Stromatinia cepivora
ફૂગ
વૃદ્ધિના કોઈપણ તબક્કે ચેપ લાગી શકે છે પરંતુ સામાન્ય રીતે તે પહેલા જૂના છોડ પર દેખાય છે. પાંદડા પીડા પડવા તેની લાક્ષણિકતા છે, ટોચથી શરૂઆત થાય છે અને નીચેની તરફ વધે છે. કરમાઈ જાય છે અને પાછળથી મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે આ લક્ષણો જમીન પર દેખાય છે,ત્યાંરે રોગ પેદા કરતા જીવાણુઓ એ મૂળ, કંદ, દાંડી અને પાંદડાંના આવરણ પર પહેલેથી જ સ્થાન બનાવી દીધું હોય છે. સફેદ ફૂગનો વિકાસ ઘણીવાર માટીની લાઈન માં દેખાય છે અને તે મૂળિયાંના સડા ની એક નિશાની છે. કંદ ને જ્યારે બહાર ખેંચવામાં આવે છે ત્યારે,ઘણીવાર તેના પાયા પર સફેદ રુંવાટીવાળી ફુગ વિકસતી દેખાય છે , જે અદ્યતન સડાની નિશાની છે. સફેદ ઘાટ ની વચ્ચે નાના, કાળા અને ગોળાકાર ટપકા રચાય છે. મુખ્ય મૂળ ધીમે ધીમે નાશ પામે છે અને ખલાસ થઈ શકે છે. માધ્યમિક મૂળ વિકસે છે અને આડા વિસ્તરે છે , જે અન્ય છોડને સીધીરીતે દુષિત કરી શકે છે. છોડમાં માત્ર એક અઠવાડિયાના થોડાકજ દિવસોના સમયગાળામાં ઘટાડો થઈ શકે છે. આ સમજાવે છે કે ખેતરમાં શા માટે લક્ષણો એક જૂથમાં દેખાય છે.
જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા નિયંત્રણ ના અનેક સ્તર છે ,મુખ્યત્વે વિરોધી ફૂગ નો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે, ટ્રાઇકોડર્મા, ફુસારીયમ , ગ્લીઓક્લેડીયમ અથવા ચૅટોમિયમ ની પ્રજાતિઓ, સફેદ સડાની ફૂગ ના પરોપજીવી છે અને તેની વૃદ્ધિ ઘટાડવા માટે વાપરી શકાય છે. અન્ય ફુગ,જેમકે ટ્રાઇકોડર્મા હરઝીયાનમ , ટેરાટોસ્પેરમા ઓલિગોકલાડમ અથવા લાટેરીસ્પોરા બ્રેવીરમ પણ ખૂબ જ અસરકારક હોય છે.જયારે ખેતર ઉજ્જડ છે ત્યારે ફૂગનો વિકાસ અને બીજ ઉત્પાદન અટકાવવા માટે લસણના અર્ક સાથે સારવાર કરી શકાય. અને આ પછીથી મોસમ માં રોગની અસર ઘટાડે છે. લસણની ગાંઠો ને છોલી તેનો ભૂકો કરો અને 10 લી પાણી માં ભેળવો. ત્યારબાદ તેને 2 ચોમી દીઠ 10લી ના દરે ખેતરમાં ઉમેરી શકાય છે. આ પદ્ધતિ માટે લગભગ 15-18 ° સે તાપમાન આદર્શ ગણાય છે , કારણ કે તે ફૂગની તરફેણ કરે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખાસ કરીને સફેદ સડા ના રોગમાં ખેડાણ અને જૈવિક પદ્ધતિઓ ચેપ ઘટાડવામાં ખૂબ ઉપયોગી હોઈ શકે છે. જો ફુગનાશક જરૂરી છે, તો વાવેતર પહેલાં ટેબ્યુકોનાઝોલ, પેંથીઓપાયરડ, ફ્લુડિયોક્ષોનીલ અથવા ઇપ્રોડિયોન સમાવતા ઉત્પાદનો માટીમાં નાખી શકાય છે, અથવા વાવણી પછી પાંદડાં પર છંટકાવ કરી શકાય છે. ઉપયોગની પદ્ધતિ સારવાર માટે ઉપયોગ કરવામાં આવતા સક્રિય એજન્ટ પર આધાર રાખે છે અને પહેલાં તેની ચકાસણી કરવી જરૂરી છે.
સફેદ સડા નો રોગ માટીની ફૂગ સ્ક્લેરોટીયમ સેપિવોર્મ ને કારણે થાય છે. સામાન્ય રીતે રોગ પેદા કરતા જીવાણુ નિષ્ક્રિયરીતે 20 વર્ષના સમયગાળા માટે ટકી શકે તેવી માટી દ્વારા છોડ સૌથી વધુ ચેપગ્રસ્ત થાય છે. રોગની ગંભીરતા મુખ્યત્વે જમીનમાંની ફૂગની સંખ્યા સાથે સંકળાયેલ છે. એકવાર ચેપ લાગ્યા પછી ,રોગ પેદા કરતા જીવાણુથી છૂટકારો મેળવવો લગભગ અશક્ય છે.એલ્લીયમ મૂળનો અર્ક ફુગના જીવન ચક્ર અને તેના વિકાસ ની તરફેણ કરે છે. રોગનું અસ્તિત્વ મુખ્યત્વે ઠંડી (10-24 ° સે) અને ભેજવાળી જમીન સાથે સંકળાયેલ છે અને ફૂગનું ભૂગર્ભનું ઘાટ માળખું , પૂરનું પાણી, સાધનો અને વાવેતર સામગ્રી દ્વારા તેનો ફેલાવો થાય છે. ડુંગળી માટે આ સફેદ સડો રોગ મોટો ખતરો છે અને ઉપજ માં ભારે નુકસાન થઈ શકે છે.અન્ય ખેતર માં કામ કરતા પહેલા સાધન- સામગ્રી ને શુદ્ધ કરવા.