અમે વિશ્વભરના નાના-પાયાના ખેડૂતો અને કૃષિને લગતા છૂટક વેપારીઓને ટેકો આપવા માંગીએ છીએ. એઆઈ ટેક્નોલોજી, ડેટા એનાલિટિક્સ અને વૈજ્ઞાનિક સંશોધનોનો ઉપયોગ કરીને યોગ્ય નિરાકારણો પૂરો પાડવા, ટકાઉ પધ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને ખેતીની ઉત્પાદકતામાં વધારો કરવો એ અમારૂ ધ્યેય છે.
અમે આપણી ખેત પ્રણાલીના મૂળભૂત માળખાને પ્રોત્સાહિત કરવામાં માનીએ છીએ - નાના ખેડૂતો અને ખેતીના છૂટક વેપારીઓ. અમારી બે એપ્લિકેશન, પ્લાન્ટિક્સ અને પ્લાન્ટિક્સ પાર્ટનર, એ ફક્ત સાધન નથી; તે ચાલતી રહેલી ખેતી પધ્ધતિને બદલવાનો એક પાયો છે, ખેડૂતોની રોજિંદી અવાક વધારે છે અને તેમનામાં નવચેતન પુરે છે, જયારે કૃષિના છૂટક વેપારીને વધુ સારીરીતે ખેડૂત સમુદાયને સેવા પુરી પાડી શકે છે.
અમારી માન્યતાઓ અને અમે કેવી રીતે વેપાર કરવાનું પસંદ કરીએ છીએ તે અમારી બ્રાંડનું મૂલ્ય દર્શાવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો અમારા પ્રત્યેક કાર્યને આકાર આપે છે.
જર્મની અને ભારતમાં ઓફિસો ધરાવતી આંતરરાષ્ટ્રીય કંપની તરીકે, જીવનના તમામ ક્ષેત્રો અને વિવિધ સામાજિક ધોરણના વ્યક્તિઓને સમાન તકો મળી રહે તે અમારું લક્ષ્ય છે. કામના સ્થળે વિકાસ, બુદ્ધિ અને પ્રામાણિકતાને મહત્વ મળી રહે તેવું વાતાવરણ નિર્માણ કરવા માટે અમે સમર્પિત છીએ, કે જે દરેક વ્યક્તિ વિકાસ કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરે છે.