Gymnosporangium sabinae
ફૂગ
સૌપ્રથમ પાંદડાની ઉપરની સપાટી પર નાના, કથ્થઈ રંગના, ગોળાકાર ટપકાં વિકસે છે. જેમ જેમ તેઓ વિકાસ પામે છે તેમ તેમ, તેઓ ઘેરા કથ્થઈ રંગના કેન્દ્ર સાથે તેજસ્વી નારંગી-લાલ રંગમાં ફેરવાય છે. ઉનાળાના અંત ભાગમાં, પાંદડાની નીચેની સપાટી પર અનાજના દાણા જેવા આકારના, કથ્થાઈ રંગના અને ગુમડા જેવો વિકાસ જોઈ શકાય છે. ક્યારેક, ડાળીઓ અને કુમળા થડની છાલમાં ફૂગના કારણે ઝખ્મ અને સુકાયેલ ચાઠાં પણ નિર્માણ થઇ શકે છે. ભલે ફળો પર સીધી અસર ન થતી હોય, પણ ગંભીર ચેપના કિસ્સામાં પાનખર તેમજ પાકને નુકસાન થઈ શકે છે.
આજદિન સુધી, આ રોગ માટે કોઈ જ જૈવિક સારવાર જાણમાં નથી.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ઓછી માત્રામાં લાગેલ ચેપ સામાન્ય રીતે કોઈ સમસ્યા નિર્માણ કરતો નથી અને તેને અવગણી શકાય છે. રોગને નિયંત્રિત કરવા માટે ડાયફેનોકોનેઝોલ આધારિત ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય છે. ઘરના બગીચા માટે, ટેબુકોનાઝોલ, ટ્રાયટીકોનેઝોલ સાથે ટેબુકોનાઝોલ, અને ટ્રૅસિકોનોઝોલ ફુગનાશક આ કાટના રોગોના નિયંત્રણ માટે પ્રમાણિત કરવામાં આવેલ છે.
જીમનોસ્પોરન્જિયમ સાબીની ફૂગને કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે પિઅરના વૃક્ષો અને જ્યુનિપર્સ બંને પર હુમલો કરે છે. પીઅર એ આ પરોપજીવી માટે માત્ર એક મધ્યસ્થ યજમાન છે અને બંને વૃક્ષને તેનું જીવનચક્ર પૂર્ણ કરવું જરૂરી છે. તે છોડની નાશ પામેલ સામગ્રી પર ટકી શકતાં નથી, અને તેથી તે વૈકલ્પિક યજમાનો વચ્ચે ફર્યા કરે છે. આ ફૂગ નિષ્ક્રિય સમયગાળો જ્યુનિપરમાં ગાળે છે, જે તેના માટે પ્રાથમિક યજમાન છોડ છે. વસંત ઋતુમાં, રોગના બીજકણ જુનિપરમાંથી ફેલાય છે અને નજીક આવેલ પિઅરના વૃક્ષોને ચેપ લગાડે છે. પિઅરના પાંદડાની નીચેની બાજુએ ઉદ્ભવેલા ફોલ્લીઓ ખરેખરતો રોગના બીજકણ ઉત્પન્ન કરતાં માળખાં છે. આ રોગના કણ પિઅરના પાંદડાને ફરીથી ચેપ લગાડી શકતા નથી, તેથી ઉનાળાના અંતમાં, લાંબા અંતરે (500 મીટર સુધી) વિખરાઈને નવા જુનિપર્સને ચેપ લગાડે છે. ત્યાં, શાખાઓ પર બારમાસી શીંગડાં જેવા ઢીમા નિર્માણ કરે છે. ખાસ કરીને વસંત ઋતુ બાદ, વધુ ભેજની પરિસ્થિતિમાં આ વધારાનો વિકાસ સ્પષ્ટ જોવા મળે છે.