કાળજી
જમીન સારી રીતે ખેડેલી હોવી જોઈએ અને તેમાં પૂરતા પ્રમાણમાં ખાતર ભેળવેલ હોવું જોઈએ. ભીંડાને મધ્યમ પ્રમાણમાં પાણીની જરૂર રહે છે જે નિયમિત સમયે ટપક સિંચાઈ પધ્ધતિ મારફતે આપવું જોઈએ. ભીંડાની ખેતીનો સમય ખુબ લાંબો હોય છે, જે નિંદણનો વિકાસ થવાથી પ્રભાવિત થઇ શકે છે માટે નિંદણનું નિયંત્રણ ખુબ જ મહત્વનું છે. પાકની ફેરબદલીથી કિટકો અને રોગના બનાવો ઘટાડી શકાય છે.
માટી
ભીંડાને વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. તે જૈવિક તત્વોથી ભરપૂર એવી છૂટી, ભભરી અને સૂકી રેતાળ જમીનમાં સારી રીતે ઉગી શકે છે. જો પાણીનાં નિકાલની સારી વ્યવસ્થા હોય તો તે ભારે જમીનમાં પણ ઉગી શકે છે. 6.0 થી 6.8 વચ્ચેની પીએચ આ છોડ માટે અનુકૂળ રહે છે. ક્ષારયુક્ત, ખારી અને પાણીના નિકાલની વ્યવસ્થા નબળી હોય તેવી જમીન આ પાક માટે અનુકૂળ રહેતી નથી.
વાતાવરણ
ભીંડા વિશ્વમાં સૌથી વધુ તાપ અને પાણીની અછત સહન કરી શકે તેવો શાકનો છોડ છે; એકવાર સારીરીતે ઉછેર થયા બાદ, તે પાણીની ગંભીર ઉણપની પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. જોકે, ભીંડા 24-27° સે વચ્ચેના તાપમાનમાં, ગરમ અને ભેજવાળી પરિસ્થિતિમાં સારીરીતે વિકાસ પામે છે.