Monilinia fructigena
ફૂગ
વૃક્ષની પ્રજાતિઓ પર આધાર રાખીને લક્ષણો અલગ અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે તેને ફૂલ પરની ફૂગ, ડાળીમાંની ફૂગ અને ફળોમાં કથ્થાઈ સડો તરીકે વિભાજિત કરવામાં આવે છે. દૂષિત ફૂલો કરમાય છે, કથ્થઈ બને છે, અને સામાન્ય રીતે ડાળી સાથે જોડાયેલ રહે છે. લાકડાંની પેશીઓમાં સુકાઈ ગયેલ ફૂગનો વિસ્તાર વિકસે છે. ભેજવાળી પરીસ્થિતિ હેઠળ, ફૂલ, ડાળી, અને ફળ પર કલગી જેવા રાખોડી-ભૂખરા-કથ્થાઈ રંગના રોગના બીજકણ દેખાય છે. સામાન્યરીતે ફૂગમાંથી એક ચીકણું પ્રવાહી ઝરે છે, જેનાથી કરમાયેલ ફૂલો પણ ડાળી સાથે જોડાયેલ રહે છે. સામાન્ય રીતે લણણીના 2 થી 3 અઠવાડિયાં પહેલાં, પરિપક્વતાના છેલ્લા તબક્કા દરમિયાન ફળમાં કથ્થાઈ સડાની સંભાવનાઓ વધૂ હોય છે. શરૂઆતમાં ત્વચા પર, સોનેરીકથ્થાઈ, વર્તુળાકાર ટપકાં દૃશ્યમાન થાય છે. ભેજવાળી સ્થિતિ હેઠળ, આ ટપકાંમાં રોગના બીજકણનું રાખોડી-ભૂખરા-કથ્થાઈ રંગના દ્રવ્યનો વિકાસ થાય છે. રોગગ્રસ્ત ફળ સુકાઈને જમીન પર પડતું નથી અને ચીમળાઈને "મમી" શાખા પર ચોંટી રહે છે.
ફળ જાળવણીની એક પદ્ધતિ હાઇડ્રો-કુલિંગ, જેમાં તાજાં લણણી કરેલ ફળો અને શાકભાજીને બરફના પાણીમાં ધોઈ તેમાંની ગરમી દૂર કરવામાં આવે છે, અને જેથી સંગ્રહ અથવા પરિવહન દરમ્યાન ફૂગનો વિકાસ રોકી શકાય છે. બેસિલસ સબટાઇટલિસ પર આધારિત જૈવિક ફુગનાશક હરીફ રૂપે મોનીલીનીઆ ફ્રૂક્તિજીના સામે કાર્ય કરે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ડાયકાર્બોક્સિમાઈડ, બેન્ઝીમીડેઝોલ, ટ્રાઇફોરીન, ક્લોરોથેલોનીલ, માયકલોબ્યુટેનીલ, ફેનબ્યુકોનેઝોલ, પ્રોપિકોનેઝોલ, ફેનહેક્સામાઇડ અને એનીલિનોપાયરીમિડિન્સ પર આધારિત ફુગનાશક થી સમયસર અને વારંવાર સારવાર રોગ માટે અસરકારક છે. પાયરેકલોસ્ટ્રોબીન અને બોસ્કેલિડ જેવી નવી ફુગનાશક પણ અસરકારક છે. સાચો છંટકાવ સાથે રહેલ ફોતરી, પાવડરી ફૂગ, કાટ, લાલાશ પડતી ફોતરી, અથવા રાખોડી આવરણ જેવા અન્ય રોગોની ઘટનાઓ પર નિર્ભર કરે છે. ફળોને ઇજા ટાળવા માટે પણ જંતુ નિયંત્રણ મહત્વપૂર્ણ છે.
મોનીલિનીઆ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે ગરમ, ભેજવાળા હવામાનમાં ઝડપથી વધે છે. કેટલાક કિસ્સાઓમાં, અન્ય ફૂગ પણ સામેલ હોઈ શકે છે. બધા કિસ્સાઓમાં, તેઓ શબ જેવા બનેલા ફળોમાં અથવા અંકુરમાં નિષ્ક્રિય ટકી રહે છે. પ્રાથમિક ચેપ સામાન્ય રીતે રોગના બીજકણનું ફૂલના પરાગકોશ અથવા સ્ત્રીકેસર પર ઉતરાણ મારફતે નિર્માણ થાય છે. પછી ફૂગ ફૂલોની આંતરિક પેશીઓ પર આક્રમણ (ફ્લોરલ ટ્યુબ, અંડાશય અને મુખ્ય પર્ણદંડ) કરે છે અને ફૂલ સાથે જોડાયેલ ડાળી સુધી પહોંચે છે. ફૂલો અને ડાળી ધીમે ધીમે કરમાય અને ફૂગ વિકસાવે છે. ફૂગના બીજકણ, જ્યાં સુધી તેઓ વધુ ચેપ માટે અન્ય વૃક્ષની શાખા પર સ્થળાંતર ન કરે ત્યાં સુધી, ફળના મમી પર વસે છે. ચેપગ્રસ્ત ફળો, અને ખાસ કરીને શબ જેવા ફળો, ચેપના સૌથી વિપુલ સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરે છે.