કઠોળ

કાળા ટપકાંનો રોગ

Colletotrichum lindemuthianum

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા અને થડ પર ગોળ, ઘેરા કથ્થાઈ કે કાળા રંગના શોષાયેલ ટપકાં.
  • પાંદડાંની શિરા અને પર્ણ દંડ પર કોણીય ઈંટ જેવા લાલ થી કાળા રંગના જખમ હોય છે.
  • શીંગો અને દાંડી પર ગોળાકાર, કાળા રંગની કિનારી વાળા આછા કથ્થાઈ થી કાટ જેવા રંગના જખમ.

માં પણ મળી શકે છે

1 પાક

કઠોળ

લક્ષણો

ચેપગ્રસ્ત બિયારણ માંથી ઉછરેલ છોડના પાંદડા અને ડાળી ઉપર ઘણીવાર ગોળ, ઘેરા કથ્થઈ કે કાળા રંગના સોસાયેલા ટપકાં હોય છે. છોડના વિકાસમાં વિક્ષેપ પડે છે અને તે અકાળે નાશ પામે છે અથવા વિકાસ અટકેલો દેખાય છે. પાછળથી ઉદભવેલ ચેપના કારણે, પાંદડાની નીચેની સપાટી અને બાદમાં ઉપરની સપાટી પર પણ પાંદડાની પેશીઓ અને પર્ણદંડ પર કોણીય, ઈંટ જેવા લાલ રંગના કે કાળા રંગના જખમ નિર્માણ થાય છે. સિંગો અને થડ પર ગોળાકાર, આછાં કથ્થઈ થી કાટ જેવા રંગના, ફરતે કાળી કિનારીવાળા ઝખ્મ દેખાય છે. ગંભીર રીતે અસરગ્રસ્ત સિંગોમાં કરચલી પડે અને થોડી વિકૃત બને છે, જેનાથી તેને સુકાયેલ ફૂગ જેવો દેખાવ મળે છે. અસરગ્રસ્ત બીજ ઘણીવાર વિકૃત બને છે અને કથ્થઈ થી કાળા રંગની ફૂગનો વિકાસ થાય છે. સામાન્ય કઠોળના છોડ આ રોગ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

વિકાસની ઋતુના ગરમ સમયગાળા દરમિયાન દર 7 થી 10 દિવસે લીમડાના તેલનો અર્ક લાગુ કરવાથી ફૂગનો વિકાસ મર્યાદિત કરી શકાય છે. Cheap ને નિયંત્રિત કરવા માટે જૈવ-નિયંત્રક એજન્ટ પણ મદદ કરી શકે છે. જો બીજ ની સારવાર માટે ઉદાહરણ તરીકે, ટ્રાઇકોડર્મા હરજિનમ અને બેક્ટેરિયમ સ્યુડોમોનાસ જેમાં જૈવ-નિયંત્રક એજન્ટનો ઉપયોગ કરવાથી, કોલેટોટ્રીચમ લિન્ડેમુથીએનમ ફૂગની વૃદ્ધિ મર્યાદિત કરી શકાય છે. ફૂગનો નાશ કરવા માટે બીજને 10 મિનિટ માટે ગરમ પાણી (50 ° સે) ડુબાળવા.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજ માટેના ફૂગનાશક નો છોડ પર છંટકાવ કરવાથી પણ ખેતરમાં રોગની ગંભીરતા ઘટાડી શકાય છે, પરંતુ તે આર્થિક રીતે ભાગ્યે જ પોસાય શકે તેમ હોય છે. જ્યારે છોડના પાંદડા સૂકા હોય ત્યારે, મેન્કોઝેબ, ક્લોરોથેલોનીલ, ફ્લ્યુટ્રીએફોલ, પેંકોનેઝોલ, અથવા કોપર-આધારિત ઉત્પાદનો લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

કોલેટોટ્રીચમ લિન્ડેમુથીએનમ ફૂગ ના કારણે કાળા ડાઘનો રોગ થાય છે. તે મુખ્યત્વે બીજ જન્ય હોય છે, પરંતુ તે પાકના અવશેષો અને વૈકલ્પિક યજમાનમા પણ અસ્તિત્વ ધરાવી શકે છે. જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ હોય, ત્યારે તે રોગાણુ છુટા પાડે છે, જે પવન અને વરસાદ દ્વારા ખેતરમાં ફેલાય છે. ઠંડુ કે હુંફાળું તાપમાન (13-21 ° સે), ભેજનું ઊંચું પ્રમાણ, ઝાકળ, ભીના પાંદડા અથવા વારંવાર વરસાદ એ ફૂગના જીવન ચક્ર અને રોગના ફેલાવાની તરફેણ કરે છે. પાણીની હાજરીના કારણે ફૂગનો વધુ ફેલાવો થતો હોવાથી, જ્યારે પાંદડા ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાથી છોડને થતી યાંત્રિક ઇજાઓ પણ તેનો ફેલાવો કરે છે. ફૂગ સિંગ પર આક્રમણ કરે છે અને પહેલા અંકુરણ પામતા પાંદડા અથવા બીજના આવરણને સંક્રમિત કરી શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સામગ્રી તરફથી પ્રાપ્ત બીજનો ઉપયોગ કરો.
  • પ્રતિકારક્ષમ જાતો ઉગાડો.
  • છોડ વચ્ચે સારો હવાઉજાસ જાળવો.
  • રોગની નિશાની માટે તમારા છોડ અથવા ખેતરને તપાસો.
  • નીંદણ વૈકલ્પિક યજમાનો તરીકે સેવા આપી શકે છે, તેથી તમારા ખેતરની નજીક અતિશય નીંદણની વૃદ્ધિ ન થવા દો.
  • ખેતરમાં સારી સ્વચ્છતા રાખો.
  • જ્યારે પાંદડાં ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરશો નહિ.
  • લણણી પછી ખેડ કરી ચેપગ્રસ્ત છોડના અવશેષોને માટીમાં ઊંડે દાટી દો.
  • દર બે થી ત્રણ વર્ષે બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરવી અગ્રહભર્યું છે.
  • તંદુરસ્ત બીજમાં રોગ ન ફેલાય તે માટે તમારા સંગ્રહની સુવિધાને સાફ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો