Erysiphaceae
ફૂગ
પહેલા, પાંદડાની ઉપરની બાજુએ પીળા ડાઘ પડી જાય છે. રોગના આ પછીના તબક્કામાં પાંદડા, ડાળીઓ અને ફળો પર પહેલા સફેદ અને પછી ભૂખરા રંગનું લોટ જેવું ફેલાઈ જાય છે. ફૂગ છોડમાંથી પોષક તત્વો શોષી લે છે અને રાખ જેવું પડ પાંદડાની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે જેથી છોડનો વિકાસ રૂંધાય છે. જેમ રોગનો પ્રકોપ વધે તેમ છોડ કરમાવા લાગે છે, પાંદડા ખરવા લાગે છે અને છોડ મરી પણ શકે છે. ડાઉની ફૂગથી વિરુદ્ધ પાવડર જેવી ફૂગને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
બગીચાઓ માટે, દૂધ અને પાણીનું મિશ્રણ કુદરતી ફૂગનાશક તરીકે કામ કરે છે. આ મિશ્રણને દર બીજા દિવસે પાંદડાઓ પર છાંટો. આ ઘરેલું ઉપાય ખાસ કરીને કુકર્બીટ (કાકડી, ઝૂકિની, કોળું) અને બેરી પર સારી રીતે કામ કરે છે. પાવડરી ફૂગના પ્રકારો યજમાન અનુસાર અલગ પડે છે, અને આ મિશ્રણ બધા પ્રકારો માટે અસરકારક ન પણ હોઈ શકે. જો કોઈ સુધારો ન નોંધાય તો, લસણ અથવા સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશનો અજમાવી જુઓ. વાણિજ્યિક જૈવિક ઉપચાર પણ ઉપલબ્ધ છે.
નિવારક પગલાં સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાવડરી ફૂગ દ્વારા અસરગ્રસ્ત પાકની સંખ્યાને ધ્યાનમાં રાખીને, કોઈ ચોક્કસ રાસાયણિક સારવારની ભલામણ કરવી મુશ્કેલ છે. પાણીમાં ઓગાળી શકાય તેવા સલ્ફર (3g/l), હેક્સાકોનાઝોલ, ટ્રિફ્લુમિઝોલ, માક્ક્લોબુટાનિલ (બધા 2 ml/l) પર આધારિત ફૂગનાશક પાકમાં ફૂગના વિકાસને નિયંત્રિત કરે છે.
ફૂગના સ્પોર્સ (બીજકણો) પાંદડાની કળીઓ અને છોડના અન્ય કચરાની અંદર શિયાળો પસાર કરે છે. પવન, પાણી અને જીવડાઓ સ્પોર્સ (બીજકણો)ને નજીકના છોડમાં ફેલાવે છે. ફૂગ હોવા છતાં, પાવડરી ફૂગ સામાન્ય રીતે સૂકી સ્થિતિમાં વિકાસ પામી શકે છે. તે ૧૦-૧૨ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાનમાં ટકી શકે છે, પરંતુ તેમના માટે આદર્શ પરિસ્થિતિ ૩૦ ડિગ્રી સેલ્સિયસ મનાય છે. ડાઉની ફૂગથી વિપરીત, હલકો વરસાદ અને સવારનું ઝાકળ પાવડરી ફૂગના ફેલાવાને વેગ આપે છે.