કાળજી
કાકડી ગરમ ઋતુનો વાર્ષિક છોડ છે. તે ચડતા વેલા પ્રકારનો છોડ છે કે જેનો ભારતભરમાં ઉનાળાના શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કાકડીના ફળને કાચા જ ખાવામાં આવે છે અને તેને કચુંબર તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તેનું શાક પણ બનાવી શકાય છે. કાકડીના બીયામાંથી તેલ કાઢવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
માટી
કાકડીની ખેતી માટે 6.5-7.5 વચ્ચેની પીએચ ધરાવતી જૈવિક તત્વોથી સમૃદ્ધ ગોરાળુ જમીન કે જેમાંથી સરળતાથી પાણી દૂર થઇ શકતું હોય તે શ્રેષ્ઠ રહે છે. સારા ઉત્પાદન માટે જમીનમાં જૈવિક ખાતર અથવા છાણીયું ખાતર નાખીને તેમાં જૈવિક તત્વોનું સ્તર જાળવી રાખવાની ખાતરી કરો.
વાતાવરણ
આ પાકને 20 થી 26 સે વચ્ચેના હુંફાળા તાપમાનની જરૂર હોય છે. વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં તેની પર પાવડર જેવી અથવા ભેજવાળી ફૂગનો વિકાસ થઇ શકે છે. ઝાકળ આ પાક માટે યોગ્ય નથી.