Mycosphaerella
ફૂગ
પાનની બંને બાજુ ગોળાકાર ટપકા જોવા મળે છે. વહેલા લાગતાં પાનના ટપકા પીળી કિનારી સાથે લિસા અને આછા ભૂરા રંગના હોય છે. મોડા લાગતાં પાનના ટપકા ઘાટા ભૂરા રંગના કે કાળા હોય છે અને મોટાભાગે કિનારી વગરના હોય છે. રોગનો ઉપદ્રવ વધતાં ટપકા ઘાટા ભૂરા રંગના, કાળા અને મોટા (10 મીમી સુધી) થતાં જાય છે. શરૂઆતમાં છોડના ઉપરના પાન, થડ અને સુયાં પર જોબા મળે છે. વહેલા લાગતાં પાનના ટપકાના રોગમાં ઘણી વાર પાનની ટોચ પર ચળકતી વાળ જેવી ફૂગ દેખાય છે. આ રોગને અનુકૂળ વાતાવરણ મળતા પાન ખરી પડે છે તેમજ થડ અને સુયાં નબળા પડી જાય છે. પાન ખરી પડવાને કારણે છોડ નબળો પડી જાય છે અને ઉત્પાદન પર અસર પડે છે. રોગ લાગેલા સુયાં નબળા પડી જવાના કારણે મગફળી ઉપાડવા સમયે કે ડોડવા છૂટા પાડવા સમયે તૂટી જાય છે જેની મગફળીના ઉતારા પર માઠી અસર થાય છે.
મગફળીમાં મોડા લાગતાં પાનના ટપકા રોગનો ઉપદ્રવ થતો અટકાવવા માટે ફૂગપ્રતિરોધી બેક્ટેરિયા બેસિલસ સર્ક્યુલેન્સ અને સેરેટિયા માર્સેસેન્સ ને મગફળીના પાન પર આપી શકાય.
હમેંશા સંકલિત નિયંત્રણનો અભિગમ અપનાવો જેમાં શક્ય હોય તેટલા ઉપલબ્ધ જૈવિક નિયંત્રણ સાથે નિવારણના પગલાં લેવા. આ રોગના નિયંત્રણ માટે મેંકોજેબ, ક્લોરોથેલોનીલ, ટેબ્યુકોનાઝોલ, પ્રોપિકોનાઝોલ, એઝોક્સિસ્ટ્રોબિન, પાયરોક્લોસ્ટ્રોબિન, ફ્લુઓકજાસ્ટ્રોબિન અથવા બોસ્કાલીડ માથી કોઈપણ એક ફૂગનાશક દવા લઈ છોડ પર છંટકાવ કરી શકાય. દાખલા તરીકે રોગની શરૂઆત થાય એટલે મેંકોજેબ ૩ ગ્રામ/લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ ૩ ગ્રામ/લિટર પાણી પ્રમાણે ભેળવી છોડ પર છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૫ દિવસના અંતરે ફરી છંટકાવ કરવો.
વહેલા અને મોડા લાગતાં પાનના ટપકા એ બે એક સરખા લક્ષણો ધરાવતા અલગ-અલગ રોગ છે જે પાકના જુદી-જુદી અવસ્થાએ રોગના નામ પ્રમાણે લાગે છે. તે માયકોસ્ફેરેલા એરાચિડિસ (વહેલા લાગતાં પાનના ટપકાનો રોગ) અને માયકોસ્ફેરેલા બર્કલેઇ (મોડા લાગતાં પાનના ટપકાનો રોગ) નામની ફૂગ થી થાય છે. મોટાભાગે આ ફૂગ મગફળી પાકમાં જ લાગે છે. આ ફૂગ મોટાભાગે આગળની સીજનમાં રોગ લાગેલા મગફળીના છોડના અવશેષો મારફત જ ફેલાય છે. આ રોગ લાંબા સમય સુધી હવામાં વધારે ભેજ, વધારે વરસાદ (કે વધુ પિયત) અને ગરમ હવામાન (૨૦° થિ વધુ) રહેવાથી ખૂબ ઝડ્પથી ફેલાય છે. વહેલા અને મોડા લાગતાં પાનના ટપકનો રોગ એ વિશ્વવ્યાપી મગફળીનો રોગ છે જેનાથી એક કે બંને ભેગા મળીને ઉત્પાદન પર માઠી અસર થાય છે.