કોબી

મૂળ તંતુઓનો સમન્વય

Plasmodiophora brassicae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પીળા પડવા અને શિથિલ બનવા.
  • મૂળ પર ગાંઠો વાળા સોજા.
  • અટકેલ વિકાસ.
  • ઉપજમાં ઘટાડો.
  • છોડનું ક્ષીણ થવું.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

કોબી

લક્ષણો

જમીનની ઉપર અને નીચે બંને બાજુએ લક્ષણો જોવા મળે છે. એકંદરે છોડ નબળો પડે છે, અટકેલો વિકાસ દર્શાવે છે અને પાંદડા પીળા પડે છે. તે સૂકા હવામાન દરમિયાન કરમાય છે પરંતુ ભેજવાળા વાતાવરણમાં સાજા થઇ જાય છે. પાંદડા જાંબલી રંગના થઈ શકે છે. જમીનની નીચેના લક્ષણો તરીકે, મૂળ પર ગાંઠો વાળા સોજા નું નિર્માણ થાય છે અને નાના મૂળનો ( જેને મૂળતંતુ કહેવાય છે) નાશ થાય છે. સમય જતા આ સોજાથી ગંભીર વિકૃતિકરણ નિર્માણ થાય છે, જેનાથી મૂળની જુદી જુદી શાખાઓ ના બદલે ભેગા થયેલ સંયોજિત મૂળ દેખાય છે ( જેના કારણે આ રોગનું આવું નામ છે). વૃદ્ધિ અને ઉપજને ગંભીર નુકસાન થાય છે અને ગંભીરરીતે અસરગ્રસ્ત છોડ નાશ પામે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જમીનમાં ઓયસ્ટર સેલ અને ડોલોમાઈટ ચૂનો ભેળવીને જમીનની પીએચ વધારવી અને તેને વધુ આલકલાઈન 7.2 બનાવવી એ જૈવિક નિયંત્રણ માટેનો (નાના માળીઓ અને ખેડૂતો) એક માત્ર વિકલ્પ છે. જમીનની વારંવાર પીએચ ચકાસવા માટે સરળ અને સસ્તી પરીક્ષણ માટેની કિટ ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. 100 ટકા અસરકારક ન હોવાના કારણે જમીનમાં ધુમાડો કરવાની ભલામણ કરવામાં આવતી નથી. વાવેતર પહેલા ચૂનાના પત્થર (કેલ્શિયમ કાર્બોનેટ CaC03) અને ભીંજવેલ ચૂના (કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ Ca (OH) 2) દ્વારા જમીનની પીએચ (7.2) વધારવી એ રોગના બનાવ ઘટાડવા માટેનો એક માર્ગ છે.

તે શાના કારણે થયું?

ભૂમિ જન્ય રોગના જીવાણુ પ્લાસ્મોડિયોફોરા બ્રેસિકે દ્વારા મૂળને ચેપ લાગવાથી આ રોગના લક્ષણો નિર્માણ થાય છે. એ સંપૂર્ણપણે પરોપજીવી છે જે બીજા છોડની સાથે શ્રેણી બધા મહત્ત્વના પાકને, જેમકે ફણગાવેલ બ્રસેલ્સ, કોબીજ, ફૂલગોબી, શલગમ અને મૂળાને અસર કરે છે. ફૂગ રોગના નિષ્ક્રિય બીજ પેદા કરે છે કે જે 20 વર્ષ માટે જમીનને બગાડી શકે છે. સંવેદનશીલ છોડના મૂળની હાજરીમાં, આ રોગના બીજકણ મૂળના તંતુંમાં ચેપ લગાડે છે, જેનાથી મૂળમાં સોજો નિર્માણ થાય છે અને રોગને આવું નામ મળે છે. આ નિર્માણ થયેલ સોજામાંથી રોગના બીજા વધુ બીજકણ નિર્માણ થાય છે જે જમીનમાં પથરાય છે, અને તેનું ચક્ર પૂરું કરે છે. ભેજવાળી અને હુંફાળી જમીન આ રોગ માટે સાનુકૂળ રહે છે. ચુના દ્વારા જમીનની પીએચ વધારવાથી સંયોજિત મૂળમાં ઘટાડો થાય છે(પરંતુ નાબૂદ કરી શકાતું નથી).


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોત તરફથી અથવા તંદુરસ્ત છોડમાંથી પ્રાપ્ત બીજનો જ ઉપયોગ કરવો.
  • જો ઉપલબ્ધ હોય તો વધુ સહનશીલ જાતો ઉગાડો.
  • વધુ પડતા ભેજ ને ટાળવા માટે ટેકરાવાળી ક્યારીમાં વાવણી કરો.
  • ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો અને વધુ પડતું પાણી આપશો નહીં.
  • દૂષિત સ્રોત તરફથી પ્રાપ્ત પાણીથી સિંચાઈ કરવી નહિ.
  • થોડા વર્ષ સુધી વૈવિધ્યપૂર્ણ પાકની ફેરબદલી માટે યોજના કરો.
  • રોગનો ઇતિહાસ ધરાવતા ખેતરમાં વાવણી કરશો નહીં.
  • ઉદાહરણ તરીકે ચુના દ્વારા, માટીનું સારુ માળખું અને ઉચ્ચ પીએચ (7.2) જાળવી રાખો.
  • સાધન અને સામગ્રી તથા બુટ ચપ્પલ ઉપર ચોટેલ દુષિત માટીથી ફેલાવો ન થાય તે માટે સાવધાન રહો.
  • વસાહતો નું સ્તર ઓછું કરવા માટે વાવણી પછી જમીનને સૂર્યપ્રકાશમાં પડતર રહેવા દો.
  • ચેપગ્રસ્ત મૂળને દૂર કરી અને તેનો નાશ કરીને અસર ઘટાડી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો