ફુલેવર

અલ્ટરનેરીયા ટપકાં

Alternaria brassicae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર પીળા રંગની આભા સાથે રાખોડી-કથ્થઇ રંગના ટપકા.
  • કેન્દ્રનો નાનો ભાગ ખરી પડે છે - "શોટ-છિદ્ર" અસર વર્તાય છે.
  • કરમાશ અને પાનખર.
  • પાંદડાંનું ખરી પડવું.
  • ભેજવાળા રોપા.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

ફુલેવર

લક્ષણો

છોડના તમામ હવાઈ ભાગો ઉપર હુમલો થઈ શકે છે અને જુદાજુદા પાકમાં જુદા જુદા અંશે સંવેદનશીલતા જોવા મળે છે. સામાન્ય રીતે, સૌ પ્રથમ જુના પાંદડા ઉપર રાખોડી-કથ્થઈ રંગના ગોળાકાર ટપકાં નિર્માણ થાય છે. તે બારીક કાળા કણોથી લઇને કથ્થઈ રંગના કેન્દ્ર વાળા 12 મીમી વ્યાસ ધરાવતા મોટા જોખમ હોઇ શકે છે. આ જખમ ફરતે સુકાયેલ આભા સાથે કેન્દ્રમાં રેસાવાળું દ્રવ્ય ધરાવે છે. સમય જતાં આ કેન્દ્ર પાતળું અને કાગળ જેવું બને છે, અને છેવટે ખરી પડીને પાંદડાની સપાટી પર "શોટ-છિદ્ર" નો દેખાવ આપે છે. ગંભીર કિસ્સાઓમાં પાંદડામાં પીળાશ અને પાનખર નિર્માણ થઈ શકે છે. આ રોગાણુના કારણે ચેપગ્રસ્ત બિયારણમાંથી વિકાસ પામેલ રોપાઓમાં ભીનાશ જોવા મળે છે. શીંગો અને થડના પાયામાં પણ ટપકા દેખાઈ શકે છે, જે તેને કાળા પાયાના રોગ જેવા લક્ષણો આપે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગ પેદા કરતા જીવાણુ સામે લડવા માટે કોઈપણ પ્રકારની જૈવિક સારવારની પધ્ધતિ ઉપલબ્ધ નથી. જો તમને કાંઈ ખબર હોય તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ફૂગનાશક લાગુ કરવાની જરુરીયાત જાણવા માટે નિરીક્ષણ અને સાચું નિદાન ખૂબ જ જરૂરી છે. બીજની સારવાર માટે ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. એકવાર લક્ષણો મળી આવ્યા બાદ, પાંદડા ઉપર છંટકાવ કરવો એ પણ રોગના નિયંત્રણ માટેનો એક અન્ય ઉપાય હોઈ શકે છે. છેલ્લે, કેટલાક કિસ્સાઓમાં સંગ્રહ દરમિયાન રોગનો વિકાસ થતો અટકાવવા માટે સંગ્રહ પહેલા ડુબાડવાની પ્રક્રિયા કરી શકાય છે. સારવાર માટેનો અવકાશ, છોડનો પ્રકાર અને પર્યાવરણીય પરિસ્થિતિ પર આધાર રાખીને વિવિધ પ્રકારના સંયોજનોનો ઉપયોગ કરી શકાય છે. એનીલેઝીન, ક્લોરોથેલોનીલ, ડાયફેનોકોનેઝોલ, ઇપ્રોડિયોન, મેન્કોઝેબ, માનેબ નો આમાં સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

પાક ઉપર આધાર રાખીને લક્ષણો થોડા અલગ હોઈ શકે છે અને તે બિયારણ-જન્ય ફૂગ અલ્ટરનેરીયા બ્રેસિકે ના કારણે નિર્માણ થાય છે, જે કોબીજ અને બ્રેસિકાની અન્ય પ્રજાતિઓ માટે સામાન્ય રીતે જોવા મળતો રોગાણુ છે. કેટલાક પાકમાં અલ્ટરનેરીયા બ્રેસિકોલા નામની અન્ય સંબંધિત જાતિની ફૂગ પણ જોવા મળી છે. ચેપગ્રસ્ત બિયારણએ આ રોગ પેદા કરતા જીવાણુના ફેલાવવા માટે મુખ્ય માધ્યમ છે. બિયારણ ઉપર રોગના અણુંનું આવરણ અથવા આંતરિક પેશીઓમાં ફૂગના દોરા જેવા રેસાઓ હોઈ શકે છે. બન્ને કિસ્સામાં વિકાસ પામતા છોડમાં ધીમે ધીમે ફૂગની વસાહતો નિર્માણ થાય છે અને તેનાથી આવા લક્ષણો જોવા મળે છે. ઠંડી દરમિયાન ફૂગ સંવેદનશીલ નીંદણ અને પાકના વિઘટન ન થયેલ કચરામાં ટકી રહે છે. આ કિસ્સામાં તંદુરસ્ત છોડ ઉપર પડેલા રોગના બીજકણ પાંદડા પરના નૈસર્ગિક છિદ્રો અને જખ્મો દ્વારા કોષોમાં દાખલ થાય છે. કોઈપણ કિસ્સામાં, ભેજવાળી અવસ્થા, પવન સાથે વરસાદ અને હુંફાળુ તાપમાન(મહત્તમ 20-24 ° સે) ચેપની પ્રક્રિયાને વધારે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોત તરફથી મેળવેલ તંદુરસ્ત બિયારણનો જ ઉપયોગ કરો.
  • રતાળાના કિસ્સામાં, કેટલીક જાતીઓમાં આ રોગાણુ પ્રત્યે થોડા અંશે પ્રતિકારકતા જોવા મળી છે.
  • સારા હવા-ઉજાસ મળી રહે તે માટે વાવણી દરમિયાન બે છોડ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • રોગના ચિન્હો જોવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • જમીન સાથે સંપર્કમાં હોય તેવા જુના પાંદડાને ભેગા કરીને દૂર કરો.
  • લણણી પછી ચેપગ્રસ્ત કચરાને દૂર કરો.
  • ખાસ કરીને બ્રેસિકા પરિવારના નિંદણને, ખેતર અને તેની આસપાસમાંથી દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો