કાળજી
પેનિસેટમ ગ્લુકમ (પર્લ-મિલેટ) એ સૌથી વધારે ઉગાડાતી બાજરીની જાત છે. તેની ભરપૂર પોષણ તત્વોવાળી જાત તેની પૂરગ્રસ્ત અને દુકાળગ્રસ્ત જેવી હવામાનની કપરી પરિસ્થિતિઓમાં ટકી શકવાની ક્ષમતા માટે જાણીતી છે. આ અનાજ માણસોની વપરાશ માટે ઉપયોગી છે જ્યારે તેનો બાકીનો ભાગ ઘાસ તરીકે વપરાય છે.
માટી
બાજરી ઓછી ફળદ્રુપ જમીનવાળા વિસ્તારમાં ઉગાડી શકાય છે અને વધારે ખારાશવાળી અથવા નીચી pH વાળી જમીનમાં પણ ઉગાડી શકાય છે. તેથી તે બીજા પાક સાથે ફેરબદલી માટે સારો વિકલ્પ છે. તે એસિડવાળી જમીન કે જેમાં એલ્યુમિનિયમ વધારે માત્રામાં હોય છે, તેને પણ સહન કરી શકે છે. તેમ છતાં તે પાણી સંગ્રાહક અને ચીકણી જમીનને સહન કરી શકતી નથી.
વાતાવરણ
બાજરી દુષ્કાળગ્રસ્ત અને ઊંચા તાપમાનવાળા વિસ્તારોમાં વાવવામાં આવે છે. તેને પાકવા માટે દિવસના ઊંચા તાપમાનની જરૂર હોય છે. દુષ્કાળ સામે ટકવા ઉપરાંત તેને ઋતુ દરમિયાન અવારનવાર વરસાદની જરૂર છે.