Puccinia triticina
ફૂગ
પાંદડાં પરનો કાટ ઘઉંમાં સૌથી સામાન્ય કાટનો રોગ છે. અસરગ્રસ્ત છોડની સંવેદનશીલતા પર લક્ષણો આધાર રાખે છે. તેના લક્ષણો તરીકે પાંદડાંની બંને બાજુની સપાટી પર, પાંદડાંની દાંડી અને કુશ્કી પર લાલ નારંગી તથા બદામી રંગની અસંખ્ય નાની ફોલ્લીઓ વિખરાયેલ દેખાય છે. તે વ્યાસ 1.5 મીમી વ્યાસની, સહેજ ઉપસેલી અને ગોળ કે લંબગોળ હોય છે. સંવેદનશીલ છોડમાં, પ્રાથમિક ફોલ્લીઓની આજુબાજુ નાના અને ઝાંખા લીલા અથવા પીળા રંગની આભાવાળા ગૌણ ફોલ્લા દેખાઇ શકે છે. સમય જતાં, તે ઘેરો બદામી કે કાળા રંગના બને છે. પ્રતિરોધક ઘઉંની જાતોમાં, સામાન્યરીતે નારંગી ફોલ્લીઓ નાની હોય છે અને તે સૂકા અથવા પીળા વિસ્તારો દ્વારા ઘેરાયેલ હોઈ શકે છે. ચેપથી છોડની પેશીઓને નુકશાન થાય છે, પાણીની ખોટ પડે છે, અને ઉત્પાદન ઓછું આવે છે. આ લક્ષણોથી ફૂલોના સમૂહમાં ઘટાડો થાય છે અને અનાજ ચીમળાય છે, ઉપજ પણ ઘટે છે.
માફ કરશો, પૂસીનીયા ટ્રીટીસીના સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગને ટાળવા માટે આવરોધક તરીકે પ્રોપિકોનેઝોલ અથવા ટ્રાયએઝોલ ધરાવતા ફુગનાશોકોનો પાંદડાં પર છંટકાવ કરી શકાય છે. ઉત્પાદન કેવી રીતે વાપરવા તે જાણવા કાળજીપૂર્વક તેની પર આપેલ સૂચનાઓ વાંચો. પ્રતિકારકતા નિર્માણ ન થાય તે માટે છંટકાવનો સમય અને માત્રા નું ધ્યાન રાખો.
રોગ પૂસીનીયા ટ્રીટીસીના ફૂગ, જે એક છોડની પેશીઓનો પરોપજીવી છે. તેને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે જીવંત ઘઉંનો છોડ અથવા વૈકલ્પિક યજમાનોની જરૂર પડે છે. પવન દ્વારા રોગના બીજ તેના સ્રોતથી સેંકડો કિલોમીટર સુધી વિખેરાઇ શકે છે. તેની અંકુરણ પ્રક્રિયા માટે વધુ ભેજ અથવા લાંબા સમયગાળા માટે પાંદડાં ભીના હોવા જરૂરી છે અને તાપમાન 10 ° સે થી 30 ° સે વચ્ચે (16-22 ° સે શ્રેષ્ઠ છે) હોવું જોઈએ. આ સ્થિતિમાં, તેમના પાંદડાં સાથેના પ્રથમ સંપર્ક થી 30 મિનિટની અંદર રોગના બીજનું અંકુરણ થઈ શકે છે. વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર પણ તેની તરફેણ કરે છે. ફૂગ પાંદડાંઓ અથવા પાંદડાંની દાંડી પર રહેલ કુદરતી છિદ્રો દ્વારા છોડમાં પ્રવેશે છે. ખેતરના સંજોગો પર આધારિત રાખીને, ફૂગ 7 થી 8 દિવસમાં તેનું જીવન ચક્ર પૂર્ણ કરી શકે છે. પૂસીનીયા ટ્રીટીસીના અનાજના પરિવારમાં વૈકલ્પિક યજમાનોની અનેક વિવિધતા ધરાવે છે.