બાજરી

મોતી બાજરીમાં ફૂગ(એરગૉટ)

Claviceps fusiformis

ફૂગ

ટૂંકમાં

  • કાન પર(મધ જેવા ટીપા) દુધિયા ગુલાબી થી લાલ રંગનું પ્રવાહી.
  • અનાજના ગર્ભ કાળી કઠણ કે ફૂગ તત્વમાં ફેરવાવું.

માં પણ મળી શકે છે

1 પાક

બાજરી

લક્ષણો

પુષ્પની પાંદડીઓમાંથી(મધ જેવા ટીપા) દુધિયા ગુલાબી થી લાલ રંગના પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. તે પર્ણસમૂહ પર અને પછી જમીન પર પડે છે. પ્રવાહીમાં ઉંચી માત્રામાં કોનિડીયા હોય છે. દૂષિત ફૂલોમાંથી અનાજ પેદા થતું નથી. કાળા ફુગના તત્વો બીજની જગ્યા લે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

વિરોધી સજીવો બાજરી માં ફૂગ (અરગોટ) ની અસર ઘટાડવા માટે ના આશાસ્પદ પરિણામો દર્શાવે છે. ટ્રાઇકોડર્મા હરઝિયાનમ, ટી. વિરિડ, એસ્પરગિલસ નાઇજર, એપીકોકકમ એન્ડ્રોપોગોનીસ અને બેસિલસ સબટીલિસ નો બાજરીના મોર પર છંટકાવ કરી શકાય છે. વૈકલ્પિક રીતે કુમળા લીમડા ના ઉત્પાદનો પણ વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો,હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મર્યાદિત અસરકારકતા અને આર્થિક વાજબીપણા ને કારણે, રાસાયણિક નિયંત્રણ પદ્ધતિઓ ભાગ્યેજ ઉપયોગી ગણવામાં આવે છે. ઝીરમ અથવા કારબેંડઝીમ સમાવતા ફુગનાશકો અસરકારક હતા અને ફૂગ (અરગોટ) ને નિયંત્રિત કરવા અને અટકાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

કલેવિસેપ્સ ફ્યુસિફોર્મિસ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ચેપ લાગ્યાના પાંચથી સાત દિવસ પછી, મધ જેવા ટીપાનો સ્ત્રાવ થાય છે. મધ જેવા ટીપા ફૂલની પાંદડીઓ પર ગૌણ ચેપને પ્રોત્સાહન આપે છે. બીજકણો વરસાદ, પવન અને જંતુઓ દ્વારા ફેલાઈ શકે છે. જો ઉપયોગમાં લેવાય તો આ ફૂગ મનુષ્ય અને પ્રાણીઓ માટે ગંભીર આરોગ્યની સમસ્યાઓ નિર્માણ કરી શકે છે. ફૂગ સમગ્ર વર્ષ દરમિયાન પાકના અવશેષોમાં ટકી રહે છે. ભેજવાળી આબોહવા અને 20-39 સે ° વચ્ચેનું તાપમાન અનુકૂળ હોય છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક જાતોની વાવણી કરવી.
  • દુષિત ન થયા હોય તેવા બીજ વાપરો.
  • બીજની યોગ્ય સફાઈથી બધા કઠણ તત્વો દૂર થાય છે જે સંભવતઃ ફૂગનો ફેલાવો કરે છે.
  • વરસાદ આધારિત ખેતી હોય તો વહેલા વાવણીની શરૂઆત કરવી.
  • સંતુલિત પોષક તત્વો (ઓછું નાઇટ્રોજન અને ઉચ્ચ ફોસ્ફર) મળી રહે તેની ખાતરી કરો.
  • તમારા ખેતરમાંથી નીંદણ દૂર કરો.
  • લણણી પછી ઊંડું ખેડાણ કરો, બધા પાકના અવશેષોને દાટી દેવાથી સ્લેઓરિટા ફૂગનો વધુ ફેલાવો થતો અટકાવવામાં મદદ રહે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો