જુવાર

ટોચ પર મેસ

Sphacelotheca reiliana

ફૂગ

ટૂંકમાં

  • ફાલ અંશતઃ કે સંપૂર્ણપણે કાળા, પાવડર જેવી ફૂગની વૃદ્ધિથી આવરેલો દેખાય છે.
  • ડૂંડા અને તેના કાંટાના માળખાં અસામાન્ય રીતે પાંદડાવાળા દેખાય છે.
  • અસરગ્રસ્ત ડૂંડાં ગોળ અથવા આંસુના ટપકાં જેવા આકારના હોય છે અને સંપૂર્ણપણે કાળા પાવડર જેવા દ્રવ્યથી ભરાયેલ હોય છે.
  • વાહક પેશીઓનો ગુંચવણભર્યું દ્રવ્ય રોગના બીજકણમાં ભળેલું હોય.
  • ડૂંડામાં કોઈ રેશમ અથવા દાણા હોતા નથી.

માં પણ મળી શકે છે


જુવાર

લક્ષણો

જયારે ડૂંડા અને તેના કાંટાનું માળખુ દેખાય છે, ત્યારે છોડની વૃદ્ધિના અંતિમ ચરણમાં રોગના પ્રથમ લક્ષણો દેખાય છે. ડૂંડાના ઝુમખા અંશતઃ કે સંપૂર્ણપણે કાળા, પાવડર જેવી ફૂગની વૃદ્ધિથી આવરીત હોય છે. ડૂંડા અને તેના કાંટાના માળખાં અસામાન્ય રીતે પાંદડા જેવું માળખું દેખાય છે. અસરગ્રસ્ત ડૂંડા તેમના તંદુરસ્ત ભાગ કરતા વધુ ગોળ હોય છે અને સંપૂર્ણપણે કાળા પાવડરથી ભરેલ હોય છે. વાહક પેસીઓનો ગુંચવણભર્યું દ્રવ્ય, જે છોડની બચેલી કડક પેશી છે, તે રોગના બીજકણમાં ભળેલ હોય. ચેપગ્રસ્ત છોડના ડૂંડામાં સામાન્ય રીતે કોઈ રેશમ અથવા દાણા હોતા નથી. ગૌણ લક્ષણ તરીકે અતિશય શાખાઓ જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ફૂગને ખાતા કીડા (ફાલેક્રશ ઓબ્સકુરસ અને લેસ્ટ્રોનીચસ કોઈરૂલ્સ) જૈવિક નિયંત્રક તરીકે કામ કરી શકે છે. બેસિલસ મેગાટેરિયમ ના જીવાણુજન્ય અર્ક સાથે બીજની સારવાર પણ રોગને ઘટાડવામાં મદદ કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સૌ પ્રથમ ફુગથી છોડને ચેપ લાગતો અટકાવવા પ્રણાલીગત ફૂગનાશક (કાર્બોક્ઝિન) થી બીજને સારવાર આપી શકાય છે, પરંતુ આ માત્ર મર્યાદિત નિયંત્રણ પૂરું પાડે છે. બીજાંકુરણના તબક્કામાં ચાસમાં ફૂગનાશકનો ઉપયોગ પણ અસરકારક હોઇ શકે છે, પરંતુ આર્થિક રીતે કદાચ શક્ય ન પણ હોઈ શકે.

તે શાના કારણે થયું?

સફસેલોથેકા રેલિયાના ફૂગ ઘણા વર્ષો સુધી જમીનમાં રોગના બીજકણ તરીકે ટકી શકે છે અને એક માત્ર મૂળ મારફતે ફેલાય છે. તે પ્રાસંગિકરીતે, ખેતરમાંમાં કેટલાક છોડને, ખાસ કરીને બીજાંકુરણના તબક્કામાં, ચેપ લગાડે છે. પાછળથી ફૂગ, ફાલ (ફૂમતું) અને ડૂંડા સહિત છોડના તમામ ભાગોની અંદર વિકશે છે. આ કાળી મેસની વૃદ્ધિ (રોગના બીજકણનો સમૂહો) તરીકે દેખાય છે કે જે ડૂંડાંનો વપરાશ કરે છે અને ક્યારેક સંપૂર્ણપણે દાણાની જગ્યા લે છે. રોગનો ફેલાવો એક ખેતરમાંથી બીજામાં દૂષિત સાધનો મારફતે થઇ શકે છે. માટીમાં ભેજનું ઓછું પ્રમાણ, ગરમ તાપમાન (21° સે થી 27° સે), અને પોષક તત્ત્વોની ઉણપ ચેપ અને રોગમાં વધારાની તરફેણ કરે છે. એકવાર ચેપ લાગ્યા બાદ છોડમાં નુકસાન થતું ઘટાડવા માટે કોઈ અસરકારક ઉપાય નથી.


નિવારક પગલાં

  • પ્રતિકારક અથવા સહિષ્ણુ જાતનો ઉપયોગ કરવો.
  • વહેલા વાવેતર કરો.
  • ઝડપી બીજાંકુરણ પામતી જાતનું વાવેતર કરો.
  • જો શક્ય હોય તો, છીછરી વાવણી કરો.
  • નિયમિતપણે સિંચાઈ કરો અને જમીન સુકાય નહિ તેનું ધ્યાન રાખો.
  • ખેતરમાં સ્વચ્છતા જાળવો.
  • રોગના બીજનો વધુ ફેલાવો ટાળવા માટે, ચેપગ્રસ્ત છોડ દૂર કરો અને બાળી નાખો.
  • પૂરતો નાઇટ્રોજન અને પોટેશિયમની જરૂરિયાત પર ભાર મૂકી, માટીની શ્રેષ્ઠ ફળદ્રુપતા જાળવી રાખો.
  • લણણી પછી પાકના અવશેષો દૂર કરો.
  • 4 કે તેથી વધુ વર્ષ માટે બિન-યજમાનો સાથે પાકની ફેરબદલી કરો અને જુવાર જેવા વૈકલ્પિક યજમાન ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો