કાળજી
ફણસી(ફ્રેંચ બીન્સ, લીલા બીન્સ) એ ભારતની શાકભાજીઓમાં સૌથી વધારે લોકપ્રિય અને વવાતી શાકભાજી છે. લીલી અર્ધપાકેલી શીંગો શાકભાજી તરીકે રાંધવામાં અને ખાવામાં આવે છે. અર્ધપાકેલી શીંગોને તાજી શીંગો તરીકે, થીજવીને અથવા કેનમાં ભરીને વેચી શકાય છે. તે કઠોળનો મહત્વનો પાક પણ છે જે ચણા અને વટાણા કરતાં વધારે વળતરની ક્ષમતા વાળો છે.
માટી
સારી બીજ વાવણીની જમીન પૂરતા ભેજવાળી અને નિંદામણ તથા છોડના કચરાથી મુક્ત હોવી જોઈએ. એસિડવાળી જમીનને વાવણી પહેલાં ચુનાથી તૈયાર કરવી જોઈએ. જમીનને તૈયાર કરવા માટે પાવર ટીલર કે પાવડાથી જમીનને 2-3 વખત ખેડવી જોઈએ છેલ્લી ખેડ વખતે સમારથી વાવણી માટે જમીનને તૈયાર કરવી જોઈએ.
વાતાવરણ
છોડના યોગ્ય વિકાસ માટે આદર્શ તાપમાન 10-27 ° સે.છે 30 ° સે. થી, વધારે તાપમાન ફૂલો ખરી જવાની ગંભીર સમસ્યા છે અને 5° સે. થી નીચેના તાપમાનમાં વિકસતી શીંગો અને ડાળીઓને નુકશાન થઈ શકે છે.