સંપર્કમાં આવે છે ત્યારે તે અંકુરણ પામે છે. મશીનરી અને વાહનો, સાધનો, કપડાં અને બુટચપ્પલ રોગના બીજ ફેલાવાના અન્ય સાધનો છે. ફૂગનો ચેપ પાંદડાંની સપાટી પર રહેલા કુદરતી છિદ્રો દ્વારા લાગે છે, આ પ્રક્રિયા ઓછા પ્રકાશમાં (વહેલી સવારે અથવા સાંજે) અને ઝાકળ અથવા વરસાદના કારણે પાંદડાં પર લાંબા સમય સુધી ભીનાશથી તરફેણ થાય છે. ગરમ દિવસો (25-30 ° સે) અને રાત્રિમાં હળવા તાપમાન (15-20 ° સે) કે જે ઝાકળની રચના કરે છે, તેનાથી પણ થડના કાટનાં રોગની તરફેણ થાય છે. રોગ સામાન્ય રીતે ઘઉં સુધી મર્યાદિત છે, પરંતુ અન્ય છોડ વાહક તરીકે વર્તી શકે છે અથવા તેને પણ (અન્ય અનાજ, ઘાસ અને બેરબેરીઝ છોડની પ્રજાતિઓ) અસર થઈ શકે છે.


નિવારક પગલાં

  • ઘઉંની રોગ-પ્રતિરોધક જાતો વાપરો.
  • જે જાતો વહેલા પાકતી હોય તેનો ઉપયોગ કરો.
  • વસંતમાં શક્ય હોય તેટલું વહેલું વાવેતર કરો.
  • પ્રતિકૂળ પરિસ્થિતિઓને ટાળવા પાનખરમાં શક્ય તેટલુ મોડું વાવેતર કરો.
  • રોગની નિશાની માટે ખેતરનું નિયમિત નિરીક્ષણ કરો.
  • વિસ્તારમાંથી નીંદણ, સ્વૈચ્છિક ઉગી નીકળેલ વનસ્પતિઓ અને બેરબેરીઝ છોડની પ્રજાતિઓને દૂર કરો.
  • અતિશય નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળો.
  • છોડમાં હવાની સારી અવરજવરની ખાતરી કરવા માટે છોડની વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • ખેતરમાં ફૂગના અસ્તિત્વને અટકાવવા છોડના તમામ અવશેષોને દૂર કરો અને નાશ કરો.
  • અન્ય ખેતરમાં પ્રવેશતાં પહેલાં ખેતીના સાધનો, બુટચપ્પલ, હાથ અને પેન્ટ સંપૂર્ણપણે સ્વચ્છ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો