અન્ય

પીચમાં વાંકળિયા પાંદડાં

Taphrina deformans

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાંમાં વિકૃતિ અને તેના પર લાલ રંગનું વિકૃતિકરણ દેખાય છે.
  • પાંદડા પર ફૂગનો વિકાસ.
  • અકાળે પાંદડાનું ખરવું.

માં પણ મળી શકે છે

3 પાક
બદામ
જરદાળુ
પીચ

અન્ય

લક્ષણો

સામાન્ય રીતે પાંદડા આવ્યા પછી રોગના લક્ષણો દેખાય છે. પાંદડાઓ જાડા થઈ જાય છે અને વૃક્ષની જાતના આધારે, તે બેવડ, કચડાયેલા અથવા વળેલા તથા જાંબલી કે લાલાશ પડતી વિકૃતિ ધરાવે છે. જેમ ચેપ વધે છે તેમ તેમ, પાંદડાની સપાટી પર ફૂગનો વિકાસ થવાના કારણે તે સફેદ-રાખોડી રંગના, તેના પાવડર દેખાય છે. આ દરમિયાન દિવસ દરમિયાન વધુ તાપમાન હોય તો આ રાખોડી આવરણ ધીમે ધીમે કાળા રંગનું બને છે. છેવટે, રોગગ્રસ્ત પાંદડા નાશ થઇ ખરી પડે છે, જેના કારણે પાનખર નિર્માણ થાય છે અને વૃક્ષની તાજગી ઓછી થાય છે. તે જગ્યાએ ટૂંક સમયમાં જ નવા પાંદડાનો વિકાસ થાય છે. જ્યારે ચેપ વ્યવસ્થિત રીતે વૃક્ષની આંતરિક પેશીઓમાં ફેલાવાનું શરુ કરે છે ત્યારે વૃક્ષની છાલ અથવા સંપૂર્ણ અંકુર કાળા થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, વધતા અંકુરો વિકૃત, અસાધારણ સાવરણી જેવો વિકાસ પામે છે. ભારે રોગ હેઠળના વૃક્ષો પર, ફળોની સપાટીમાં નોંધપાત્ર પરિવર્તન દેખાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ ફૂગ સામે અસરકારક રીતે લાડવા માટે બોર્ડેક્સ મિશ્રણ જેવા કાર્બનિક કોપર સંયોજનો ધરાવતા ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય છે. પાનખરમાં પાંદડાં ખરી જાય પછી અને ફરીથી વસંતઋતુમાં કળીઓ આવવાનું શરૂ થાય તે પહેલા સારવાર કરવી જોઈએ. ધ્યાન રાખો કે કોપર ધરાવતાં ઉત્પાદનોના ઉપયોગના પુનરાવર્તનથી જમીનમાં તાંબું વધી શકે છે, જે જમીનના જીવતંત્ર માટે ઝેરી બની શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. કોપર ઓક્સિક્લોરાઇડ, કુપરિક હાઇડ્રોક્સાઇડ, થીરમ, ઝિરમ, કલોરથેલોનિલ અથવા ડાયફેનોકોનાઝોલ જેવા ફૂગનાશકોનો ઉપયોગ કરી શકાય છે. પાનખરમાં પાંદડાં ખરી જાય પછી અને ફરીથી વસંતઋતુમાં કળીઓ આવવાનું શરૂ થાય તે પહેલા સારવાર કરવી જોઈએ.

તે શાના કારણે થયું?

ટેફ્રીના ડીફોર્મન્સ ફૂગનો છોડની પેશીઓમાં ભરાવો થવાના કારણે રોગના લક્ષણો નિર્માણ થાય છે. વરસાદના ઝાપટા અથવા પવનના કારણે આ રોગના કણો પાંદડા પરથી વૃક્ષની અન્ય ડાળીઓ અને કળીઓ પર પરિવહન પામે છે અને નવા ચેપની શરૂઆત કરે છે. વસંત ઋતુમાં કળીઓ ખુલે ત્યારે વારંવાર થતા વરસાદમાં ફુગના કણો અંકુરિત થાય છે અને હજી ખુલ્યા ન હોય તેવા પાંદડાને પણ ચેપ લગાડે છે. એક વાર આવા અંકુરિત પાંદડાં પર ચેપ લાગ્યા બાદ, આ રોગને અટકાવવા માટેની કોઈ અસરકારક પદ્ધતિ નથી. જો આ સમય દરમિયાન વરસાદ ન થાય, તો રોગના કણ નિષ્ક્રિય રહે છે અને ચેપ લાગતો નથી અથવા નહિવત લાગે છે. સમગ્ર ઉનાળા દરમિયાન ખરી પડેલ અંકુરોના ઢગલા અથવા થડની છાલની નીચે જમા થયેલ રોગના કણો, શિયાળા દરમિયાન ટકી રહે છે અને આગામી ઋતુમાં રોગનો વિકાસ કરે છે. આ ફૂગ ફક્ત 16 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાને જ સક્રિય હોય છે અને તે ફક્ત આટલાં નીચા તાપમાને ન વિકાસ કરી શકે છે. ટેફ્રીના ડીફોર્મન્સ પીચ અને આલુ અને બદામને તથા ક્યારેક જરદાળુ અને શુશોભન છોડને પણ ચેપ લાગેડે છે.


નિવારક પગલાં

  • કૂંપળો આવવાના તબક્કા દરમિયાન છોડને વરસાદ અથવા ઉપરથી પડતાં પાણી વાળી સિંચાઇથી બચાવો.
  • ઝાડમાં સારો હવાઉજાસ રહે તે માટે તેના વધારાના પાંદડાને દર વર્ષે કાપીને દૂર કરો.
  • ખાતરનો થોડો જ ઉપયોગ કરવો.
  • કૂંપણો આવતા પહેલા છોડનો વિકાસ વધારતા સંયોજનોનો ઉપયોગ કરવો.
  • સફેદ ગરપ ધરાવતી જાતો જેવી પ્રતિકારક્ષમ જાતો ઉગાડો.
  • ચેપગ્રસ્ત પાંદડા, સુકાયેલ ફળો અને અંકુરને દૂર કરો અને અને તેનો નાશ કરો.
  • જ્યારે પણ શક્ય હોય ત્યારે, ચેપને રોકવા માટે વરસાદથી રક્ષણ પૂરું પાડવા પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો