ટામેટા

ટામેટાની ડાળીમાં સડો

Didymella lycopersici

ફૂગ

ટૂંકમાં

  • ડાળીના નીચલા ભાગ પર ઘાટા, સ્પષ્ટ સુકાયેલ ટપકાં.
  • અસરગ્રસ્ત પેશીઓ ઉપર થોડા કાળા પટ્ટા દેખાય છે.
  • છોડ નબળો પડે છે અને સુકાઈ જાય છે.
  • ફળો કાળા અને નબળા હોય છે.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

સામાન્ય રીતે જમીન પાસેના થડ કે તેની ઉપર ચેપ લાગે છે, પરંતુ જો પાંદડાં જમીનના સંપર્કમાં હોય તો તેને પણ અસર થઈ શકે છે. ડાળીના નીચલા ભાગ પર ઘાટા, સ્પષ્ટ સુકાયેલ ટપકાં દેખાય છે. જેમ જેમ તેનો વિકાસ થાય છે, તે થડની આજુબાજુ ગોળાકારે વિસ્તરે છે, જેનાથી છોડ નમી પડે છે અને પછી સુકાઈ જાય છે. અસરગ્રસ્ત પેશીઓ પર નાના કાળા જખમ જોવા મળે છે. બાદમાં ગૌણ જખમ કે ફૂગ થડના ઉપર ના ભાગ તરફ વધી શકે છે. પાણીનો છંટકાવ થવાથી રોગ ના બીજ છોડના બીજા ભાગમાં ફેલાય છે, જેનાથી વધારાનો ચેપ લાગે છે અને રોગનો ફેલાવો થાય છે. અસરગ્રસ્ત ફાળો કાળા બને છે અને ચીમળાઈ જાય છે

ભલામણો

જૈવિક નિયંત્રણ

રોગને ટાળવા અથવા તેની અસર ઘટાડવા માટે તેને થતો અટકાવવા પગલાં લેવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ટ્રાઇકોડર્મા હરજિનમ ફૂગ ડી. લાયકોપેરસીકી પર સારું નિયંત્રણ પૂરું પાડે છે અને ઉપજનો વધારો પણ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગને ટાળવા અથવા તેની અસર ઘટાડવા માટે તેને થતો અટકાવવા પગલાં લેવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો સમયસર લાગુ કરી શકાય તો ફૂગનાશકથી સારવાર અસરકારક રહે છે. ક્લોરોટેલોનીલ પર આધારિત ઉત્પાદન નવો ચેપ લાગતો અટકાવવા માટે ઉપયોગી બની શકે છે.

તે શાના કારણે થયું?

રોગના લક્ષણો ડાયડીમેલા ફૂગ ના કારણે નિર્માણ થાય છે, જે જમીનમાં અને ચેપગ્રસ્ત છોડના કચરામાં ટકી રહે છે. ફૂગ છોડ પર થયેલા જખમ દ્વારા તેમાં પ્રવેશ કરે છે, ઉદા છાંટણી કરાયેલ ભાગો. વૈકલ્પિક યજમાન છાયડામાં ઉગતી વનસ્પતિના પરિવાર પૂરતી સીમિત છે, જેમાં ટામેટા નો પણ સમાવેશ થાય છે. પાંદડાં ઉપરના ટપકા કુશન ધરાવે છે જેમાં રોગના બીજકણ નિર્માણ થાય છે. જે બાદમાં વરસાદના છાંટા અને પવન દ્વારા બીજા તંદુરસ્ત છોડ પર ફેલાય છે. એવું પણ માનવામાં આવે છે કે અસરગ્રસ્ત બિયારણ મારફતે પણ રોગનો ફેલાવો થાય છે. ડાયડીમેલા ડાળીનો સડો ઘણી બધી પરિસ્થિતિ હેઠળ નિર્માણ થાય છે. જોકે, ઠંડુ તાપમાન(20 ° C), વરસાદ સાથે ભેજવાળું હવામાન અથવા ઉપરથી પડતા પાણી વાળી સિંચાઈ પદ્ધતિ રોગના ફેલાવા માટે અનુકૂળ હોય છે. છોડની વૃદ્ધિ થતાં તે વધુ સંવેદનશીલ બની જાય છે અને જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ ની ઉણપ પણ રોગના ફેલાવા માં મહત્વનો ફાળો આપે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્તોત્ર માંથી મેળવેલ તંદુરસ્ત બિયારણ નો જ ઉપયોગ કરો.
  • પ્રતિકારક્ષમ જાતોની વાવણી કરો.
  • પાંદડા ઉપર હવાની સારી અવરજવર માટે, જ્યારે છોડ ગ્રીનહાઉસમાં ઉછેરવામાં આવે ત્યારે તેમની વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • છોડના નીચલાં પાંદડાંનો જમીન સાથેનો સંપર્ક ટાળો અથવા તેને દૂર કરો કે છાંટણી કરો.
  • છોડને સવારે પાણી આપો અને ઉપરથી પડતા પાણીવાળી પિયતની પદ્ધતિ ટાળો.
  • ત્રણ વર્ષ માટે વિવિધતાપૂર્ણ પાકની ફેરબદલી કરો.
  • થોડા અઠવાડિયા સુધી જમીનને સૂર્યપ્રકાશ માં તપાવો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને નુકસાન ન પહોંચે તેની કાળજી રાખો.
  • ચેપગ્રસ્ત છોડ જોવા મળે કે તુરંત જ તેને દૂર કરો.
  • ખેતરમાંથી અને આસપાસમાંથી જાતે ઊગી નીકળેલ છોડ, નીંદણ અને વૈકલ્પિક યજમાન ને દૂર કરો.
  • લણણી પછી છોડના કચરાને દૂર કરો અને બાળી દો.
  • ખેતરમાં કામ કર્યા બાદ તમામ સાધનસામગ્રીને રોગમુક્ત કરો.
  • ગ્લાસહાઉસ માં 90% થી ઓછો ભેજ અને 15 ° સે થી વધુ તાપમાન જાળવો.
  • ટામેટા ના છોડ ને આધાર આપવા માટે વાંસ(એરૂનડો ડોનેક્સ) અથવા નીલગીરીના ટેકા નો ઉપયોગ કરવો કારણ કે તે રોગના બનાવને ઘટાડે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો