Puccinia arachidis
ફૂગ
મગફળીમાં ટાંચણીના માથા જેવડા નાના નારંગી ભૂરા રંગના ગોળ ગેરુના ટપકા થાય છે. મોટાભાગે પાનની નીચેની બાજુથી દેખાય છે. મોટાભાગે આ ટપકાની ફરતે પીળી કિનારી થાય છે. આ રોગના કારણે છોડના પાન અને છોડનો વિકાસ અટકી જાય છે. આ રોગની વધુ ઉપદ્રવની સ્થિતિમાં પાનની બંને બાજુ ગેરુના ટપકાથી ઢાંકઈ જાય છે જેથી પાન પીળા પડી જઇ ચીમળાઈ જાય છે. મોટા લાલાશ પડતાં ભૂરા રંગના ટપકા સૂયા, થડ અને પાનની દાંડી પર પણ જોવા મળે છે પરિણામે પાન ખરી પડે છે. આ રોગથી પાકની શીંગ અને પાલાના ઉત્પાદન પર તેમજ તેલની ગુણવત્તા પર નોંધપાત્ર અસર થાય છે.
જૈવિક ઘટકો પણ આ રોગનું નિયંત્રણ કરવા માટે મદદરૂપ થઈ શકે છે. સાલ્વિઆ ઓફિસિનાલિસ (સાલ્વી તુલસી) અને પોટેંટીલા એરેક્ટા ના છોડના અર્કનો છંટકાવ ફૂગથી પાનનું રક્ષણ કરે છે. અન્ય પાકના અર્ક જેમકે અળસી કે મગફળીના તેલનો છંટકાવ પણ આ રોગનો ઉપદ્રવ થતો અટકાવવા માટે અસરકારક છે.
હમેંશા સંકલિત નિયંત્રણનો અભિગમ અપનાવો જેમાં શક્ય હોય તેટલા ઉપલબ્ધ જૈવિક નિયંત્રણ સાથે નિવારણના પગલાં લેવા. ગેરુ રોગનો વધુ ઉપદ્રવ થયા બાદ રસાયણિક દવાઓ અસરકારક રહેતી નથી. જો ફૂગનાશક દવા છાંટવાની જરૂર જણાય તો મેંકોજેબ, ક્લોરોથેલોનીલ, કે પ્રોપિકોનાઝોલ માથી કોઈપણ એક ફૂગનાશક દવાનો (૩ ગ્રામ પ્રતિ લિટર પાણી પ્રમાણે) છંટકાવ કરવો. ગેરુ રોગ દેખાય કે તુરંત ફૂગનાશક દવાનો છંટકાવ શરૂ કરવો અને ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવા.
ગેરું રોગની ફૂગ આગળની સીજનમાં રોગ લાગેલા મગફળીના છોડ અને તેનો કચરો તેમજ વૈકલ્પિક યજમાન તરીકે અન્ય કઠોળ વર્ગના પાકો પર ટકી રહે છે. પ્રાથમિક રીતે આ રોગના બીજકણ આવા કાચરામાથી ઉત્પન થાય છે અને તે છોડના પાનની નીચેની સપાટી પર લાગે છે. બીજીરીતે આ બીજકણ હવા દ્વારા ફેલાય છે. આ રોગને અનુકૂળ હવામાનની પરિસ્થિતિમાં ગેરું રોગ ખુબજ ઝડપથી ફેલાય છે, જેમકે, ગરમ (૨૧ થી ૨૬° સે તાપમાન), ભેજવાળું અને વાદળછાયું હવામાન (ધુમ્મસ કે આખી રાત ઝાકળ પડવો). ડાળીઓ અને મૂળનો વિકાસ અટકતા છોડનો વિકાસ રુંધાઇ જાય છે. જમીનમાં ફોસ્ફરસ તત્વનું વધુ પ્રમાણ ગેરુની ફૂગની વૃદ્ધિ ધીમી પડી શકે છે.