કેપ્સિકમ અને મરચાં

ફૂસારિયમ વિલ્ટ (છોડનું નમી પડવું/કરમાઈ જવું)

Fusarium oxysporum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • દિવસ દરમિયાન છોડ નમી જવાનાં/કરમાવાનાં ચિહ્નો.
  • વેસ્ક્યુલર પેશીઓ (ડાળીની અંદર આવેલ) પર ભૂખરા અથવા લાલ ડાઘ.

માં પણ મળી શકે છે

24 પાક
કઠોળ
કારેલા
કોબી
રાયડો
વધુ

કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

આ ફૂગ નુકસાનની ચોક્કસ પેટર્ન ધરાવે છે. કેટલાક કિસ્સાઓમાં, છોડના પાંદડાઓ કિશોરાવસ્થામાં જ પીળા પડવા લાગે છે અને છોડ નમી પડે છે. પુખ્ત છોડ પર, છોડના અમુક ભાગો સહેજ વળેલા જોવા મળે છે. દિવસના ગરમીવાળા કલાકો દરમિયાન આ ખુબ સામાન્ય છે. પાંદડાઓ બાદમાં ક્લોરોટિક થઇ જાય છે, ઘણી વખત પાંદડાની માત્ર એક જ તરફ આવું જોવા મળે છે. દાંડીના રેખાંશિક ભાગો પર આંતરિક પેશીઓ ભૂખરાં – લાલ રંગના થઈ જાય છે, પ્રથમ મૂળની આસપાસ, અને પાછળથી દાંડી ઉપર આ અસર જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેટલાક પાકમાં ફૂસારિયમ વિલ્ટને નિયંત્રિત કરવા માટે અમુક જીવવિજ્ઞાન નિયંત્રણ પ્રતિનિધિઓ, જેવા કે બેક્ટેરિયા અને એફ. ઓક્સિસ્પોરમની બિન-રોગજન્ય જાતોનો ઉપયોગ કરવામાં આવે છે, જે રોગકારક જીવોને મારે છે. ટ્રિકોડર્માવાઇરાઇડનો ઉપયોગ બીજના ઉપચાર માટે પણ થઈ શકે છે (૧૦ ગ્રામ/ કિગ્રા બીજ). કેટલીક જમીન ફૂસારિયમની વૃદ્ધિને અટકાવી દે છે. જમીનનું પીએચ ૬.૫ થી ૭.0 સુધી સંતુલિત કરવું અને નાઇટ્રોજન સ્રોત તરીકે એમોનિયમ કરતાં નાઈટ્રેટનો ઉપયોગ કરીને રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો કોઈ અન્ય પગલાં અસરકારક ન લાગે તો ચેપગ્રસ્ત સ્થાનો પર જમીન આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરો. વાવણી/પાકની ફેરબદલી પહેલાં ૩ ગ્રામ/લિટર પાણીની સાથે કોપર ઓક્સિક્લોરાઇડ જમીન પર નાખવાથી પણ અસરકારક પરિણામ મળે છે.

તે શાના કારણે થયું?

ફૂસારિયમ વિલ્ટ છોડની પરિવહન પેશીઓમાં વિકાસ પામે છે, જે પાણી અને પોષક પુરવઠાની આપ-લે ને અસર કરે છે. છોડના મૂળ અથવા તેના પર થયેલ ઘાવના કારણે છોડ પર અસર થઇ શકે છે. એકવાર રોગ એક વિસ્તારમાં સ્થાપિત થઈ જાય, તે પછી ઘણા વર્ષો સુધી ત્યાં સક્રિય રહે છે.


નિવારક પગલાં

  • માટીના પીએચને ૬.૫ થી ૭ આસપાસ રાખો અને નાઇટ્રેટનો નાઇટ્રોજન સ્રોત તરીકે ઉપયોગ કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો સહિષ્ણુ જાતો વાપરો.
  • રોગની નિશાનીઓ માટે નિયમિતપણે ખેતરની દેખરેખ રાખો.
  • અસરગ્રસ્ત છોડને હાથથી વીણીને દૂર કરો.
  • તમારા સાધનોને સાફ રાખો, ખાસ કરીને જ્યારે તમે અલગ અલગ ખેતરોમાં કામ કરતા હોવ.
  • ખેતરના કામ દરમિયાન છોડને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • ભલામણ કરેલ પોટાશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંતુલિત પોષણ મળે તે રીતે ખાતર નાખો.
  • લણણી પછી ખેતર ખેડીને છોડનો વધારાનો કચરો દૂર કરો.
  • ફંગસને મારવા માટે અસરગ્રસ્ત જગ્યાને એક મહિના સુધી સૂર્યની હાજરીમાં કાળા પ્લાસ્ટિકથી ઢાંકી રાખો.
  • જમીનમાં ફૂગના સ્તરને ઘટાડવા માટે ૫-૭ વર્ષ માટે પાકની ફેરબદલીની યોજના બનાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો