કાળજી
મોટા ફૂલોના છોડ મુસા દ્વારા નિર્માણ થતાં કેળા એ એક ખાદ્ય ફળ છે. કેટલાક કેળા રસોઈ માટે તો કેટલાક ડેઝર્ટ તરીકે વપરાય છે. મુસા પ્રજાતિઓ મૂળ દક્ષિણપૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાની છે. કેળાં મૂળભૂત રીતે એક ઉષ્ણકટિબંધીય પાક છે, જેના માટે ભેજવાળી નીચી જમીન યોગ્ય છે, પરંતુ સમુદ્ર સપાટીથી 2000 મીટરની ઊંચાઈ પણ તેની ખેતી કરી શકાય છે.
માટી
કેળા મોટા ભાગની જમીનમાં ઉગી શકે છે, પરંતુ તેના વિકાસ માટે તેનું વાવેતર, એક સમૃદ્ધ, ઊંડી, સારી રીતે નીતરી ગયેલ જમીનમાં કરવું જોઈએ. જે જંગલની જમીન, ખડકાળ રેતી, મારલ, લાલ લેટરાઈટ, જ્વાળામુખીની રાખ, રેતાળ માટી, અથવા તો ભારે માટી હોઈ શકે છે. તેના માટે 5.5 થી 6.5 વચ્ચેની પીએચ ધરાવતી એસિડિક માટી પસંદ કરો. કેળ ખારી જમીનમાં ટકી શકતું નથી. જમીનમાંથી પાણી સરળતાથી દૂર થવું એ કેળના છોડના સફળ વિકાસ માટે જમીનના પ્રકારનો ચાવીરૂપ ઘટક છે. નદીના કોતરનો ભાગ કેળ ઉગાડવા માટે આદર્શ છે.
વાતાવરણ
ફૂલના નિર્માણ માટે કેળને 10-15 મહિના માટે ઝાકળ વગરની પરિસ્થિતિ સાથે 15-35 ° સે તાપમાન જરૂરી છે. જ્યારે તાપમાન 53 ° ફે (11.5 ° સે ) થી નીચે જાય ત્યારે મોટા ભાગની જાતોનો વિકાસ અટકી જાય છે. વધારે ઊંચા ઉષ્ણતામાને, લગભગ 80 ° ફે (26.5 ° સે ) તાપમાને વૃદ્ધિ ધીમી પડી જાય છે અને જ્યારે તાપમાન 100 ° ફે (38 ° સે) સુધી પહોંચે ત્યારે વિકાસ સંપૂર્ણપણે અટકી જાય છે. વધુ તાપમાને અને તેજસ્વી સૂર્યપ્રકાશથી પાંદડાં અને ફળ શેકાઈ શકે છે, તેમ છતાં સંપૂર્ણ સૂર્યપ્રકાશમાં કેળાનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. સખત ઠંડીમાં પાંદડાં નાશ પામે છે. વધુ પવનમાં કેળ ઢળી શકે છે.