Phytophthora cactorum
ફૂગ
સફરજન અને જામફળના ઝાડ પરના પાંદડાં પર, ટોચ પર ઓછો વિકાસ અને નાના પીળાશ પડતાં, મૂરઝાયેલા પાંદડા તરીકે પ્રારંભિક લક્ષણો દેખાય છે. વૃક્ષો નો વિકાસ પણ અટકેલો હોઈ શકે છે. આ સમય સુધી મૂળ અને ઝાડની ટોચમાં પણ સડા નો સારો એવો વિકાસ થઈ ગયો હોય છે. ઝાડની છાલને ઉખેડીને જોતા, તેની આંતરિક પેશીઓમાં નારંગી થી લાલ-કથ્થાઈ રંગની આભા વાળા વિસ્તારો સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેમ જેમ રોગ વધે છે, તેમ તેમ તે મોટું થાય છે અને કથ્થાઈ રંગના બને છે. વાહક પેશીઓમાં શુષ્કતા અને સડો આખા છોડમાં પોષક તત્ત્વોના જથ્થાને મર્યાદિત કરે છે. ઝાંખા, મૂરઝાયેલા પાંદડા અને તેના ખરવા ના કારણે છોડની વૃદ્ધિ અટકેલી દેખાય છે. થોડી ઋતુ બાદ વૃક્ષો નબળા પડે છે છેવટે નાશ પામે છે. ઘેરા-કથ્થાઈ રંગના જખમ સાથે ફળમાં સડો પણ થઈ શકે છે, જે આખા ફળને અસર કરી શકે છે. પરિપક્વતાના વિવિધ તબક્કા દરમ્યાન ફળના ઝાડ સડા પ્રત્યે સંવેદનશીલ હોય છે.
આજ સુધી, આ ફૂગ સામે કોઈ જૈવનિયંત્રણ પદ્ધતિઓ વિકસિત કરવામાં આવી નથી. જો કે, કોપરવાળા ફૂગનાશકોનો ઉપયોગ ચેપી થડની સારવાર માટે થઈ શકે છે.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. મેફેનોક્સમ, એટ્રિડાઆઝોલ અથવા ફોસેટિલ-એલ્યુમિનિયમ ધરાવતાં વ્યાપારી ધોરણે મળતાં ફૂગનાશકનો જમીનને ચેપમુક્ત કરવા ઉપયોગ કરી શકાય છે, પરંતુ તે છોડના ચેપવાળા ભાગોની સારવાર માટે કામમાં આવતું નથી. ઝાડના પાયાની આજુબાજુ મેટાલેક્સિલ + મંકોઝેબના મિશ્રણ સાથેની સારવાર પણ થડમાં પી. કેક્ટોરમના વિકાસને અટકાવી શકે છે.
આ લક્ષણો માટીજન્ય ફૂગ ફાયટોફોથોરા કેક્ટોરમથી થાય છે, એને ખૂબ જ મોટી સંખ્યામાં તેના યજમાનો ઉપલબ્ધ છે. તે ભીની જમીનમાં વિકસે છે, અને તેથી છોડના નીચાણવાળા વિસ્તારોમાં, પાણીના વહેણ વાળી જગ્યાએ અથવા ભેજવાળી જમીનમાં તેની સમસ્યા હોઈ શકે છે. હુંફાળું વાતાવરણ પણ રોગના બીજકણના ઉત્પાદન અને તેથી ચેપને સમર્થન આપે છે. આ રોગ સફરજન અને જામફળ બંનેના ઝાડ પર હુમલો કરે છે, પરંતુ પાછળથી તે ભાગ્યે જ કોઈ સમસ્યા નિર્માણ કરે છે. મોર પહેલાનો સમયગાળો ચેપ માટેનો જોખમી તબક્કો છે. ફુગના રોગકણો ફેલાવતાં ચેપગ્રસ્ત ફાળો અને ચેપી કલમ ચઢાવવી એ ચેપ માટેનું મૂળ કારણ છે. જ્યારે ચેપ જમીનની અંદર હોય છે ત્યારે ઝાડની ટોચ અને મૂળમાં સડવાના લક્ષણો દેખાય છે. નીચલા થડ પર જમીનની સપાટી ઉપર સડો નિર્માણ થાય છે. બંને કિસ્સાઓમાં પાંદડાં પરના લક્ષણો મૂળમાંની આંતરિક પેશીઓમાં સડો અને વાહક પેશીઓમાં વિક્ષેપનો સંકેત આપે છે.