બટાટા

લાંબા સમયે બટાકામાં ફૂગ

Phytophthora infestans

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાંની કિનારી અને ટોચ પર ઘેરા કથ્થાઈ રંગના ટપકાં.
  • ટપકાં પારદર્શક જખમમાં ફેરવાય છે.
  • પાંદડાંની નીચેની સપાટી સફેદ ફુગથી આવરિત હોય છે.
  • પાંદડાં કરમાય અને નાશ પામે છે.
  • બટાકાના કંદ પર ઘેરા રાખોડી-ભૂરા રંગના ટપકાં હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

પાંદડા ની કિનારી અને ટોચ પરથી શરૂ કરીને તેના પર ઘેરા કથ્થઈ રંગના ટપકાં નિર્માણ થાય છે. ભેજવાળા વાતાવરણમાં, આ ટપકા પાણી શોષાવાથી નિર્માણ થતા જખમ માં પરિણામે છે. પાંદડાની નીચેની સપાટી પર સફેદ રંગની ફૂગ નું આવરણ જોવા મળે છે. જેમ જેમ રોગ વધે છે તેમ તેમ આખા પાંદડા સુકાય છે, કથ્થઈ રંગના બને છે અને ખરી પડે છે. આવા જ પ્રકારના જખમ થડ અને પર્ણદંડ પર પણ નિર્માણ થાય છે. બટાકાના કંદની સપાટી ઉપર પણ રાખોડી-ભૂરા રંગના ટપકાં નિર્માણ થાય છે અને તેનો માવો કથ્થાઈ રંગનો બને છે, જેથી તે ખાવા લાયક રહેતા નથી. અસરગ્રસ્ત ખેતરમાં સડો નિર્માણ થવાથી ચોક્કસ પ્રકારની દુર્ગંધ ફેલાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સૂકા વાતાવરણ પહેલા કોપર આધારિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો. જૈવિક આવરણ નિર્માણ કરતા પાંદડા પર ના છંટકાવ પણ ચેપને રોકી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખાસ કરીને ભેજવાળા વિસ્તારમાં, મોડેથી લાગતી ફૂગને નિયંત્રિત કરવા માટે ફૂગનાશક લાગુ કરવા મહત્વપૂર્ણ છે. સંપર્ક જન્ય ફૂગનાશક કે જે પાંદડા ઉપર આવરણ નિર્માણ કરે છે તે ચેપ લાગતા પહેલા લાગુ કરવાથી અસરકારક નીવડે છે અને ફૂગમાં પ્રતિકાર ક્ષમતા નિર્માણ થતી નથી. મેન્ડીપ્રોપેમાઇડ, કલોરોથેલોનીલ, ફ્લુએઝીનમ, અથવા મેન્કોઝેબ ધરાવતા ફૂગનાશક નો પણ પ્રતિબંધક સારવાર તરીકે ઉપયોગ કરી શકાય છે. વાવણી પહેલા બીજને મેન્કોઝેબ જેવા ફૂગનાશક થી સારવાર આપવાથી પણ સારું કામ આપે છે.

તે શાના કારણે થયું?

આ ફૂગ ફરજિયાત પ્રકારની પરોપજીવી છે. આનો અર્થ એ થાય છે કે ઠંડી દરમિયાન અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેને છોડનો કચરો અને બટાકાના કંદ તેમજ વૈકલ્પિક યજમાન ની જરૂર પડે જ છે. તે જખમ મારફતે શરીરમાં દાખલ થાય છે અને તેની ત્વચાને ફાડી નાખે છે. વસંતઋતુમાં વધું તાપમાન દરમિયાન ફૂગના કણોનો વિકાસ થાય છે અને પવન અથવા પાણી દ્વારા ફેલાય છે. આ રોગની તીવ્રતા ઠંડી રાત્રી (18° સે થી ઓછું), હૂંફાળા દિવસો (18° થી 22° સે) અને વરસાદ તેમજ ધુમ્મસ જેવા લાંબા સમયગાળા ના ભેજવાળા વાતાવરણ(90% સાપેક્ષ ભેજ) દરમિયાન વધું હોય છે. આ અવસ્થામાં લાંબા સમયે ફૂગનો રોગચાળો નિર્માણ થઈ શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત બીજ અથવા વધુ સહનશીલ છોડનો ઉપયોગ કરો.
  • ખેતરમાં સારો હવાઉજાસ અને સારી રીતે વરાપ થયેલ હોય તેની ખાતરી કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો અને અસરગ્રસ્ત છોડ અને આસપાસની વનસ્પતિ દૂર કરો.
  • બે થી ત્રણ વર્ષ માટે બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • ખેતર અને તેની આસપાસ માંથી જાતે ઉગી નીકળેલ યજમાન વનસ્પતિનો નાશ કરો.
  • નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવો.
  • છોડની આસપાસ વાડનો ઉપયોગ કરવો.
  • કંદનો નીચા તાપમાને અને સારી હવા-ઉજાસ વાળી જગ્યાએ સંગ્રહ કરવો.
  • લણણી પછી કંદ અને પાકના કચરાને જમીનમાં બે ફૂટ ઊંડે દાઢી ને અથવા પ્રાણીઓને ખાવા માટે આપીને નાશ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો