Monilinia laxa
ફૂગ
પાક પર આધાર રાખીને લક્ષણો જુદાજુદા હોઈ શકે છે અને મુખ્યત્વે ફૂલ પરની ફૂગ અને ફળના તબક્કે સડો તેની લાક્ષણિકતા છે. ફૂલ પરની ફૂગના પ્રારંભિક લક્ષણો નબળા ફૂલ તરીકે દેખાય છે જે બાદમાં ફૂલ પર કથ્થાઈ રંગ તરીકે દેખાય છે અને ઘણીવાર એક ચીકણા માસ તરીકે રહે છે. ઘણીવાર ચેપ ડાળી સુધી ફેલાઈ શકે છે અને તેની ફરતે પટ્ટો નિર્માણ કરી શકે છે. જો અંકુર સંપૂર્ણપણે મૃત્યુ ન પામે તો, ચેપ અંકુર પરથી વિકાસશીલ પાંદડાં અને ફળો સુધી ફેલાય છે. પાંદડાઓ સુકાઈ જાય છે પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષ પર જ ટકી રહે છે. આ ફળનો સડો વૃક્ષો પર લટકતા ફળો તેમજ સંગ્રહિત ફળોને પણ અસર કરી શકે છે. ફળો પર નરમ, બદામી ચાઠાં દેખાય છે. જેમજેમ ચાઠાં વધવા લાગે છે, રાતા વિસ્તારો પર સફેદ અથવા પીળા રંગની ફોલ્લીઓ દેખાય છે, ક્યારેક કેન્દ્રિત વર્તુળોનો વિકાસ થાય છે. ધીમે ધીમે ફળો સુકાય છે, સડે છે, અને વૃક્ષ પર ન નાશ પામે છે. સંગ્રહિત ફળોમાં કદાચ ફોલ્લીઓ નિર્માણ થતી નથી અને તે સંપૂર્ણપણે કાળા રંગના બને છે.
વૃક્ષમાં ઘાવ નિર્માણ કરતા તત્વોની નાબૂદી એ ફળમાં સડો નિર્માણના તબક્કાને નિયંત્રિત કરવાની સૌથી અસરકારક રીત છે. વાહક તરીકે વર્તતા અથવા ફળો પર ઘાવ નિર્માણ કરતા જંતુઓ અને પક્ષીઓનું નિયંત્રણ એ રોગના બનાવોનું પ્રમાણ ઘટાડવાનો એક માર્ગ છે. પક્ષીઓ ચાડીયા દ્વારા નિયંત્રિત કરી શકે છે. ભમરીઓન માળાઓને ભેગા કરી અને નાશ કરવો જોઈએ. ફળો વચ્ચે ફૂગ ફેલાઈ શકે છે, તેથી ખાસ કરીને પેકિંગ અને સંગ્રહ સમયે કાળજી કરવી જરૂરી છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ચેરી આ રોગ પ્રત્યે ઓછામાં ઓછું સંવેદનશીલ ફળ છે અને જ્યાં સુધી ખાસ કરીને હવામાન ચેપ માટે અનુકૂળ ન હોય અથવા વાડીનો રોગ માટેનો ઇતિહાસ ન હોય પ્રતિબંધક છંટકાવ જરૂરી નથી. ડાયફેનોકોનેઝોલ અને ફેનહેક્સામીડ પર આધારિત ફુગનાશકના એક-બે છંટકાવ અસરકારક હોઇ શકે છે. ચેપના પછીના તબક્કે, ફૂગને દૂર કરવું શક્ય નથી. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ પછી, જેમ કે કરા પડવા, રક્ષણાત્મક ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય. મૉનીલા લેક્સા ઘાવ મારફતે ચેપ લગાડતું હોવાથી, જંતુ નિયંત્રણ એ મહત્વપૂર્ણ બની જાય છે.
મોનિલિયા લેક્સા ઘણા યજમાનોને સંક્રમિત કરી શકે છે, ખાસ કરીને કઠણ ફળ જેવા કે, બદામ, સફરજન, જરદાળુ, ચેરી, આલૂ, પેર, પ્લમ અથવા તેનું ઝાડ. આ ફૂગ ઠંડી દરમ્યાન વૃક્ષો પર લટકતા શુષ્ક પાંદડાં અથવા મૃત બનેલ ફળો પર ટકી રહે છે અને રોગના બીજકણ પવન, પાણી અથવા જંતુઓ દ્વારા ફેલાય છે. ફળો પરના ઘાવ (પક્ષીઓ, જંતુઓ દ્વારા)ની હાજરી અથવા તંદુરસ્ત અને ચેપી ભાગો વચ્ચે સંપર્ક થવાથી ચેપના ફેલાવાની તરફેણ થાય છે. ફૂલ આવવાના સમયમાં ભેજનું ઊંચું પ્રમાણ, વરસાદ કે ઝાકળ અને મધ્યમ તાપમાન (15 ° થી 25 ° C) ચેપની પ્રક્રિયાને વેગ આપે છે. ખાસ કરીને આ સમયે, ફળો પર ફોલ્લીઓનો વિકાસ થતો દેખાય છે. ભર ઉનાળા પછી, ફળો પર લક્ષણો દેખાય છે, પછી એ વૃક્ષ પર હોય અથવા સંગ્રહ કરેલ હોય. સંગ્રહિત ફળો કદાચ સંપૂર્ણપણે કાળા બને અને ફોલ્લીઓનો વિકાસ ન પણ થાય. પરિવહનના ઊંચા જોખમ કારણે, ફળ ઝાડ પર હોય કે સંગ્રહિત હોય, નોંધપાત્ર નુકસાન થઇ શકે છે.